Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008255/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૧૭૬ परमात्मने नमः । શ્રી જંબૂસ્વામી-ચરિત્ર અનુવાદક બ્ર. શ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહ પ્રકાશક શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ-૩૬૪૨૫૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વી૨ સં. ૨૦૪૫ વી૨ સં. ૨૦૫૫ પ્રથમ આવૃત્તિ પ્રત ૨૦૦૦ દ્વિતીય આવૃત્તિ પ્રત ૨૦૦૦ ઇ. સ. ૧૯૮૯ ઇ. સ. ૧૯૯૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by an Atmarthi from London, UK who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Shree Jambuswami Charitra is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Version Date Changes Number 001 28 May 2004 First electronic version. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમોપકારી પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજીસ્વામી પરમાગમ શ્રી સમયસાર ઉપર પ્રવચન આપે છે. દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગ માંહી ગજાવનારા, વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા; - ગુરુજી! જન્મ તમારો રે, જગતને આનંદ કરનારો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય યથાર્થ તત્ત્વજ્ઞાન જેમ પદાર્થનો-આત્માનો સાચો બોધ કરાવી જીવનમાં આત્મતિનો માર્ગ પ્રગટ કરે છે, તેમ તીર્થંકરો, મુનિભગવંતો અને સાધક ધર્માત્માઓનાં જીવનચરિત્ર પણ જીવોને આત્મહિતની પ્રેરણા આપે છે. તીર્થંકરાદિ મહાપુરુષોનાં પ્રથમાનુયોગકથિત જીવનચરિત્રથી આત્મસાધના અને તેના ફળનું યથાર્થ જ્ઞાન થાય છે. સુવર્ણપુરીનાં ભવ્ય જિનાલયોમાં પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં માર્ગદર્શન તળે ઉત્કીર્ણ તીર્થંકરાદિ મહાપુરુષોનાં મનોજ્ઞ ચિત્રપટ મુમુક્ષુ જીવોને સાધના અને તેના ફળનું ચિત્રમય દર્શન કરાવી તે મહાપુરુષોનાં જીવનચરિત્ર જાણવાની મંગળ પ્રેરણા આપે છે. તેથી આ કાળના ભરતક્ષેત્રના અંતિમ કેવળી શ્રી જંબૂસ્વામીનું જીવનચરિત્ર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી દ્વારા પ્રવૃત્ત ધર્મપ્રભાવનાના સાતિશય યોગ તળે પ્રકાશિત કરતાં અતિ હર્ષ થાય છે. તીર્થંકરો, મુનિભગવંતો તથા સાધક ધર્માત્માઓનાં આત્મહિત હેતુએ જીવનચરિત્ર જાણવાની આપણા મુમુક્ષુ સમાજમાં જે કાંઈ જિજ્ઞાસા દેખાય છે, તે પરમપૂજ્ય સદ્દગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મઉપદેશનાં પ્રતાપે જ છે અને તે વર્તમાનમાં સ્વાનુભૂતિ પરિણત પ્રશમમૂર્તિ પૂજ્ય ભગવતીમાતા ચંપાબેનના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુનિત પ્રતાપે જ છે. આ બન્ને ધર્માત્માઓના પરમ પ્રતાપે જ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ તરફથી આવું સત્-સાહિત્ય પ્રકાશિત થાય છે. આ ચરિત્ર શ્રી દિગમ્બર જૈન પુસ્તકાલય, સુરતથી પ્રકાશિત શ્રી - “જંબૂસ્વામી ચરિત્ર “ના ગુજરાતી અનુવાદરૂપે છપાયેલ છે; તેથી ટ્રસ્ટ ઉક્ત પ્રકાશકનું આભારી છે. આ ચરિત્રનો ગુજરાતી અનુવાદ બ્ર. શ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે તદ્દન નિસ્પૃહભાવે કરી આપ્યો છે, તેથી સંસ્થા તેમની આભારી છે. તથા આ પુસ્તકના સુંદર મુદ્રણ માટે સંસ્થા “જીનલ ગ્રાફીક્સ ‘, અમદાવાદની પણ આભારી છે. જિજ્ઞાસુઓ આ પ્રકાશનથી જીવોના પરિણામોની વિચિત્રતા તથા તેમનાં ફળ જાણી, ધર્મભાવની પ્રેરણા પામે એ જ ભાવના. કહાનગુરુ-૧૧૦મો જન્મોત્સવ વૈશાખ સુદ ૨, વિ. સં. ૨૦૫૫ તા. ૧૭-૫-૧૯૯૯ પ્રકાશનસમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ-૩૬૪૨૫૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર નમઃ સિદ્ધભ્યઃ શ્રી જમ્બુસ્વામી-ચરિત્ર પ્રથમ પ્રણમિ પરમેષ્ઠિ ગણ, પ્રણમોં શારદ પાય; ગુરુ નિગ્રંથ નોં સદા, ભવભવમેં સુખદાય. ધર્મ દયા હિરદે ધરૂં, સબ વિધિ મંગલકાર; જંબૂસ્વામી-ચરિતકી, કરૂં વનિકા સાર. મધ્યલોકના અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો વચ્ચે એક લાખ યોજનના વ્યાસવાળો થાળીના આકાર જેવો ગોળ જંબૂ નામનો એક દ્વીપ છે. તેની મધ્યમાં નાભિસમાન શોભાદાયક એક સુદર્શન નામનો પર્વત પૃથ્વીથી ૯૦૦૦૦ યોજન ઊંચો છે અને તેના મૂળ પૃથ્વીમાં ૧૦૦૦૦ યોજન ઊંડા છે. આ પર્વત પર ચાર વન છે ભદ્રશાળ, નંદન, સૌમનસ અને પાંડુક આ ચારે વનોમાં ચારે તરફ ચાર ચાર અકૃત્રિમ, અનાદિનિધન જિનચૈત્યાલયો છે. ત્યાં દેવો, વિધાધરો તથા તેમની સહાયથી બીજા પુણ્યવાન પુરુષો દર્શન, પૂજન ધ્યાન કરીને પોતાનું આત્મકલ્યાણ કરે છે. છેવટના પાંડુકવનમાં ચારે દિશામાં ચાર અર્ધચંદ્રાકાર શિલાઓ છે. ઇન્દ્ર શ્રી તીર્થંકરદેવના જન્મકલ્યાણક સમયે તેના ઉપ૨ બાળ તીર્થંકરને બિરાજમાન કરીને ક્ષીરસાગરના જળથી ૧૦૦૮ કળશો દ્વારા અભિષેક કરે છે. આ પર્વતની તળેટીમાં ચારે તરફ ચાર ગજદંત (હાથીના દાંત જેવા આકારવાળા) પર્વતો છે. એના ઉપર પણ અકૃત્રિમ ચૈત્યાલયો છે. આ પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં હિમવન, મહાહિમવન, નિષધ, નીલ, રુકિમ, અને શિખરી એવા છ મહાપર્વતો દંડાકારે પૂર્વથી પશ્ચિમ સમુદ્ર સુધી આડા ફેલાયેલા છે, જેમના કારણે જંબૂઢીપના સ્વાભાવિક સાત ભાગ થઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨) Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ગયા છે. સુદર્શનમેરુની આસપાસનું ક્ષેત્ર જે પૂર્વથી પશ્ચિમ સમુદ્ર સુધી બે મહાપર્વતોની મધ્યમાં આવેલું છે, તેનું નામ વિદેહક્ષેત્ર છે. અહીં સદૈવ ( ઓછામાં ઓછા) ૨૦ તીર્થંકર વિદ્યમાન રહે છે. તેમના અનાદિથી આ જ નામ રહેતા આવ્યા છે. સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સંજાતક, સ્વયંપ્રભુ, ઋષભાનન, અનંતવીર્ય, સૂરપ્રભુ, વિશાલકીર્તિ, વજ્રધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુજંગમ, ઈશ્વર, નેમિપ્રભુ, વીષેણ, મહાભદ્ર, દેવયશ, અજિતવીર્ય. અહીંના મનુષ્યોના આયુષ્ય, કાળ, બળ, વીર્યાદિ સદૈવ ચોથાકાળના મનુષ્યોનાં જેવડા હોય છે તથા સદૈવ આ ક્ષેત્રમાંથી જીવો કર્મનો નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે અર્થાત્ અહીં કાળચક્રનું પરિવર્તન હોતું નથી તેથી જ એનું નામ વિદેક્ષેત્ર પડયું છે. તે મહાપર્વતોની બન્ને તરફ ભરત ઐરાવત, હૈમવત, હરિ, રમ્યક, ઔરણ્યવત્ એવા છ બીજા ક્ષેત્રો છે. એમાંથી ઐરાવત ઉત્તર તરફ અને ભરત નામનું ક્ષેત્ર દક્ષિણ તરફ બિલ્કુલ સમુદ્ર કિનારે છે. આ બન્નેની વચ્ચે એકેક વિજયાર્ધ પર્વત આવવાથી બબ્બે ભાગ થઈ ગયા છે અને મહાપર્વતોમાંથી બબ્બે મહાનદી નીકળીને ઉત્તર દક્ષિણ સમુદ્રમાં જઈને મળી છે, જેથી એક ભાગના ત્રણ ત્રણ ભાગ થઈ ગયા છે. આ બધા મળીને બન્ને ક્ષેત્રના છ છ ભાગ થયા; અર્થાત્ છ ઐરાવતના અને છ ભરતના. આ છ છ ખંડોમાંથી અત્યંત ઉત્તર અને દક્ષિણ ભાગમાં સમુદ્રની પાસે આવેલો એક એક આર્યખંડ છે અને એની ત્રણે દિશાઓમાં પાંચ પાંચ મ્લેચ્છખંડ છે. આ જ આર્યખંડોમાં ત્રેસઠ શલાકાદિ ઉત્તમ પુરુષોની ઉત્પત્તિ થાય છે અને આ જ ખંડોમાં અવસર્પિણી, ઉત્સર્પિણી ના સુષમા-સુષમા આદિ છ કાળોનું પરિવર્તન થાય છે. આ જ ભરતક્ષેત્રના આર્યખંડમાં એક મગધ નામનો દેશ અને રાજગૃહી નામની નગરી છે. એની જ પાસે ઉદયગિરિ, સોનાગિરિ, ખંગિરિ, રત્નાગિરિ અને વિપુલાચલ નામની પાંચ પહાડીઓ છે. આ પહાડીઓને લીધે આ સ્થળ અત્યંત મનોજ્ઞ જણાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર પૂર્વે આ નગરીની શોભા અવર્ણનીય હતી. વિધવિધ પ્રકારના વન, ઉપવન, કૂવા, વાવ, તળાવ, નદી આદિ થી શોભતી હતી. ચારે તરફ મોટા મોટા ઊંચા ગગનચુંબી મહેલો અને ઠેકઠેકાણે જિનમંદિરો એવા બન્યા હતાં જાણે કે અકૃત્રિમ ચૈયાલયો જ હોય! તે મંદિરોમાં ભાતભાતના ચિત્રો ચિતરેલાં હતાં- ક્યાંક સ્વર્ગની સંપત્તિ નજરે પડતી હતી. તો ક્યાંક નરકની વેદના દેખાતી હતી, ક્યાંક તિર્યંચગતિના દુઃખોનું દશ્ય દેખાતું હતું, તો ક્યાંક રોગી, વિયોગી, શોકમગ્ન નરનારીઓનું ચિત્ર બની રહ્યું હતું, ક્યાંક ભવ-ભોગોથી વિરક્ત પરમ દિગંબર ઋષિ પોતાની ધ્યાન-મુદ્રામાં મગ્ન થઈ ત્રણલોકની સંપતિ તૃણવત ત્યાગીને નિશ્ચળ ધ્યાનમાં મગ્ન થયેલા જણાતા હતા, ક્યાંક શ્રી જિનેન્દ્રની પરમ વીતરાગી મુદ્રા જોઈને તીવ્ર કષાયી જીવ પણ શાંત થઈ ગયો હતો. અર્થાત્ ત્યાં સંસાર દશાનો સારી રીતે અનુભવ થતો હતો. એવા જિનમંદિર તોરણ ધજાપતાકા આદિથી શોભતા હતા. આવી અનેક શોભાવાળી તે નગરી હતી, જ્યાં ભિક્ષુક, ભયભીત અને દરિદ્રી મનુષ્યો તો નજરે જ પડતા નહોતા. અહીંનો મહામંડલેશ્વર રાજનીતિ નિપુણ, ન્યાયી, યશસ્વી અને મહાબળવાન રાજા શ્રેણિક રાજ્ય કરતો હતો. ઘણા મુગટબંધ રાજાઓ તેની આજ્ઞા માનતા હતા. એક સમયે રાજા શ્રેણિક રાજસભામાં બેઠા હતા ત્યારે વનના માળીએ આવીને છએ ઋતુના ફળફૂલોની રાજાને ભેટ આપીને નમ્રતાથી કહ્યું- હે સ્વામી! વિપુલાચલ પર્વત ઉપર અંતિમ તીર્થકર શ્રી મહાવીર જિનનું સમવસરણ આવ્યું છે, તેના પ્રભાવથી આ બધી ઋતુના ફળ અને ફૂલો ખીલી ઊઠયા છે, વાવ, કૂવા, તળાવ વિગેરે બધું ભરાઈ ગયું છે. રાજા આ સમાચાર સાંભળીને ખૂબ આનંદ પામ્યો અને તરત જ સિંહાસન ઉપરથી નીચે ઉતરી સાત પગલા આગળ ચાલીને પ્રભુને પરોક્ષ વંદન કર્યા. પછી મુગટ સિવાયના, તેના શરીર ઉપર તે સમયે જે આભૂષણો હતા તે બધા ઉતારીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪) જંબૂસ્વામી-ચરિત્ર વનમાળીને ભેટ આપી દીધા અને નગરીમાં ઘોષણા કરાવી કે મહાવીર પ્રભુનું સમવસરણ વિપુલાચલ પર્વત પર આવ્યું છે તેથી નગરના સર્વ નરનારીઓ વંદના કરવા ચાલો. આ ઘોષણા સાંભળીને નગરજનો અત્યંત હર્ષ પામ્યા અને પોતાની શક્તિ અનુસારના અષ્ટદ્રવ્યો લઈને પ્રભુની વંદના કરવા ચાલ્યા. તે પ્રજાની સાથે જતો રાજા, ઇન્દ્ર પોતાની સેના સાથે દર્શન કરવા આવ્યો હોય એવો લાગતો હતો. જ્યારે તેઓ સમવસરણ પાસે પહોંચ્યા ત્યારે રથમાંથી નીચે ઉતરીને પગપાળા ચાલવા લાગ્યા. સૌથી પહેલાં જેના દર્શનમાત્રથી માની પુરુષોનું માન ગળી જાય છે તે માનસ્તંભના દર્શન કરીને સમવસરણમાં પ્રવેશ કર્યો અને ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરી, શ્રીજીની પૂજા કરી મનુષ્યોના કોઠામાં જઈને બેઠો. પછી અનેક પ્રકારે સ્તુતિ કરીને વિનતિ કરી કે – “હે નાથ! કૃપા કરીને મને સંસારથી પાર ઉતારનાર ધર્મનો ઉપદેશ આપો.” તે સમયે ભગવાનની દિવ્યધ્વનિ છૂટી અને તદનુસાર ચાર જ્ઞાનના ધણી પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ કહ્યું:- “હે રાજા ! સાંભળ, આ અનાદિનિધન સંસારમાં આ જીવ અનાદિથી કર્મોને વશ થઈને બહાવરાની પેઠે ચાર ગતિમાં ભ્રમણ કરતો નાના પ્રકારના જન્મ-મરણાદિ દુ:ખો ભોગવે છે. આ જીવ મિથ્યાભ્રમથી પરવસ્તુઓમાં પોતાપણું માનીને પોતાને ભૂલી જાય છે અને પોતાની અતીન્દ્રિય સંપતિ અને અવિનાશી સુખનો અનુભવ ન કરતાં, ઇન્દ્રિયવિષયોમાં આસક્ત થઈ સુખી થવા ઇચ્છે છે પરંતુ જ્યાં તૃષ્ણારૂપી અગ્નિ જલતી હોય ત્યાં ભોગ સામગ્રીરૂપ બળતણથી તૃતિ કેવી રીતે થાય? જેમ જેમ વિષયભોગની સામગ્રી મળતી જાય છે તેમ તેમ વિષય તૃષ્ણાની ઇચ્છાઓ વધતી જ રહે છે. પ્રત્યેક જીવને એટલી તૃષ્ણા છે કે ત્રણલોકની સામગ્રી પણ કદાચ તેને મળે, તોપણ આ જીવની તૃષ્ણારૂપ ખાડાનો અસંખ્યાતમો ભાગ પણ ન ભરાય પરંતુ લોક તો એક છે અને જીવ અનંતાનંત છે અને દરેક જીવને આવી તૃષ્ણાઓ છે માટે એમાં સુખની ઈચ્છા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ૫ કરવી એ પથ્થરમાં કમળ ઉગાડવાં જેવું છે. તાત્પર્ય એ છે કે સંસાર દુ:ખમય છે, એમાં સુખ રંચમાત્ર પણ નથી. જેમ કેળાનું થડ નિઃસાર છે, પાણીને વલોવવાથી તેમાંથી કાંઈ નીકળતું નથી, તે જ પ્રમાણે સંસાર અસાર છે. જે ભવ્ય જીવ સુખના અભિલાષી છે તેમણે સંસારનો ત્યાગ કરી ધર્મનું સેવન કરવુ જોઈએ. ધર્મ બે પ્રકારનો છે–એક સાગાર ( ગૃહસ્થો માટે ) જેને અણુવ્રત અથવા દેશવ્રત કહે છે. બીજો અણગાર (સાધુઓ માટે ) જેને મહાવ્રત અથવા સકળવ્રત પણ કહે છે. પહેલો પરપંરાએ સાચા સુખનું મોક્ષનું સાધન છે, બીજો સાક્ષાત્ મોક્ષનું સાધન છે. ” !! આ પ્રમાણે સ્વામીએ સંક્ષેપમાં સંસારદાનું સ્વરૂપ વર્ણવીને બે પ્રકારના ધર્મનું સ્વરૂપ વર્ણવ્યું. એટલામાં એક દેવ ત્યાં આવ્યો અને નમસ્કાર કરીને પોતાની સભામાં જઈને બેઠો. તેની અપૂર્વ કાંતિ જોઈને રાજા શ્રેણિક ખૂબ આશ્ચર્ય પામીને પૂછવા લાગ્યા- હે સ્વામી! આ દેવ કોણ છે? ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો- “એ વિધુન્નાલી નામનો દેવ છે અને હવે તનું આયુષ્ય ત્રણ દિવસનું બાકી રહ્યું છે.” ત્યારે રાજાએ ફરીથી પૂછ્યું–“હે પ્રભો! જ્યારે દેવોનું આયુષ્ય છ મહિના બાકી રહી જાય છે ત્યારે માળા કરમાઈ જાય છે અને આ દેવનું આયુષ્ય ફકત ત્રણ જ દિવસ બાકી રહ્યું છે તો પણ તેની કાંતિ અનુપમ છે, તેથી હે પ્રભો ! કૃપા કરીને એનું વૃત્તાંત મને કહો. ,, ત્યારે ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહેવાનું શરૂ કર્યું- “હૈ રાજન્! સાંભળ, આ જ દેશમાં વર્ધમાનપુર નામનું એક સુંદર નગર છે, ત્યાંનો રાજા મહીપાલ અત્યંત ધર્મધુરંધર અને ન્યાય નીતિ નિપુણ હતો. તેના રાજ્યમાં અનેક શાહુકારો રહેતા હતા. એવા ઉત્તમ નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો, તે મહામિથ્યાત્વી હતો અને લોકોને નિરંતર મિથ્યા ઉપદેશ આપીને, વિવાહ, શ્રાદ્ધાદિ કાર્યો કરાવીને પોતાની આજીવિકા ચલાવતો હતો. તેના બે પુત્રો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ભવદેવ અને ભાવદેવ વિધામાં ઘણા નિપુણ હતા પરંતુ પિતાની જેમ તેઓ પણ મિથ્યાત્વથી બચી શક્યા નહોતા. કેટલોક કાળ વીત્યા બાદ તે બ્રાહ્મણ મરીને પોતાના કરેલા મિથ્યા કર્મોનો પ્રેરાયેલો દુર્ગતિમાં ચાલ્યો ગયો અને આ બન્ને બ્રાહ્મણ પુત્ર તે જ પ્રમાણે પોતાનો સમય વીતાવવા લાગ્યા. ભાગ્યોદયથી એક દિવસે મહાતપસ્વી શ્રી દિગંબર મુનિ તે નગરના ઉધાનમાં વિહાર કરતા કરતા આવ્યા. તે વખતે બ્રાહ્મણ પુત્રો અને બીજા નગરજનો મુનિને વંદન કરવા ગયા અને વંદન બાદ શ્રીગુરુના મુખેથી ધર્મોપદેશ સાભળ્યો. બધા લોકોએ યથા શક્તિ વ્રતાદિ લીધા અને તે બ્રાહ્મણપુત્ર ભાવદેવ જે મોટો હતો તે સંસારનું સ્વરૂપ સાંભળી, વિષયભોગોથી વિરકત થઈ એમ વિચારવા લાગ્યો કે આ સમય વીતી જશે તો ફરીથી હાથમાં આવશે નહિ, કાળ અચાનક કોળિયો કરી જશે અને પછી બધા વિચારો અહીંના અહીં રહી જશે. સંસારમાં બધા સ્વાર્થના સગા છે. સંસારમાં જો કોઈ હિતકારી હોય તો આ શ્રી ગુરુ જ છે જે કોઈ પ્રયોજન વિના ભવસાગરમાં ડૂબતા એવાં આપણને હાથનો ટેકો આપી કિનારે લઈ જાય છે. બધી વસ્તુઓ ક્ષણભંગુર છે. જ્યાં આપણું શરીર જ નાશવાન છે તો પછી એની સાથે સંબંધવાળા પદાર્થો તો અવશ્ય નાશવાન છે માટે અવસર પામીને હાથમાંથી જવા ન દેવો જોઈએ. આમ વિચારીને શ્રીગુરુ પાસે જિનદીક્ષા ધારણ કરી લીધી. યોગ્ય જ છે- “જેમ લોઢું પારસમણિના સ્પર્શથી સુવર્ણ બની જાય છે તેમ સત્સંગ પામીને શઠ પણ સુધરી જાય છે.” મહામૂઢ મિથ્યાષ્ટિ પણ સત્સંગના પ્રભાવથી ચતુર વિદ્વાન બની જાય છે. જુઓ, તે બ્રાહ્મણપુત્ર ભાવદેવ પરંપરાથી તીવ્ર મિથ્યાદષ્ટિ હતો તેણે પણ શ્રીગુરુના મુખે સાચો કલ્યાણકારી ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત કરી જિનદીક્ષા લીધી. તે ભાવદેવ મુનિ પોતાના ગુરુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ૭ તથા સંઘ સાથે અનેક દેશોમાં વિહાર કરતાં કરતાં બાર વર્ષ પછી ફરીથી તે જ વર્ધમાનપુરના ઉદ્યાનમાં આવ્યા. એક દિવસ ભાવદેવ મુનિએ વિચાર્યું કે મારો નાનો ભાઈ ભવદેવ જે તીવ્ર મિથ્યાત્વમાં ફસાઈ રહ્યો છે તેને કોઈ ઉપાય સમજાવવો જોઈએ. આમ વિચારી શ્રીગુરુની આજ્ઞા લઈને નગરમાં જઈ પોતાના ભાઈના મકાનમાં પ્રવેશ કર્યો. એનો નાનો ભાઈ પોતાના મોટા ભાઈને આવેલા જોઈને પોતાનો જન્મ ધન્ય માની પ્રફુલ્લિત થઈ તેમની સ્તુતિ કરવા લાગ્યો. ‘નાનાએ મોટાનો વિનય કરવો ઉચિત જ છે.’ પછી તેમને ઊંચા આસને બેસાડી કુશળ સમાચાર પૂછયા. ત્યારે મુનિએ તેને ‘ધર્મલાભ’ ના આશીર્વાદ આપીને કહ્યું કે જે પુરુષ નિશદિન જિનભગવાનના ચરણોમાં આસક્ત રહે છે, તેને સદૈવ કુશળતા જ હોય છે. ત્યારપછી મુનિવરે ત્યાં સભામંડપ, મીંઢળ બંધન, કેસરી વસ્ત્ર આદિની સામગ્રી અને સ્ત્રીઓને મંગળ-ગીત ગાતી જોઈને, ભવદેવને પૂછ્યું, –“ આ બધું શું છે?” ત્યારે ભવદેવે કહ્યું-આજ રાત્રે મારા લગ્ન થયા છે એનો આ બધો ઉત્સવ છે. ત્યારે મુનિરાજે કહ્યું કે આ બધી તો કર્મજંજાળ છે પરંતુ તમને કાંઈ ધર્મનું જ્ઞાન પણ છે કે નહિ ? એટલે ભવદેવે ભાવદેવ પાસે ધર્મશ્રવણ કરીને અણુવ્રત ગ્રહણ કર્યા અને મુનિએ સંઘ તરફ વિહાર કર્યો. મુનિવર તો નીચી દૃષ્ટિ રાખીને ઈર્યાપથનું પાલન કરતાં-ધર્મધ્યાનનું પાલન કરતાં જઈ રહ્યા હતા અને ભવદેવ ફક્ત લોકરીત અનુસાર તેમની પાછળ પાછળ એમ વિચારતો વિચારતો જતો હતો કે મોટાભાઈ મને ક્યારે પાછા ફરવાની આજ્ઞા આપે અને હું ક્યારે તરત જ ધરે જઈને મારી નવ વિવાહિતા સ્ત્રીને મળું? આમ તે બન્ને પોતપોતાના ધ્યાનમાં મગ્ન નગરથી લગભગ ૧ કોશ દૂર નીકળી ગયા, પરંતુ મુનિરાજે ભવદેવને પાછા જવાનું ન કહ્યું, ભવદેવ મનમાં વિચારવા લાગ્યો કે એક કોશ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮). શ્રી જંબૂસ્વામી-ચરિત્ર | આવી ગયા, હવે કોણ જાણે કેટલે દૂર જશે? જો મને આજ્ઞા આપી હોત તો હું ઘેર ચાલ્યો જાત, આગળ જઈને પણ કોણ જાણે એ મને પાછો આવવા દેશે કે નહિ? ઇત્યાદિ સંકલ્પ કરતો કરતો ચાલી રહ્યો હતો. મુનિરાજ ન તો એને કહેતા હતા કે સાથે આવ કે ન પાછા જવાની આજ્ઞા આપતા હતા. તે તો મૌન ધારણ કરીને ચાલ્યા જ જતા હતા. તે મનમાં વિચારતા હતા કે જો ભવદેવ ગુરુ પાસે પહોંચીને આ અસાર સંસારનો ત્યાગ કરી દે તો સારું કેમકે એના આત્માએ મિથ્યાત્વ વશ થઈને અશુભ કર્મનો બંધ કર્યો છે તે જિનેશ્વરી તપશ્ચરણથી છૂટી જશે અને તે ઉત્તમ સુખ પામશે. અહા! ભાતૃસ્નેહ આનું જ નામ કહેવાય કે ભવસમુદ્રમાં ગોથા ખાતા પોતાના ભાઈને તેમાંથી કાઢીને સાચા સુખના માર્ગ પર લાવે. સંસારમાં બીજા આવા ભાઈ વિરલ જ હોય છે જે તેને વિષય કષાયોથી છોડાવે. ફસાવનારા તો અનેક હોય છે. ભારદેવે ભવદેવ પ્રત્યે જે સાચો પ્રેમ પ્રગટ કર્યો તે અનુકરણીય છે. આ પ્રમાણે પોતપોતાના વિચારોમાં નિમગ્ન થયેલા તે બન્ને ભાઈઓ શહેરથી લગભગ ત્રણ કોશ દૂર વનમાં જઈ પહોંચ્યા, કે જ્યાં શ્રીગુર સંઘ સહિત સ્થિર થયા હતા. બન્નેએ ગુરુને યથાયોગ્ય વિનયસ નમસ્કાર કર્યા અને પોતપોતાને યોગ્ય સ્થાને બેસી ગયા. તે વખતે સંઘના બીજા મુનિઓએ પૂછ્યું- “આપની સાથે આ બીજું કોણ છે?' ભાદેવ મુનિએ ઉત્તર આપ્યો- “આ મારો નાનો ભાઈ છે કે જે શ્રીગુરુના દર્શન કરવા માટે આવ્યો છે. એ ગુરુની કૃપાથી સાચા માર્ગ પર આવી જશે.” આ સાંભળીને મુનિઓ પ્રશંસા કરવા લાગ્યા –“હે મુનિ! તમે આ બધું સારું કર્યું કે સંસારસાગરમાં તણાતાને કિનારે પહોંચાડ્યો. હવે તેણે જિનેશ્વરી દીક્ષા લેવી જોઈએ કે જેથી તે કર્મોનો નાશ કરી અવિચળ, અવિનાશી સુખની પ્રાપ્તિ કરે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૯] આ વાત સાંભળીને ભવદેવ બ્રાહ્મણ વિચારવા લાગ્યો- “હું વિધાતા ! આ શું થયું? હવે હું શું કરું? જો દીક્ષા લઈ લઉં તો આજની પરણેલી સ્ત્રી શું કહેશે? અને તે પોતાનું જીવન કેવી રીતે વીતાવશે? લોકો મને શું કહેશે? અને જો ઘેર પાછો ચાલ્યો જાઉં તો ભાઈનું વચન નિષ્ફળ થશે. આ તેમની સાથેના મુનિઓ તેમની મશ્કરી કરશે કે આનો ભાઈ આટલો કાયર છે. એ આવા કાયર પુરુષને અહીં શા માટે લાવ્યા? ઇત્યાદિ.” આવો વિકલ્પ કરતા કરતા તેણે એવો નિશ્ચય કર્યો કે અત્યારે તો આ લોકો જેમ કહે તેમ જ કરી લઉં અને થોડા દિવસ મુનિ બનીને રહું. પછી જેવો અવસર મળશે કે તરત જ નાસીને ઘેર ચાલ્યો જઈશ, એમ વિચારીને જિનદીક્ષા લઈ લીધી. શ્રીગુરુએ તેને ભવ્ય જાણીને કે જો કે અત્યારે એના મનમાં ખોટું ધ્યાન વર્તે છે પણ પાછળથી એ મુનિનાયક થશે, તેને દીક્ષા આપી દીધી. પછી એ મુનિસંઘ કેટલાય દેશોમાં વિહાર કરતો અને અનંત ભવ્ય જીવોને સંબોધન કરતો, બાર વર્ષ પછી ફરીથી તે જ વનમાં આવ્યો. ત્યારે ભવદેવે મનમાં વિચાર કર્યો કે હવે જઈને પોતાની સ્ત્રીને જોવી જોઈએ. એટલે તે ગુરુને નમસ્કાર કરીને નગર તરફ ચાલ્યો. ઇર્યાપથનું પાલન કરતો કરતો તે જિનાલયમાં પહોંચ્યો, ભગવાનને વંદન કરીને બેઠો. એટલામાં ત્યાં એક આર્થિકાને જોઈ. પરસ્પર રત્નત્રયના કુશળ પૂછી શ્રીમુનિને આર્થિકાને પૂછવા લાગ્યા કે આ નગરમાં બે બ્રાહ્મણપુત્ર રહેતા હતા, તે બન્ને તો જિનદીક્ષા લઈને વિહાર કરી ગયા હતા, તેમાંથી નાનો છોકરો તો તરત પરણીને લાવેલી નવવધૂને છોડીને ચાલ્યો ગયો હતો, તો તે સ્ત્રીના શા હાલ થયા? આ સાંભળીને તે આર્થિકા મુનિનું ચિત્ત ચંચળ થતું જાણીને બોલી- હે સ્વામી! હું ધીરવીર! આપ આપનું ચિત્ત શાંત કરો. આપને ધન્ય છે કે આપે આવું ઉત્તમ વ્રત લીધું. આ કાર્ય કાયર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦). શ્રી જંબૂસ્વામી-ચરિત્ર સંસારી પુરુષોથી બની શકતું નથી. એને માટે આપ જ યોગ્ય છો, ઇત્યાદિ તેના વખાણ કરીને તે કહેવા લાગી નાથ! તે સ્ત્રી હું જ છું. આપના ચાલ્યા ગયા પછી મેં આ સ્ત્રી પર્યાયને પરાધીન જાણીને એનાથી છૂટવા માટે અહીં આર્થિકાના વ્રત લઈ લીધા છે, ઘર પાડી નખાવી તેની જગ્યાએ ચૈત્યાલય બનાવરાવ્યું છે અને જે કાંઈ દ્રવ્ય બચ્યું હતું તે આ ચેત્યાલય બનાવવામાં વાપર્યું છે હવે હે મુનિનાથ! આપ નિ:શંક થઈને તપશ્ચરણ કરો.” આ સાંભળી મુનિ નિઃશલ્ય થઈને વનમાં ગયા અને શ્રીગુરુને નમસ્કાર કરી બધો વૃતાન્ત કહ્યો. તેથી શ્રીગુરુએ ભવદેવ મુનિની દીક્ષાનો છેદ કરી તેને ફરીથી વ્રત આપ્યા. આ પ્રમાણે તે બન્ને ભાઈમુનિઓ ઉગ્ર તપ કરતાં વિપુલાચલ પર્વત ઉપર આવ્યા અને આયુષ્યના અંતે સમાધિમરણ કરીને ત્રીજા સ્વર્ગમાં સનકુમાર દેવ થયા. ત્યાં અતુલ સંપદા જોઈને અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવની હકીકત જાણીને વિચારવા લાગ્યા કે, આ સંપત્તિ જૈનધર્મના પ્રભાવથી મળી છે, એમ જાણીને તે ધર્મમાં તત્પર રહ્યાં. અનેક દેવ, દેવાંગનાઓ સાથે અઢી દ્વીપ સંબંધી તથા સર્વ અકૃત્રિમ અને કૃત્રિમ ચૈત્યાલયોના દર્શન-વંદન કર્યા. આ પ્રમાણે તે દેવ સ્વર્ગમાં સાગરો સુધી સુખ ભોગવી, ત્યાંથી ચ્યવી, ભાવદેવનો જીવ અપરવિદેહ પુંડરીકિણી નગરીમાં વજદંત રાજાની પટ્ટરાણીથી સાગરચંદ્ર નામનો પુત્ર થયો અને ભવદેવનો જીવ વીતશોકપુરમાં મહાપદ્મ ચક્રવર્તીને ત્યાં વનમાળા નામની રાણીના ગર્ભથી શિવકુમાર નામનો પુત્ર થયો. તે બન્ને પોતપોતાના સ્થાને મોટા થઈને અનેક પ્રકારથી વિદ્યાઓનો અભ્યાસ કરવા લાગ્યા. એક વખત પુંડરીકિણી નગરીના ઉધાનમાં મુનિવરનું આગમન જાણીને સાગરચંદ્ર રાજપુત્ર વંદના કરવા ગયો અને શ્રીગુરુને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૧૧ નમસ્કાર કરી ધર્મનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે સ્વામીએ મુનિ અને શ્રાવકના વ્રત તથા સંસારની ક્ષણભંગુરતાનું વર્ણન કર્યું અને સાગરચંદ્રના પૂર્વભવોનું પણ વર્ણન કર્યું. આ સાંભળીને સાગરચંદ્ર સંસાર, દેહ અને ભોગોથી વિરક્ત થઈને મુનિ થઈ ગયા અને નિરંતર જપ, તપ, સંયમમાં ઉત્તરોત્તર અધિકાધિક તત્પર રહેવા લાગ્યા. ઘણા વખત પછી સાગરચંદ્ર મુનિ ગુરુ સહિત વિહાર કરીને વીતશોકપુર નગરના ઉધાનમાં આવ્યા અને આ શરીર તપ, વ્રતાદિનું સાધન છે તેથી આયુષ્ય પ્રમાણ સ્થિર રહે અને ધર્મધ્યાનમાં કોઈ રીતે શિથિલ ન થઈ જાય, જેમ પૈડામાં તેલનું ઊંઝણ મૂકવાથી ગાડી અટક્યા વિના ચાલ્યા કરે છે, તેમ આ શરીર પણ શિથિલ થયા વિના મોક્ષ નગરીના દ્વાર સુધી અટક્યા વિના ચાલતું રહે, એમ ચિંતવીને ઉદાસીનવૃત્તિથી નગરમાં આહાર લેવા માટે પ્રયાણ કર્યું. ત્યાં શ્રાવકો મુનિઓની પ્રતિક્ષા કરી જ રહ્યા હતા એટલે તેમને નવધા ભક્તિ સહિત પડગાહન કરીને મુનિને આહાર આપ્યો. મુનિરાજે ‘અક્ષયદાન હો’ એવા આશીર્વાદ આપ્યા. મુનિદાનના પ્રભાવથી ત્યાં પંચાશ્ચર્ય (રત્નવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, ગંધોદકની વૃષ્ટિ, મંદ સુગંધી પવનનું ચાલવું અને દેવદુભિના નાદ) થયાં. તેથી સર્વ નગરજનોને આશ્ચર્ય થયું અને તેઓ આ કૌતુક જોવા ત્યાં ભેગા થઈ ગયા. એ જ વખતે શિવકુમાર નામનો રાજપુત્ર પણ ત્યાં આવ્યો અને મુનિને જોઈને મોહ પામી, વિનય સહિત નમસ્કાર કરી મોહ ઉત્પન્ન થવાનું કારણ પૂછ્યું. ત્યારે તેને સ્વામીએ પૂર્વ ભવોનું વૃતાંત સંભળાવ્યું. સાંભળતાં જ રાજપુત્રને મૂર્છા આવી ગઈ. આ વાત મંત્રી ઓએ જઈને રાજાને કહી અને ઉપચાર કરીને રાજપુત્રને સચેત કર્યો. રાજા રાણી સહિત તરત જ ત્યાં આવ્યા અને પુત્રને ઘેર લઈ જવા લાગ્યા. ત્યારે શિવકુમારે કહ્યું-“હું પિતા! આ ભોગ ભુજંગ સમાન છે, ક્ષણભંગુર છે. હવે હું ઘરે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨). શ્રી જંબૂસ્વામી-ચરિત્ર નહિ આવું પરંતુ મહાવ્રત લઈને અહીં જ ગુરુની પાસે સ્વાત્માનુભવ કરીશ. ત્યારે રાજાએ કહ્યું- “હે પુત્ર! હજી તમારી બાલ્યાવસ્થા છે, કોમળ શરીર છે, જિનદીક્ષા અત્યંત કઠણ છે માટે થોડા દિવસ અમારા મનોરથ પૂરા કરો. પછી સમય મેળવીને વ્રત લેજો. આ અવસ્થા તપ કરવા માટે નથી ઇત્યાદિ ભિન્નભિન્ન પ્રકારે રાજાએ સમજાવ્યો પરંતુ જ્યારે જોયું કે કુમાર માનતો જ નથી ત્યારે લાચાર થઈને કહેવા લાગ્યા- “પુત્ર! જો તમારે આમ જ કરવું હોય તો મુનિવ્રત ન લેતા ક્ષુલ્લકના વ્રત લ્યો અને જો એમ નહિ કરો તો હું પ્રાણ ત્યાગ કરીશ. ત્યારે શિવકુમારે માતા-પિતાના વચન પ્રમાણે ક્ષુલ્લકના વ્રત લીધા. ઘરમાં જ રહીને ચોસઠ હજાર વર્ષ સુધી ફક્ત ભાત અને પાણીનો આહાર લઈને નિરંતર ધર્મ ધ્યાનમાં સમય વીતાવ્યો અને સાગરચંદ્ર મુનિ ત્યાંથી વિહાર કરીને ઉગ્ર તપશ્ચરણ કરતાં સમાધિમરણ કરી બ્રહ્મોતર નામના છઠા સ્વર્ગમાં દેવ થયા અને શિવકુમાર શુલ્લક પણ સમય થતાં સમાધિ મરણ કરી તે જ બ્રહ્મોતર સ્વર્ગમાં દેવ થયા અને પૂર્વ તપના પ્રભાવથી જુદા જુદા પ્રકારના સુખ ભોગવવા લાગ્યા. માટે હું રાજ! આ વિધુમ્માલી દેવ પૂર્વની તપસ્યાના પ્રભાવને કારણે આવો અભુત કાંતિમાન થયો છે.” પછી રાજા શ્રેણિકે વિનયયુક્ત થઈને પૂછ્યું- “હે પ્રભો ! એમની વિશેષ વાત સાંભળવા ઇચ્છું છું તો કૃપા કરીને કહો. ત્યારે સ્વામી બોલ્યા- “અંગ દેશમાં ચંપાપુરી નામની એક નગરી છે. ત્યાં સૂરમેન નામનો એક શેઠ રહેતો હતો. તેને અત્યંત રૂપાળી ચાર સ્ત્રીઓ હતી. એક વખત કોઈ પૂર્વ પાપના ઉદયથી શેઠને વાયુરોગ થયો, તેથી તે પાગલની જેમ બકવાટ કરવા લાગ્યો તથા સ્ત્રીઓને જુદા જુદા પ્રકારે કષ્ટ આપવા લાગ્યો. ત્યાં સુધી વાત બની કે તેણે ચારે સ્ત્રીઓના નાક કાન પણ કાપી નાખ્યા તેથી તે અત્યંત દુઃખી થઈને વાસુપૂજ્ય સ્વામીના ચૈત્યાલયમાં જઈ આર્થિકા થઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૧૩ | ગઈ અને સમાધિમરણ કરીને આ જ છઠ્ઠી સ્વર્ગમાં ચારે દેવી થઈ છે. તે બન્ને દેવો (જંબૂસ્વામી, વિધુતચરના જીવો રૂપે) અને આ દેવીઓ અહીંથી ચ્યવીને સાથે જ દીક્ષા લેશે.” એનું વિશેષ વર્ણન આ પ્રમાણે છે તે સાંભળો-“હસ્તિનાપુરના રાજા દુરદન્દને ત્યાં શિવકુમારનો જીવ છઠ્ઠી સ્વર્ગમાંથી ચ્યવીને વિધુતચર નામનો પુત્ર થયો. તે મહાબળવાન, પ્રતાપી અને સર્વ વિદ્યાઓમાં નિપુણ હતો. ત્યાં સુધી કે તેણે ચોરી કરવાની કળા પણ શીખી લીધી. પહેલી જ વાર તેણે રાજભંડાર ચોરવા માટે મહેલમાં પ્રવેશ કર્યો કે તેને કોટવાળ પકડી લઈ રાજાની સામે ખડો કર્યો. રાજા પોતાના પુત્રની આ દશા જોઈને ખૂબ દુઃખી થયા અને બોલ્યા કે હે પુત્ર! તું આ બધો રાજભંડાર લઈ જા પરંતુ ચોરી કરવાનું છોડી દે કેમ કે ઇચ્છિત વસ્તુ મળી જાય પછી કોઈ ચોરી કરતું નથી. પરંતુ વિદ્યુતચર એકનો બે ન થયો. રોગીને કુપથ્ય જ સારું લાગે છે પછી ભલે તેનાથી તેના પ્રાણ પણ ચાલ્યા જતા હોય છેવટે રાજાએ અત્યંત ખેદપૂર્વક કહ્યું કે “જો તું આ દુષ્ટ કાર્ય નહિ છોડ તો કોઈને કોઈ દિવસ અવશ્ય તારા પ્રાણ જશે અને તારે ઘણું દુઃખ ભોગવવું પડશે.” ત્યારે વિધુતચરે કહ્યું “પિતાજી! મારાથી આ કામ છૂટશે નહિ. હું તો ચોરી કરીને આખા રાજ્યમાં લૂંટ કરીને ખાઈશ અથવા આપનું રાજ્ય છોડી વિદેશમાં ચાલ્યો જઈશ.” આ સાંભળી રાજાએ લાચાર થઈને તેને દેશનિકાલની આજ્ઞા આપી દીધી. સત્ય છે, ન્યાયી પુરુષોનું એ જ કર્તવ્ય છે કે ચાહે પોતાનો પુત્ર હોય કે પિતા હોય અથવા ગમે તેવો સ્નેહી હોય, તે જો અપરાધ કરે તો તેને અવશ્ય યોગ્ય શિક્ષા કરે છે, પક્ષપાત કદી કરતા નથી. રાજપુત્ર વિધુતચર ત્યાંથી નીકળીને કેટલાક દિવસો પછી રાજગૃહી આવ્યો અને કમળા વેશ્યાને ત્યાં રહેવા લાગ્યો. ત્યાં તે આખા નગરમાંથી ચોરી કરીને વેશ્યાનું ઘર ભરવા લાગ્યો અને આ પ્રમાણે કાળ વ્યતીત કરવા લાગ્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૪). શ્રી જંબૂસ્વામી-ચરિત્ર આ જ રાજગૃહી નગરીમાં અર્હદાસ નામે એક શેઠ રહે છે, તેને જિનમતી નામની મહા શીલવતી સ્ત્રી છે. આ વિધુતવેગ દેવ કે જેનું આયુષ્ય ત્રણ દિવસ બાકી છે તે સ્વર્ગમાંથી ચ્યવીને તેને પેટે પુત્રરૂપે અવતરશે અને તપ કરીને ભવજાળ તોડી સ્વાત્માનુભૂતિ રૂપ સાચું સુખ મેળવશે. ગૌતમસ્વામીના મુખથી આ કથન થઈ રહ્યું હતું ત્યાં એક યક્ષ ગદગદ થઈને ત્યાં નાચવા લાગ્યો એટલે રાજા શ્રેણિકે વિસ્યમ પામીને પૂછયું-“હે સ્વામીન! આ યક્ષ કેમ નાચે છે! સ્વામીએ ઉત્તર આપ્યો કે-“અર્હદાસનો સહોદર ભાઈ દ્ધદાસ હતો. તે અત્યંત કુરૂપ અને વ્યસનાસક્ત હતો. એક દિવસ તે પોતાનું બધું ધન જુગારમાં હારી ગયો એટલે ઉધાર લઈને રમ્યો અને તે પણ હારી ગયો. ઘરમાં પણ કાંઈ હતું નહિ એટલે ઉધાર લીધેલું ઋણ કેવી રીતે ચૂકવે? તેથી તેની સાથે રમનારા બીજા જુગારીઓએ, જેમની પાસેથી તેણે ઉધાર લીધેલું, તેમણે તેને પકડીને બાંધ્યો અને તે બેશુદ્ધ થઈ જાય ત્યાં સુધી માર્યો. જ્યારે અર્હદાસને આ ખબર પડી ત્યારે તરત જ તેણે દ્રદાસને ખાટલામાં સૂવડાવી ઘેર બોલાવી લીધો અને તેની વેદના અંતિમ જાણી તેને સંન્યાસમરણ કરાવ્યું. તે દ્રદાસનો જીવ સંન્યાસના યોગે આ યક્ષ થયો છે અને હવે પોતાના વંશમાં મોક્ષગામી પુરુષની ઉત્પતિ સાંભળીને આનંદિત થઈને નાચી રહ્યો છે.” ગૌતમસ્વામીના મુખથી આ વૃત્તાંત સાંભળી સભાજનોને અતિ આનંદ થયો તથા અર્વદાસ અને તેની પત્નીના આનંદનો તો પાર જ ન રહ્યો. ભીખારીને કુબેરની સંપતિ મળવાથી જેવો આનંદ થાય તેવો આનંદ આખા નગરમાં બધાને થયો. ઘેર ઘેર મંગળગાન થવા લાગ્યા. એક દિવસ શેઠાણી જિનમતી શયનગૃહમાં સુખનિદ્રા લઈ રહી હતી તે જ સમયે તે વિધુતવેગ દેવ બ્રહ્મોત્તર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૧૫ | સ્વર્ગમાંથી ચ્યવીને શેઠાણીના ગર્ભમાં આવ્યો શેઠાણીએ પાછલી રાત્રે આ શુભ સ્વપ્ન જોયું અને પોતાના પતિને તે સ્વપ્નનું ફળ પૂછયું. બરાબર છે, “સતી સ્ત્રીઓ લાભ-અલાભ જે કાંઈ પણ હોય તેના સાચા સમાચાર પોતાના પતિને જ કહે છે. ત્યારે શેઠે સ્વામીના મુખે સાંભળેલ વૃત્તાંત યાદ કરીને તથા નિમિત્ત શાસ્ત્રદ્વારા સ્વપ્નનું ફળ વિચારીને કહ્યું “પ્રિયે! તમારા ગર્ભમાં રૈલોક્યતિલક મોક્ષગામી પુત્રનું આગમન થયું છે. આ સાંભળી બધાને અતિ આનંદ થયો અને વખત વીતતાં કાંઈ ખબર પડી નહિ. પૂરા દસ મહિના પછી અર્હદાસ શેઠને ધેર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, ઘેર ઘેર મંગળગાન થવા લાગ્યા, યાચકોને ઈચ્છિત દાન આપવામાં આવ્યા. અને સ્વજન સુહૃદ ઇત્યાદિ પુરુષોનું પણ યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું આ બાળક દિન પ્રતિદિન એવો વધવા લાગ્યો જાણે ચંદ્ર પોતાની સંપૂર્ણ કળઓ સહિત વિસ્તાર પામી રહ્યો હોય ! જ્યોતિષીઓએ વિચાર કરીને તેનું શુભ નામ “ જંબૂસ્વામી” રાખ્યું. એનું રૂપ એવું અનુપમ હતું કે જેને જોતાં નગરવાસી રાજા પ્રજા સૌના ચિત્ત હર્ષ પામતા હતા. જ્યારે સ્વામી દસ વર્ષના થયા ત્યારે વસ્ત્રાભૂષણ ધારણ કરીને પોતાની સાથે ખેલતા બાળકો વચ્ચે તારાઓના સમૂહમાં ચંદ્ર શોભે તેમ શોભતા હતા. નગરજનો ધન્ય ધન્ય બોલીને આશીર્વાદ આપતા હતા. જ્યાં જે રસ્તેથી સ્વામી પસાર થતા ત્યાં લાખો લોકોની ભીડ જામી જતી, ત્યાં સુધી બનતું કે સ્ત્રી-પુરુષ પોતાના આવશ્યક કામ પણ ભૂલી જતાં. એક દિવસ રાજા ક્રિીડા કરવા વનમાં ગયો હતો અને બધા નગરજનો પણ આનંદમગ્ન હતા. ત્યાં અચાનક રાજાનો પટ્ટબંધ હાથી છૂટી ગયો અને નગરમાં જ્યાં ત્યાં એવો ઘોર ઉપદ્રવ કરવા લાગ્યો કે જાણે પ્રલયકાળ આવ્યો હોય! સ્ત્રી-પુરુષો ભયભીત બનીને પોકાર પાડવા માંડ્યા. રસ્તા સૂના થઈ ગયા, દુકાનો બંધ થઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬) શ્રી જંબૂસ્વામી-ચરિત્ર | ગઈ, કોઈ બહાર નીકળી શકતું નહિ. આ ખબર રાજા સુધી પહોંચી, ત્યાંથી મોટા મોટા યોદ્ધાઓ આવી પહોંચ્યા પરંતુ કાંઈ પરિણામ આવ્યું નહિ. એ જ સમયે સ્વામી જંબૂકુમાર પોતાના મિત્રો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. તેને જોતાં હાથી સૂંઢ ઊંચી કરીને તેમની તરફ આવ્યો, જાણે કે તે સૂંઢ ઊંચી કરીને સ્વામીને નમસ્કાર ન કરતો હોય! આ જોઈને બધા સાથીઓ તો ડરીને ભાગી ગયા પરંતુ સ્વામી તે હાથીની ચેષ્ટા જોઈને હસ્યા. નગરવાસીઓ તો હાય હાય કરતા પોકારવા લાગ્યા કે કોણ જાણે આ હાથી આ બાળકને છોડશે કે નહિ? દોડો, બચાવો વગેરે બૂમો પાડવા લાગ્યા. પણ સ્વામીને જરાપણ ભય લાગ્યો નહોતો. તેમણે હાથીની સામે આવીને કપડાને વળ દઈને જોરથી હાથીને માથું જેથી હાથી ચીસ પાડતો નાસવા લાગ્યો એટલે સ્વામીએ તેનું પૂંછડું પકડી તેને રોકી લીધો અને તેના ઉપર બેસીને સાત વાર આમતેમ ખૂબ દોડાવ્યો. રાજા અને નગરજનો આ કૌતુક જોઈને હર્ષ અને આશ્ચર્યચક્તિ થઈ ગયા. સ્વામીને હાથી ઉપર બેસીને ઘેર આવેલો જોઈને માતાપિતાએ ઝટ તેને ગોદમાં લઈ તેનું મુખ ચૂમવા અને ઓવારણા લેવા લાગ્યા. તેને આશ્ચર્યપૂર્વક પૂછયું- “પુત્ર! તારા આવા પલ્લવ સમાન કોમળ હાથે તે કઈ રીતે આવા મન્દોન્મત્ત હાથીને પકડી લીધો?' સ્વામીએ વિનયપૂર્વક જવાબ આપ્યો-“પિતાજી, આપના ચરણોના પ્રસાદથી જ પકડયો છે. ઠીક જ કહ્યું છે – બડે બડાઈ ના કરે, કરે અપૂરવ કામ; હીરા મુખસે ના કહે, લાખ હમારો દામ. એવામાં સ્વામીને બોલાવવા માટે રાજદૂત આવ્યો અને ખૂબ સન્માનપૂર્વક રાજ દરબારમાં લઈ ગયા. સ્વામીને દરબારમાં આવતા જોઈને સભાજનોએ ઉઠીને નમસ્કાર કર્યો ને રાજાએ પણ ઉઠીને આગળ આવી તેને અર્ધા સિંહાસન ઉપર બેસાડ્યા. પછી ઘણી પ્રીતિપૂર્વક વાતચીત થયા પછી રાજાએ કહ્યું-“કુમાર! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૧૭ | હું ઇચ્છું છું કે આપ નિત્ય દરબારમાં આવતા રહો.” સ્વામીએ તેનો સ્વીકાર ર્યો. ત્યાર બાદ રાજાએ છત્ર, ચામર, રથ, પાલખી આદિ આપીને તેમને વિદાય કર્યા. એક દિવસ અર્હદાસ શેઠ પોતાના ઘરમાં સુખાસન ઉપર બેઠા હતા ત્યાં ચાર ખૂબજ ધનવાન શેઠ આવીને તેમને વિનંતિ કરવા લાગ્યા-“હે શેઠજી, અમારે ત્યાં ચાર અત્યંત રૂપવતી અને ગુણવતી કન્યાઓ છે. તે કન્યાઓ આપના સુપુત્ર જંબૂકુમારને આપવા અમે ઇચ્છીએ છીએ. અમને આશા છે કે આપ અમારી આ તુચ્છ ભેટનો સ્વીકાર કરશો.” અર્હદાસ શેઠે આગંતુક મહેમાનોને આદરસહિત બેસાડીને પોતાની પત્ની જિનમતી પાસે જઈને તેને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને શેઠાણી અત્યંત આનંદથી બોલી “સ્વામી! આ વ્યવહાર ઉચિત જ છે, તે અવશ્ય કરવો જોઈએ.” આ પ્રમાણે પતિ-પત્નીએ સંમતિપૂર્વક શુભ મુહૂર્તમાં સગાઈ કરી નાખી અને ઉત્સવ કર્યો, સ્વામી નિયમાનુસાર નિત્ય રાજદરબારમાં જવા લાગ્યા. એક દિવસ અંગકીટ નામનાં પર્વત ઉપર રહેતો ગગનગતિ નામનો વિદ્યાધર સભામાં આવીને કહેવા લાગ્યો-“હે રાજ! આ અંગકીટ પર્વત ઉપર કેરલપુર નામનું નગર છે, ત્યાં મારા બનેવી રાજા મૃગાંક સુખેથી રાજય કરે છે, તેને મંજા નામની એક કન્યા છે. એક દિવસ રાજાએ કોઈ મુનિને પૂછ્યું કે આ પુત્રીનો વર કોણ થશે? ત્યારે મુનિવરે કહ્યું કે “રાજગૃહીના રાજા શ્રેણિક તેના વર થશે.” આ સાંભળીને રાજાએ તે કન્યા આપને આપવાનો નિશ્ચય કર્યો છે. પરંતુ જયારે આ વાતની ખબર રાજા રત્નચૂલને પડી ત્યારે તેણે રાજા મૃગાંક પાસે પોતાનો દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે જો તમે. તમારી કુશળતા ચાહતા હો તો તમે તમારી કન્યા મંજુ મને આપી ધો. દૂતના વચન સાંભળીને રાજા ચિંતાતુર થઈ ગયા અને પછી ગુસ્સાપૂર્વક દૂતને જણાવી દીધું કે તું જઈને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ ) શ્રી જંબૂસ્વામી-ચરિત્ર તારા સ્વામીને કહી દે કે કન્યા તો રાજા શ્રેણિકને હું આપી ચૂક્યો છું, હવે તે બીજાને આપી શકાય નહિ. દૂતે પાછા આવીને રાજા રત્નચૂલને બધા સમાચાર આપ્યા. એટલે રત્નચૂલે આવીને કેરલપુરને ઘેરો ઘાલ્યો છે અને પોતાની માંગણી સ્વીકારવા દબડાવી રહ્યો છે, નગરમાં અનેક વિઘ્નો કરે છે. તેથી હું મહારાજ! આપના શ્વસુરની સહાય કરવા આપ પધારો ” આ વાત સાંભળી રાજા શ્રેણિક વિચાર કરવા લાગ્યા કે શું કરવું જોઈએ ? જો જાઉં તો એ વિધાધર અને હું ભૂમિગોચરી રાજા છું, માર્ગ પણ વિષમ છે, કેવી રીતે જીતી શકાશે? અને નહીં જાઉં તો કરેલી માંગણી જાય છે તે ઘણી લજ્જા અને કાયરતાની વાત છે કેમકે સામાન્ય ગરીબ માણસ પણ પોતાની માંગ (અર્પણ થયેલી કન્યા) ને છોડતો નથી. આમ દ્વિધામાં પડી ચિંતાતુર જણાવા લાગ્યો. ત્યાં વિદ્યાધરે ફરીથી કહ્યું કે- “હે રાજન! તે રત્નચૂલ ઘણો જ પરાક્રમ અને બળવાન છે, તેની સેના પણ ઘણી મોટી છે, એ ઉપરાંત વિદ્યાધર છે. રસ્તો અતિ વિકટ છે. ભૂમિગોચરી ત્યાં જઈ શકતા નથી. 66 ,, 66 આ સાંભળીને સ્વામી જંબૂકુમાર બોલ્યા- “અરે મૂર્ખ! તું શું બકે છે? આ રાજાની સભામાં બેસીને રત્નચૂલની પ્રશંસા કરીને રાજા શ્રેણિકને હલકો પાડી રહ્યો છે. હે અજ્ઞાની! કામ પડયા વિના તને કેમ ખબર પડી કે રાજા શ્રેણિકની ત્યાં પહોંચ નથી. તું મૂંગો રહે, આવા વચન ફરીથી આ સભામાં બોલીશ હિં” ત્યારે વિદ્યાધર કહેવા લાગ્યો-“હું કુમાર! તમે હજી બાળક છો. યુદ્ધના વિષયમાં અજાણ છો માટે ઉતાવળ કરવી યોગ્ય નથી, નકામો ખેદ ન કરો.” આ સાંભળીને સ્વામીએ કહ્યું–“ અગ્નિનો નાનકડો તણખો પણ કાપ્ટસમૂહને ક્ષણમાત્રમાં ભસ્મીભૂત કરી નાખે છે, સિંહનું બચ્ચું પણ ક્ષણવારમાં મદોન્મત્ત હાથીનું કુંભસ્થળ વિદારી નાખે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ( ૧૯ છે. લગામ અને અંકુશ નાના જ હોય છે તો પણ ઘોડા અને હાથીને વશ કરી લે છે, રામ અને લક્ષ્મણ ભૂમિગોચરી જ હતા તો પણ પ્રતિવાસુદેવ રાવણને જીતીને સીતાજીને પાછા લઈ આવ્યા અને લંકા પણ પોતાને તાબે કરી. માટે હું વિદ્યાધર! નાની વસ્તુને નિર્બળ ન સમજવી.” વિધાધરને આમ કહીને રાજા શ્રેણિકને પ્રાર્થના કરી-“હે નાથ! આ કોઈ અઘરું કામ નથી. આપ આજ્ઞા આપો તો હું જઈને તે અન્યાયીનો ગર્વ ઉતારી તે કન્યાને લઈ આવું ? ” રાજાએ સ્વામીની વાત સાંભળી પ્રસન્ન થઈ કુંવરને બીડું આપ્યું અને વિદ્યાધરને કહ્યું-“ કુંવરને કુશળતાથી લઈ જાવ. ,, વિદ્યાધરે સહર્ષ સ્વીકાર કર્યો. સ્વામીએ ત્યાંથી ઘરે આવી પોતાના માતા પિતાની આજ્ઞા લઈને પ્રયાણ કર્યું અને થોડી જ વારમાં વિદ્યાધર સાથે વિમાન દ્વારા કેરલપુર પહોંચ્યા અને ત્યાંના બધા સમાચાર પૂછતા માલુમ પડયું કે મૃગાંક તો કિલ્લામાં ડરનો માર્યો ભરાઈ બેઠો છે અને રત્નચૂલનું સૈન્ય ચારે તરફ ફેલાઈ ગયું છે. આ સમાચાર જાણીને સ્વામી દૂતનો વેષ ધારણ કરી રત્નચૂલની સેનામાં ગયા અને સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં દોઢી ઉપર પહોંચ્યા. તેમણે દ્વારપાળને કહ્યું કે રાજાને ખબર આપો કે રાજા મૃગાંકનો દૂત આવ્યો છે અને આપની સાથે લગ્ન સંબંધી કાંઈ વાત કરવા ઇચ્છે છે, દ્વારપાળે અંદર જઈ રાજાને વિનયપૂર્વક હકીકત કહી અને તરત જ સ્વામીને અંદર લઈ ગયો. સ્વામીએ અંદર આવી રાજાને નમસ્કાર ન કર્યા. ફકત એમ જ ઉભા રહ્યા. રાજાએ આવી ઉદ્ધતાઈ જોઈને કહ્યું ‘અરે અજ્ઞાની ! કયા મૂર્ખાએ તને દૂત બનાવ્યો છે? તને દૂતના વ્યવહારની તો કશી ખબર લાગતી નથી. તે આવીને નિયમ પ્રમાણે નમસ્કાર કેમ ન કર્યા?’ Please inform us of any errors on rajesh@AtmaDharma.com — Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | ૨૦) શ્રી જંબૂસ્વામી-ચરિત્ર આ વચન સાંભળીને સ્વામીએ કાંઈક ગુસ્સે થઈને કહ્યું- “જે રાજા અનીતિ કરે તેને નમસ્કાર શાના હોય?” રાજાએ કહ્યું-“અરે બચ્ચા! તારા મગજમાં શું પવન ભરાઈ ગયો છે? કહે તો ખરો કે મેં કઈ અનીતિ કરી છે? બાળક જાણીને હું તો તને કાંઈ કહેતો નથી અને તું ઉલ્ટો મને દોષ દે છે? ત્યારે કુમારે હસીને કહ્યું કે આપને આપની અનીતિ દેખાતી નથી. બરાબર છે, પોતાના કપાળનું તિલક સીધું છે કે વાંકુ એ દર્પણ વિના પોતાને જણાતું નથી.” સાંભળો, આપની આ અનીતિ છે કે “જાસુ માંગ સો હી વરે, દેશ દેશ યહુ રીતિ; શ્રેણિક માંગ સુ તુમ ચહો, યહી સુ મા-અનીતિ.” માટે હે વિદ્યાધર રાજ! આ ખોટી હઠ છોડી આપના દેશમાં જાવ અને સુખેથી રાજ્ય ભોગવો. જુઓ, પહેલાં રાવણ, કીચક વગેરે જે અનીતિવાન પરસ્ત્રીલંપટ રાજાઓ થયા, તેઓ આ ભવમાં પણ દુઃખ અને અપયશ પામ્યા અને અંતે નરકાદિ કુગતિ પામ્યા. માટે આ હુઠ સારી નથી. આ સાંભળતા જ રાજા ગુસ્સાથી બોલ્યો- “છોકરમત ન કર. હજી તને મારા પરાક્રમની ખબર નથી. વિચાર કર્યા વિના ધીઠ બનીને ગમેતેમ બકયા કરે છે પણ આજે જ હું મૃગાંકને બાંધીને તેની પુત્રીનું પાણિગ્રહણ કરીશ.” ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો-“અરે રાજ! હજી પણ તમે ચેતો. જાણી જોઈને વિષભક્ષણ કરવું સારું નથી. જાઓ, કાગડો પણ આકાશમાં ઉડે છે પરંતુ બાણ વાગતાં જ પ્રાણ ખોઈ બેસે છે, માટે જો તમે તમારી કુશળતા ચાહતા હો તો આ દુરાશા છોડી દો, રાજા શ્રેણિક પાસે જઈને તેમની ક્ષમા માગો, નહીં તો તમારું ભલું નથી એમ સમજો.” આવી ઉદ્ધતાઈ ભરેલી દૂતની વાણીથી રત્નચૂલથી રહેવાયું નહીં અને ક્રોધ કરીને બોલ્યો- “આણે પહેલાં તો મારો વિનય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૨૧ | ન કર્યો અને પાછો મારી સામે નિંદા કરે છે, હમણાં ને હમણાં એને બહાર લઈ જઈને મારી નાખો.” આ આજ્ઞા થતાં જ સુભટો કુમારને લઈને બહાર આવ્યા. એ જોઈને દર્શકો કણ પોકાર કરવા લાગ્યા કે શું આજે આ સુંદર બાળક મરણ પામશે? પરંતુ શું કરે? રાજાજ્ઞા શિરોધાર્ય ોય છે. યોગ્ય જ કહ્યું છે પલિત જાનવર ભાર્યા, નૌકર બંધુઓ સોય; પરાધીન ઈતને રહે; પંચ ન સુખ ઈન હોય.” નોકરને માલિકની હા એ હા કરવી પડે છે. સ્વામી ભલે અન્યાય કરે પરંતુ નોકરે તો તેને ન્યાય જ કહેવો પડે છે. નોકરી કરવી અને નકાર કરવો એમ બની શકતું નથી. વાસ્તવમાં તો પાપના ઉદયથી જ આ નીચ કૃત્ય એવી નોકરી કરવી પડે છે, સંસારમાં કાંઈ પણ સુખ હોય તો સ્વાધીનતામાં છે. એ સ્વાધીનતા સંસારીઓમાં ક્યાંથી હોય? એ તો તે પરમ પુરુષોને જ પ્રાપ્ત છે કે જે આ સંસારનો તૃણવત્ ત્યાગ કરી, સાચા સ્વાધીન, અતીન્દ્રિય સુખોનો અનુભવ કરી રહ્યા હોય છે, યથાર્થમાં તેઓ જ ધન્ય છે! નોકરો પણ આવી પરાધીનતાની નિંદા કરતાં કુમારને લઈ ગયા. જ્યારે મૃત્યુક્ષેત્રમાં લઈ જઈને તેમણે સ્વામી ઉપરશસ્ત્ર પ્રહાર કર્યો, ત્યારે સ્વામીએ પોતાના હાથમાં રહેલા વજદંડથી પોતાનો બચાવ કર્યો અને વળતો પ્રહાર તેમના ઉપર કર્યો. દસવીસ સુભટો તો દડાની જેમ આમ તેમ ફેંકાઈ ગયા. પછી તો સ્વામીએ જાણે સિંહનું રૂપ ધારણ કર્યું હોય એમ લડવા લાગ્યા. આથી આખી સેના સ્વામી ઉપર એકદમ તૂટી પડી. તેમાંના કેટલાક તો સ્વામીના મુષ્ટિપ્રહારથી જ મૃત્યુ પામ્યા, કેટલાક ઘાયલ થયા અને કેટલાય ભાગીને પાછા રત્નચૂલ પાસે પહોંચ્યા. તેમણે કહ્યું કે આ રહી આપની નોકરી, કારણ કે જીવતા હોઈશું તો ગમે ત્યાં કમાઈ ખાશું. આમ કોઈ કાંઈ અને કોઈ કાંઈ કહેવા લાગ્યા. તાત્પર્ય એકે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨). શ્રી જંબૂસ્વામી-ચરિત્ર, સ્વામીએ વાતવાતમાં આઠ હજારની સેનાને નષ્ટભ્રષ્ટ કરી નાખી. તે વખતે રાજા રત્નચૂલ, સ્વામીનું અતુલ પરાક્રમ અને પોતાના સૈન્યની દુર્દશા જોઈને સ્વયં સ્વામીની સન્મુખ આવ્યો. પેલી બાજુએ સ્વામીને અહીં લાવનાર ગગનગતિ વિધાધર આવી પહોંચ્યો તેણે સ્વામીને પોતાનું વિમાન અને કેટલાય દિવ્ય શસ્ત્રો આપ્યાં. હવે બન્ને વચ્ચે ધમાસણ યુદ્ધ થવા લાગ્યું. એક તરફ સ્વામી એકલા હતા અને બીજી તરફ પૂરા સૈન્ય સાથે રાજા રત્નચૂલ લડતો હતો. રાજા મૃગાંકના બધા દૂતો ગઢ ઊપરથી કૌતુક જોઈ રહ્યા હતા, તેમણે જઈને મૃગાંકને બધા સમાચાર આપ્યા- “હે રાજન! કોઈ એક બળવાન દેવોથી પણ જીતી ન શકાય તેવો પુરુષ, અત્યંત રૂપવાન, તેજસ્વી, અલ્પવયનો સુભટ કોણ જાણે ક્યાંકથી આવ્યો છે, તે રાજા રત્નચૂલની આઠ હજારની સેનાને અસ્તવ્યસ્ત કરી, તેની સામે લડી રહ્યો છે. એક તરફ તે વીર એકલો છે અને બીજી તરફ પોતાના સંપૂર્ણ સૈન્યસહિત રત્નચૂલ છે. કોણ જાણે આ અનીતિ જોઈને કોઈ દેવ જ આવ્યો હોય અથવા રાજા શ્રેણિકે આપણી મદદ માટે કોઈને મોકલ્યો હોય!” આ સમાચાર સાંભળી રાજા મૃગાંકે પણ તરતજ પોતાના સૈન્ય સહિત યુદ્ધક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું અને જોતાં જ આશ્ચર્ય પામીને સ્વામીને પ્રાર્થના કરી- “હે નાથ ! આપ રત્નચૂલનો સામનો કરો અને સૈન્યને હું જોઈ લઈશ.” આ તરફ રત્નચૂલે મૃગાંકની સેનાને આવતી જોઈ અને વિસ્મીત થઈને પૂછયું-“અરે મંત્રી ! આ કોની સેના આવી રહી છે?” મંત્રીએ ઉત્તર આપ્યો- “મહારાજ ! આ રાજા મૃગાંક સહાય મેળવીને સૈન્ય સાથે આવી રહ્યો છે.” ત્યારપછી બન્ને સૈન્ય પરસ્પર આવેગપૂર્વક ટકરાઈ પડ્યું અને ધમાસણ યુદ્ધ થવા લાગ્યું. હાથી સામે હાથી, ઘોડા સામે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૨૩ | ઘોડા, રથ સામે રથ અને પ્યાદાની સામે પ્યાદા જોડાવા લાગ્યા, વીરોમાં જોશ વધતું ગયું અને કાયરોના હૃદય કાંપવા લાગ્યા. આમ નીતિપૂર્વક યુદ્ધ થવા લાગ્યું. સ્વામી પણ રત્નચૂલની સામે યુદ્ધ કરવા લાગ્યો. સ્વામીએ થોડીવારમાં જ રત્નચૂલનોરથ તોડીને જમીન પર પછાડયો, જેવો રત્નસૂલ ઊભો થઈને બીજા રથે બેસવા ગયો કે સ્વામીએ આવીને જોરથી