________________ Errorl Reference source not found. 48 Error! Reference source not found. 6 જ્યાં જ્યાં અન્ય વિકળ છે ત્યાં ત્યાં અવિકળ આ, વિકળ દેખાય ત્યાં અન્યનું ક્વચિત અવિકળપણું - નહીં તો નહીં. [હાથનોંધ 1, પૃષ્ઠ 181 ] મોહમયી ક્ષેત્ર સંબંધી ઉપાધિ પરિત્યાગવાને આઠ મહિના અને દશ દિવસ બાકી છે, અને તે પરિત્યાગ થઈ શકવા યોગ્ય છે. બીજે ક્ષેત્રે ઉપાધિ (વ્યાપાર) કરવાના અભિપ્રાયથી મોહમયી ક્ષેત્રની ઉપાધિનો ત્યાગ કરવાનો વિચાર રહે છે, એમ નથી. પણ જ્યાં સુધી સર્વસંગપરિત્યાગરૂપ યોગ નિરાવરણ થાય નહીં ત્યાં સુધી જે ગૃહાશ્રમ વર્તે તે ગૃહાશ્રમમાં કાળ વ્યતીત કરવા વિષેનો વિચાર કર્તવ્ય છે. ક્ષેત્રનો વિચાર કર્તવ્ય છે. જે વ્યવહારમાં વર્તવું તે વ્યવહારનો વિચાર કર્તવ્ય છે, કેમકે પૂર્વાપર અવિરોધપણું નહીં તો રહેવું કઠણ છે. [હાથનોંધ 1, પૃષ્ઠ 182 ] ભૂ બ્રહ્મ. સ્થાપના: ધ્યાન. મુખઃ યોગબળ. બ્રહ્મગ્રહણ. નિગ્રંથાદિ સંપ્રદાય. ધ્યાન. નિરૂપણ. યોગબળ. ભૂ, સ્થાપના, મુખ. સર્વદર્શન અવિરોધ.