________________ Errorl Reference source not found. 67 Error! Reference source not found. હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. વ્યવહારદ્રષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નાભિન્ન છે ? ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદ્રષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. - જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છે, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દ્રષ્ટિથી જગત મારાથી ભિન્નાભિન્ન છે. ૐ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. [હાથનોંધ 3, પૃષ્ઠ 23 ] ૐ નમ: કેવળજ્ઞાન. એક જ્ઞાન. સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. નિજસ્વભાવરૂપ છે. સ્વતન્તભૂત છે. નિરાવરણ છે. અભેદ છે.