________________ Errorl Reference source not found. Error! Reference source not found. સહજ (હાથનોંધ 1, પૃષ્ઠ 3) જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવરણો તેને ઉદય આવ્યાં છે, તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી, તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ જોકે તીક્ષ્ણ ઉપયોગવાળો વાળો છે; તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી. એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કોણ સુખી છે, તે જોઉં તો ખરો, પછી આપણે આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો (આત્માઓ), ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. ‘એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં.’ ‘કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં.’ માત્ર કેટલાક દેહધારીઓ હતા, જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી ? (નેપચ્ય) તેઓ સુખનો વિચાર પણ કરી શકતાં નથી. દુઃખથી બિચારાં પરાધીન છે.