SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 20 [હાથનોંધ 2, પૃષ્ઠ 45 ]. હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુ:ખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. - 21 [હાથનોંધ 2, પૃષ્ઠ 47] જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિમાર્ગ શ્રીગુરૂના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરો. 22 [ હાથનોંધ 2, પૃષ્ઠ 49 ]. बंधविहाणविमुक्कं, वंदिअ सिरिवद्धमाणजिणचंदं. सिरिवीर जिणं वंदिअ, कम्मविवागं समासओ वच्छं, कीरई जिएण हेऊहिं, जेणं तो भण्णए कम्म.
SR No.331101
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 32 to 72
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy