________________ Errorl Reference source not found. 65 Error! Reference source not found. જડ Then serp Reference source not fou ચેતન [હાથનોંધ 3, પૃષ્ઠ 13 ]. ૐ નમ: મૂળ દ્રવ્ય શાશ્વત. મૂળ દ્રવ્યઃ- જીવ, અજીવ. પર્યાયઃ- અશાશ્વત. અનાદિ નિત્ય પર્યાયઃ- મેરુ આદિ. [હાથનોંધ 3, પૃષ્ઠ 15 ] ૐ નમઃ સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુ:ખ મટતું નથી. તે દુ:ખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. સમ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં.