________________ Errorl Reference source not found. 53 Error! Reference source not found. હે જીવ ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. સમ્યફદર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. હે સમ્યકદર્શની ! સમ્યફચારિત્ર જ સમ્યકદર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે. હે સમ્યફચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ? [હાથનોંધ 2, પૃષ્ઠ 21 ] દુઃખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુ:ખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે. જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે.