________________ Errorl Reference source not found. Error! Reference source not found. શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદામ્યવત અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્કિંચિત પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે. જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના ચૈતન્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કોઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મસંબંધ, મોક્ષક્ષેત્ર શા શા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથાપ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીનો ભેદ સમજાવા યોગ્ય શા પ્રકારે છે ? જીવનું વ્યાપકપણું, સામાન્યવિશેષાત્મક્તા, પરિણામીપણું, લોકાલોકજ્ઞાયકપણું, કર્મસંબંધતા, મોક્ષક્ષેત્ર એ પૂર્વાપર અવિરોધથી શી રીતે સિદ્ધ છે ? એક જ જીવ નામનો પદાર્થ જુદાં જુદાં દર્શનો, સંપ્રદાયો અને મતો જુદે જુદે સ્વરૂપે કહે છે, તેનો કર્મસંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે, એથી નિર્ણય કરવો દુર્ઘટ કેમ નથી ? બધા સંજોગો અને સંબંધો યથાશક્તિ વિચારતાં એમ તો પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે. આવા વિચાર કરવામાં એકતાદિ જે સાધનો જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઈ હોય તે ગુટી જાય છે. આવા ભાંગ્યા ગુટ્ય વિચારની શ્રેણિ છતાં ક્ષયોપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ (શરીરાદિ, સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાઈ જવાય છે.