________________ Errorl Reference source not found. Error! Reference source not found. વીતરાગોનો મત લોકપ્રતિકૂળ થઈ પડ્યો છે. રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતો નથી, અથવા અન્યમત તે વીતરાગોનો મત સમજી પ્રવર્ચે જાય છે. યથાર્થ વીતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. દ્રષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબણા કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી બેઠા છે. તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુઃખ લાગતું હોય એમ દેખાય છે. 15 [હાથનોંધ 2, પૃષ્ઠ 34] ત્યારે તમે શા માટે તે ધર્મનો ઉદ્ધાર ઇચ્છો છો ? પરમ કારુણ્યસ્વભાવથી. તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી. 16 [હાથનોંધ 2, પૃષ્ઠ 35 ] એવંભૂત દ્રષ્ટિથી જુસૂત્ર સ્થિતિ કર. ઋજુસૂત્ર દ્રષ્ટિથી એવંભૂત સ્થિતિ કર, નૈગમ દ્રષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર. એવંભૂત દ્રષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર. સંગ્રહ દ્રષ્ટિથી એવંભૂત થા. એવંભૂત દ્રષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર.