________________ Errorl Reference source not found. Error! Reference source not found. જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુદગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુગલ છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે. આકાશાસ્તિકાય એક છે. કાળ દ્રવ્ય છે. વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એવો એકેક જીવ છે. [હાથનોંધ 2, પૃષ્ઠ 13 ]. નમો જિણાણે જિદભવાણ જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહપુરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ ગ્રહાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યકજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્દર્શન ક્યાંથી થાય ? સમ્યફચારિત્ર ક્યાંથી થાય ? કેમકે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. હે મુમુક્ષુ ! વીતરાગપર વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે.