________________ Errorl Reference source not found. 44 Error! Reference source not found. મૂર્તમૂર્તનો બંધ આજ થતો નથી તો અનાદિથી કેમ થઈ શકે? વસ્તુસ્વભાવ એમ અન્યથા કેમ માની શકાય ? ક્રોધાદિભાવ જીવમાં પરિણામીપણે છે, વિવર્તપણે છે ? પરિણામીપણે જો કહીએ તો સ્વાભાવિક ધર્મ થાય, અને સ્વાભાવિક ધર્મનું ટળવાપણું ક્યાંય અનુભૂત થતું નથી. વિવર્તપણે જો ગણીએ તો સાક્ષાત બંધ જે પ્રકારે જિન કહે છે, તે પ્રમાણે માનતાં વિરોધ આવવો સંભવે છે. 78 [હાથનોંધ 1, પૃષ્ઠ 170 ] જિનને અભિમત કેવળદર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મ એમાં ભેદ શો છે ? 79 [હાથનોંધ 1, પૃષ્ઠ 171 ] જિનને અભિમતે. આત્મા અસંખ્યાતપ્રદેશી, (?) સંકોચવિકાસનું ભાજન, અરૂપી, લોકપ્રમાણ પ્રદેશાત્મક. [હાથનોંધ 1, પૃષ્ઠ 172 ] જિન. મધ્યમ પરિમાણનું નિત્યપણું, ક્રોધાદિનું પારિણામિકપણું (2) આત્મામાં કેમ ઘટે ? કર્મબંધનો હેતુ આત્મા કે પુગલ, કે ઉભય કે કંઈ એથી પણ અન્ય પ્રકાર ? મુક્તિમાં આત્મઘન ? દ્રવ્યનું ગુણથી અતિરિક્તપણું શું ? બધા ગુણ મળી એક દ્રવ્ય કે તે વિના બીજું દ્રવ્યનું કંઈ વિશેષ સ્વરૂપ છે ? સર્વ દ્રવ્યનું વસ્તુત્વ, ગુણ બાદ કરી વિચારીએ તો એક છે કે કેમ ? આત્મા ગણી જ્ઞાન ગણ એમ કહેવાથી કથંચિત આત્માનું જ્ઞાનરહિતપણું ખરું કે નહીં ? જો જ્ઞાનરહિત-આત્મપણું સ્વીકારીએ તો જડ બને ? ચારિત્ર, વીર્યાદિ ગુણ કહીએ તો જ્ઞાનથી