________________ Errorl Reference source not found. Error! Reference source not found. 16 [હાથનોંધ 3, પૃષ્ઠ 40 ] સ્વરૂપબોધ. યોગનિરોધ. સર્વધર્મ સ્વાધીનતા. ધર્મમૂર્તિતા. સર્વપ્રદેશ સંપૂર્ણ ગુણાત્મક્તા સર્વાંગસંયમ. લોક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ. 17 [હાથનોંધ 3, પૃષ્ઠ 43 ]. ૐ નમઃ સર્વજ્ઞ-વીતરાગ દેવ (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર.) તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે. 18 [ હાથનોંધ 3, પૃષ્ઠ 45 ]. પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ? તે અનુભવમાં જે વિશેષ વિષે જૂનાધિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે.