________________ Errorl Reference source not found. Error! Reference source not found. જેને એવા મુમુક્ષુ પુરુષ તેમણે, પૂર્વ પુરુષોએ ઉપર કહ્યા તે વિચારો વિષે જે કંઈ સમાધાન આપ્યું હતું. અથવા માન્યું હતું, તે વિચારના સમાધાન પ્રત્યે પણ યથાશક્તિ આલોચના કરી. તે આલોચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સંબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. તેમ જ નાના પ્રકારના રામાનુજાદિ સંપ્રદાયનો વિચાર કર્યો. તથા વેદાંતાદિ દર્શનોનો વિચાર કર્યો. તે આલોચના વિષે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું મથન કર્યું. અને પ્રસંગે પ્રસંગે મથનની યોગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈનદર્શન તે સંબંધી ઘણા પ્રકારે જે મથન થયું, તે મથનથી તે દર્શનને સિદ્ધ થવા અર્થે, પૂર્વાપર વિરોધ જેવાં લાગે છે એવાં નીચે લખ્યાં છે તે કારણો દેખાયાં. 63 [હાથનોંધ 1, પૃષ્ઠ 132 ] ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય અરૂપી છતાં રૂપીને સામર્થ્ય આપે છે, અને એ ત્રણ દ્રવ્ય સ્વભાવપરિણામી કહ્યાં છે, ત્યારે એ અરૂપી છતાં રૂપીને સહાયક કેમ થઈ શકે? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકક્ષેત્રાવગાહી છે, અને પરસ્પર વિરુદ્ધતાવાળા તેના સ્વભાવ છે, છતાં તેમાં વિરોધ, ગતિ પામેલી વસ્તુ પ્રત્યે સ્થિતિસહાયકતારૂપે અને સ્થિતિ પામેલી વસ્તુ પ્રત્યે ગતિ સહાયકતારૂપે થઈ શા માટે આવે નહીં ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આત્મા એક એ ત્રણ સમાન અસંખ્યાતપ્રદેશી છે, તેનો કંઈ બીજો રહસ્યાર્થ છે ? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમુર્તાકારે છે, તેમ હોવામાં કંઈ રહસ્યાર્થ છે ? લોકસંસ્થાન સદૈવ એક સ્વરૂપે રહેવામાં કંઈ રહસ્યાર્થ છે ? એક તારો પણ ઘટવધ થતો નથી, એવી અનાદિ સ્થિતિ શા હેતુથી માનવી ? શાશ્વતપણાની વ્યાખ્યા શું ? આત્મા, કે પરમાણુ કદાપિ શાશ્વત માનવામાં મૂળ દ્રવ્યત્વ કારણ છે; પણ તારા, ચંદ્ર, વિમાનાદિમાં તેનું શું કારણ છે ? 64 [હાથનોંધ 1, પૃષ્ઠ 133 ]