________________ Errorl Reference source not found. Error! Reference source not found. 8. તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે મન વડે માન્યા જાય છે. તે પણ આત્માના નથી, પણ તેથી પર છે, ઇત્યાદિ. 9. આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી; અથવા તેનાથી પર છે, ઇત્યાદિ. જેવાં કે : 1) કુટુંબ અને સગાંસંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્ય વર્ગ. 2) નોકર, ચાકર, ગુલામ આદિ મનુષ્યવર્ગ. 3) પશુ પક્ષી આદિ તિર્યંચ. 4) નારકી દેવતા આદિ. 5) પાંચે જાતના એકેંદ્રિય. 6) ઘર, જમીન, ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા પર્વતાદિ. 7) નદી, તળાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ. 8) હરેક પ્રકારનાં કારખાનાદિ. 10. હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદિ જે અતિ નજદીકનાં અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલા છે તે પણ. 11. એમ બધાંને બાદ કરતાં છેવટ પોતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. 1) કાયા, વચન, અને મન એ ત્રણે યોગ ને તેની ક્રિયા. 2) પાંચે ઇંદ્રિયો વગેરે. 3) માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ જેમકે :4) બધાં સ્થાનના વાળ, ચર્મ (ચામડી), ખોપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મુખ, જિહવા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસો, પેટ, કરોડ, બરડો, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, બાવડાં, પોંચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો યાને વિભાગો. ઉપર બતાવેલા મધ્યેનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા યોગ્ય છે. તે ભૂલ શાથી થઈ છે ? તે વિચારતાં, રાગ દ્વેષ ને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે ? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય ? પ્રત્યક્ષ એવા સરૂની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જો પ્રત્યક્ષ સદ્ગુરૂની હાજરી હોય તો શું કરવું ? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું. પરમ કરુણાશીલ, જેના દરેક પરમાણમાં દયાનો ઝરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતાં છતાં અનાદિકાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જેમ વિચારની શ્રેણિની દ્રઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે.