SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. સહજાન્માં જ. નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્મા જ. [હાથનોંધ 2, પૃષ્ઠ 29 ]. 7-12-541 31-11-22 આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. સમયે સમય આત્મોપયોગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. અહો ! આ દેહની રચના ! અહો ચેતન ! અહો તેનું સામર્થ્ય ! અહો જ્ઞાની ! અહો તેની ગવેષણા ! અહો તેમનું ધ્યાન ! અહો તેમની સમાધિ ! અહો તેમનો સંયમ ! અહો તેમનો અપ્રમત્ત સ્વભાવ ! અહો તેમની પરમ જાગૃતિ ! અહો તેમનો વીતરાગ સ્વભાવ ! અહો તેમનું નિરાવરણ જ્ઞાન ! અહો તેમના યોગની શાંતિ ! અહો તેમના વચનાદિ યોગનો ઉદય ! હે આત્મા ! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ ? મંદ પ્રયત્ન કેમ ? જઘન્યમંદ જાગૃતિ કેમ ? શિથિલતા કેમ ? મૂંઝવણ કેમ ? અંતરાયનો હેતુ શો ? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. 12 [હાથનોંધ 2, પૃષ્ઠ 30 ] 1 54 = સંવત 1954, 12 = આસો સુદ 7; 31 મું વર્ષ, 11 મો મહિનો, બાવીસમો દિવસ. (જન્મતિથિ સં. 1924 કાર્તિક સુદ 15 હોવાથી સં. 1954 આસો સુદ 7 મે 31 મું વર્ષ, 11 માસ અને 22 મો દિવસ આવે છે.)
SR No.331101
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 32 to 72
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy