________________ Errorl Reference source not found. Error! Reference source not found. 10 (હાથનોંધ 1,પૃષ્ઠ 25) એ જ સ્થિતિ એ જ ભાવ અને એ જ સ્વરૂપ. ગમે તો કલ્પના કરી બીજી વાટ લો. યથાર્થ જોઈતો હોય તો આ........લો. વિભંગ જ્ઞાન-દર્શન અન્ય દર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકોએ જે ધર્મમાર્ગ બોધ્યો છે, તે સમ્યફ થવા ચાતું મુદ્રા જોઈએ. ચાતું મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે. નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગજાલ, નાના પ્રકારના અનુયોગ એ સઘળાં લક્ષણારૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી. પુનર્જન્મ છે - જરૂર છે - એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. આ કાળમાં મારું જન્મવું માનું તો દુ:ખદાયક છે, અને માનું તો સુખદાયક પણ છે. (હાથનોંધ 1, પૃષ્ઠ 26) એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. છીએ તે પામીએ એ જેના સંગમાં રહ્યું છે તે સંગની આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે. વિકરાળ કાળ !... વિકરાળ કર્મ !... વિકરાળ આત્મા ! જેમ ... પણ એમ .. હવે ધ્યાન રાખો. એ જ કલ્યાણ. (હાથ નોંધ 1, પૃષ્ઠ 27)