SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. 45 Error! Reference source not found. તેનું જુદાપણું હોવાથી તે જડ ઠરે તેનું સમાધાન શા પ્રકારે ઘટે છે ? અભવ્યત્વ પારિણામિકભાવે શા માટે ઘટે ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને જીવ દ્રવ્યદ્રષ્ટિએ જોઈએ તો એક વસ્તુ ખરી કે નહીં ? દ્રવ્યપણું શું ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશનું સ્વરૂપ વિશેષ શી રીતે પ્રતિપાદન થઈ શકે છે? લોક અસંખ્યપ્રદેશ અને દ્વીપ સમુદ્ર અસંખ્યાતા તે આદિ વિરોધનું સમાધાન શા પ્રકારે છે ? આત્મામાં પારિણામિકતા? મુક્તિમાં પણ સર્વ પદાર્થનું પ્રતિભાસવું ? અનાદિ અનંતનું જ્ઞાન કયા પ્રકારે થવા યોગ્ય છે ? [હાથનોંધ 1, પૃષ્ઠ 173 ] વેદાંત. આત્મા એક, અનાદિ માયા, બંધમોક્ષનું પ્રતિપાદન એ તમે કહો છો એમ ઘટી શકતાં નથી ? આનંદ અને ચૈતન્યમાં શ્રી કપિલદેવજીએ વિરોધ કહ્યો છે તેનું શું સમાધાન છે ? યથાયોગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આત્માના ના વિના બંધ, મોક્ષ હોવા યોગ્ય જ નથી. તે તો છે, એમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશાદિ કાર્ય કરવા યોગ્ય ઠરતાં નથી. [હાથનોંધ 1, પૃષ્ઠ 174 ] જૈનમાર્ગ 1 લોકસંસ્થાન. 2 ધર્મ, અધર્મ, આકાશ દ્રવ્ય. 3 અરૂપીપણું. 4 સુષમ દુષમાદિ કાળ. 5 તે તે કાળે ભારતાદિની સ્થિતિ, મનુષ્ય ઊંચત્વાદિપ્રમાણ.
SR No.331101
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 32 to 72
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy