________________ Errorl Reference source not found. 63 Error! Reference source not found. હાથનોંધ-૩ [હાથનોંધ 3, પૃષ્ઠ 3 ] ૐ નમઃ સર્વજ્ઞ. જિન. વીતરાગ. સર્વજ્ઞ છે. રાગદ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન, જીવનો સ્વત્વભૂત ધર્મ છે. જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. [હાથનોંધ 3, પૃષ્ઠ 7 ] સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. [હાથનોંધ 3, પૃષ્ઠ 9 ] સર્વજ્ઞ દેવ. સર્વજ્ઞ દેવ. નિર્ગથ ગુરૂ નિગ્રંથ ગુરૂ. ઉપશમમૂળ ધર્મ. દયામૂળ ધર્મ.