________________ Errorl Reference source not found. 54 Error! Reference source not found. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યોગ હોઈ શકે. [હાથનોંધ 2, પૃષ્ઠ 25 ]. હે મુનિઓ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વ બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. [હાથનોંધ 2, પૃષ્ઠ 27]. એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા. કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. કેવળ માત્ર આત્મા. કેવળ માત્ર આત્મા જ. આત્મા જ. શુદ્ધાત્માં જ.