________________ Errorl Reference source not found. 73 Error! Reference source not found. 22 [ હાથનોંધ 3, પૃષ્ઠ 51 ] સર્વજ્ઞોપદિષ્ટ આત્મા સગુરૂકૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનને અર્થે વિચરવું, સંયમ અને તાપૂર્વક - 23 [ હાથનોંધ 3, પૃષ્ઠ પર ] અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ - અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ : અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદગુરૂદેવ આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. 24. [હાથનોંધ 3, પૃષ્ઠ 54 ] ૐ નમઃ વિશ્વ અનાદિ છે. આકાશ સર્વ વ્યાપક છે. તેમાં લોક રહ્યો છે. જડ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લોક છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદગલ એ જડ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય ચેતન છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે.