________________ Errorl Reference source not found. Error! Reference source not found. નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિર્ગથભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિર્ગથભાવે વસીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જો ઉપેક્ષા ન કરવામાં આવે તો નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. [હાથનોંધ 1, પૃષ્ઠ 90 ] તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગથતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. આ સર્વ વિભાવયોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી. તે વિભાવયોગ બે પ્રકારે છે : એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવસ્વરૂપ. આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે, કેમકે ઉદય વિભાવક્રિયાનો છે અને ઇચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની [ હાથનોંધ 1, પૃષ્ઠ 91 ] તથાપિ એમ રહે છે કે, ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમકે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે. જે આત્મભાવ ઉત્પન્ન થયો છે, તે આત્મભાવ પર જો વિશેષ લક્ષ કરવામાં આવે તો અલ્પ કાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે, અને જો ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે, એમ લાગે છે, કેમકે દીર્ધકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયો નથી, તથાપિ કંઈક કંઈક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે, એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તો શિથિલભાવ ઉત્પન્ન થશે.