મૂષ્ટિપ્રહાર કર્યો આથી તે ચિત્કાર કરતો જમીન પર પડી ગયો. કુમારે તેની છાતીમાં લાત મારી, તેના બન્ને હાથ બાંધીને રત્નચૂલને ઊભો કર્યો. બસ, હવે શું કહેવાનું? રત્નચૂલને બંધાયેલો જોઈને તેની બધી સેના આમતેમ ભાગવા લાગી. સ્વામીએ બધાને આશ્વાસન આપી શાંત કર્યા અને અભયવચન આપ્યું. જયારે રાજા મૃગાંકે જીતના આ સમાચાર સાંભળ્યા ત્યારે તેણે તરત જ આવીને સ્વામીને નમસ્કાર કરી વિનયપૂર્વક કહ્યું- “હે નાથ ! આપની કૃપાથી આજે મારી આ વિપત્તિ દૂર થઈ છે. આપના જ પ્રતાપે મારા શુભનો ઉદય થયો છે. આપના સાહસ અને પરાક્રમને ધન્ય છે.” આમ રાજા સ્તુતિ કરવા લાગ્યો અને ચારે તરફ જયજયકાર થવા લાગ્યો. દુંદુભી વાજા વાગવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ થવા લાગી. અહીં આ પ્રમાણે આનંદોત્સવ થઈ રહ્યો હતો ત્યારે સ્વામી કાંઈક બીજા જ વિચાર કરી રહ્યા હતા કે હાય ! હાય! એક જ જીવને મારવામાંય ઘણું પાપ છે તો મેં તો આજે અગણિત જીવોની હિંસા કરી છે. ત્યાં વિદ્યાધરો તેની પ્રશંસા કરતા હતા ત્યારે ગગનગતિએ રત્નસૂલ તરફ ઇશારો કરીને કહ્યું “જુઓ આજે મૃગાંકે તમને જીતી લીધા કે નહિ!” આ સાંભળતાં જ રત્નચૂલને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો રાવ મૃગાંક સ્ટાલ સમ, મેં ગજ સમ તસ અગ્ર; સિંહરૂપ સ્વામી ભયે, જીતે સુભટ સમગ્ર.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪). શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ત્યારે મૃગાંક ક્રોધથી કહેવા લાગ્યો-હજી કાંઈ મનમાં રહી ગયું હોય તો હુજી આવી જા સામો. ત્યારે રત્નચૂલે સ્વામીને પ્રાર્થના કરીને કહ્યું, “નાથ ! કૃપા કરીને મને થોડીવાર છૂટો કરો એટલે આને એની મજા ચખાડું. આ સાંભળી સ્વામીએ એને છોડી મૂક્યો. પછી તે બન્ને વચ્ચે ફરીથી યુદ્ધ થયું. અંતે રત્નચૂલે નાગપાશ વડે રાજા મૃગાંકને બાંધી લીધાં અને ઘર તરફ લઈને ચાલતો થયો. આ હાલ જોઈને સ્વામીએ કહ્યું-“અરે દુર! તું મારા દેખતાં એને ક્યાં લઈ જાય છે? છોડી દે અને જો તારી કુશળતા ચાહતો હો તો મૃગાંકને નમસ્કાર કર.” આ સાંભળી રત્નચૂલ પોતાના પૂર્વબંધનની હકીકત ભૂલી જઈ, કૂપિત થઈને સ્વામી સન્મુખ યુદ્ધ કરવા આવ્યો. બરાબર છે હોનહાર મિટતી નહીં, લાખ કરો કિન કોય; કર્મ ઉદય આવે જિસો, તૈસી બુદ્ધિ હોય.” આથી ફરીવાર ઘોર સંગ્રામ થવા લાગ્યો. અલબત્ત થોડીવારમાં જ સ્વામીએ રત્નચૂલને ફરીથી બાંધી લીધો, ત્યારે પુષ્પવૃષ્ટિ થવા લાગી, દેવદુંદુભી વાજા વાગવા માંડ્યા. મૃગાંકની સેનામાં હર્ષ અને રત્નચૂલની સેનામાં શોક ફેલાઈ ગયો. સ્વામીએ રાજા રત્નચૂલની નાસતી સેનાને ધીરજ આપી. પછી રાજા મૃગાંકે સ્વામી સહિત હાથી ઉપર બેસીને નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે રાજા મૃગાંકસ્વામી ઉપર છત્ર ધારણ કરીને, ચામર ઢોળતો ચાલતો હતો. શહેરને ખૂબ શણગારવામાં આવ્યું હતું અને ઘેર ઘેર આનંદની વધાઈ વાગતી હતી. તે વખતની શોભાનું વર્ણન શબ્દોથી થઈ શકે નહિ. ઠેક ઠેકાણે સ્ત્રીઓના વૃંદ મંગળ કળશ લઈને ખડા હતા. એક તો વિજયનો આનંદ અને બીજું સ્વામીના અપૂર્વ દર્શનનો લાભ. પછી આનંદનો પાર રહે ખરો! લોકો પોતાના સદ્ભાગ્યની પ્રશંસા કરતા હતા- “અહો ધન્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૨૫ ભાગ્ય ! આજે આપણને આવા મહાન પુરુષના દર્શન થયા. અહીં ! ધન્ય છે એની માતાને! જેણે આવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો અને ધન્ય છે એના પિતાને! જેમણે આમનું લાડ-પ્યારથી પાલન-પોષણ કર્યું. ધન્ય છે તે ગુરુને! જેમણે આવી અપૂર્વ વિદ્યા શિખવી. જ્યાં જ્યાં એમના પગલાં પડે છે તે ભૂમિને પણ ધન્ય છે. સ્વામી એ જે વસ્ત્રાભૂષણ પહેર્યા છે તે પવિત્ર થઈ ગયા છે. જ્યાં સ્વામી જલક્રીડા કરે છે તે નદી-નાળાનેય ધન્ય છે!” આમ નગરના નરનારીઓ પ્રશંસા કરતાં, આશીર્વાદ આપીને સ્વામી ઉપ૨ પુષ્પવૃષ્ટિ કરતા હતા. આ પ્રમાણે સ્વામી નગરજનોને આનંદિત કરતાં કરતાં, તેમના દ્વારા સન્માન પામતાં પામતાં અને બધાને યથાયોગ્ય પુરસ્કાર આપતાં ચાલી રહ્યાં હતા, જાણે કે દેવોની મધ્યમાં ઇન્દ્ર ન ચાલી રહ્યો હોય! એમનું અનુપમ રૂપ જોઈને સ્ત્રી-પુરુષો અત્યંત વિહ્વળ બની જતા હતા. કોઈ સ્ત્રી પોતાના બાળકને ધવરાવતી હતી તે સ્વામી આવવાની ખબર સાંભળીને એકદમ દોડી ગઈ અને બાળક પૃથ્વી ઉપર પડી ગયું; તેની પણ એને ખબર રહી નહિં. કેટલીક આંજણ આંજતી હતી ત્યાં એક આંખમાં આંજણ આંજ્યા પછી સવારીનો અવાજ સાંભળીને આંજણની ડબ્બી હાથમાં લઈને અને બીજા હાથની આંગળી ઉપર આંજણ લગાવીને જ દોડી આવી. કોઈ પતિને ભોજન પીરસતી હતી તે હાથમાં ચમચા સહિત દરવાજાની બહાર નીકળી ગઈ. કોઈ વસ્ત્ર બદલતી હતી તે અર્ધું વસ્ત્ર પહેરીને તેને હાથમાં પકડીને બહાર નીકળી ગઈ. કોઈ ઘરમાં સાફસૂફી કરતી હતી તે સાવરણી હાથમાં લઈને જ બહાર ધસી આવી. કોઈ પાણી ભરવા જતી હતી તે રસ્તામાં જ ઊભી રહી ગઈ. જે પાણી ભરી રહી હતી તે કૂવામાં ઘડો નાખીને એમને એમ ઊભી રહી ગઈ. જે પુરુષો દુકાનમાં બેસીને રોકડ ગણતા હતા તે સ્વામીને જોઈને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ર૬) Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર એકદમ ઉભા થઈ ગયા અને બધા સિક્કા વેરવિખેર થઈ ગયા, છતાં તેમને એનું ધ્યાન રહ્યું નહિ. જે વજન કરતા હતા તે એવા વિહળ બની ગયા કે લોટને બદલે કાટલા ગ્રાહકોનાં ઠામમાં નાખવા લાગ્યા અને કાંઈના બદલે કાંઈ જોખી દેવા લાગ્યા, તાત્પર્ય એ હતું કે તે વખતે સ્ત્રી-પુરુષોની દશા કાંઈક વિચિત્ર બની ગઈ હતી. કોઈ કહેતું કે એ દેવ છે તો કોઈ કહેતું કે કામદેવ છે, એવી હાલત થઈ રહી હતી. જ્યારે કુમાર રાજભવન પાસે પહોંચ્યા ત્યારે તેમણે રત્નચૂલને છોડી મૂક્યો, ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરાવીને કહ્યું-“રાજન્ ! મને ક્ષમા કરો, મેં અહીં આવીને તમને સૌને ખૂબ દુઃખ આપ્યું.” સ્વામીની આ વાત સાંભળી રત્નસૂલ વિનયપૂર્વક કહેવા લાગ્યો-“નાથ! આપ તો ક્ષમાવાન છો, આપની કેટલી પ્રશંસા કરું? મારા ધન્ય ભાગ્ય કે આપના જેવા પુરુષોતમના, ભાગ્યહીન એવા મને દર્શન થયા. આપના પ્રભાવથી હું દુરાચારમાંથી બચી ગયો. ઘણું શું કહું? આપ જ મને કુગતિમાં પડતો બચાવનાર છો. તેથી હે નાથ! મને વિશેષ લજ્જિત ન કરો.” રત્નચૂલના આવા દીનતાભરેલા વચનો સાંભળીને સ્વામીએ મિષ્ટ શબ્દોમાં તેને સંતોષ આપ્યો. રાજા મૃગાંકની રાણી સ્વામીના આગમનના શુભ સમાચાર સાંભળીને મંગળ કલશ લઈ સામે આવી અને રાજા મૃગાંકની પુત્રી મંજા વસ્ત્રાભૂષણો સહિત આવીને કુંવરના મસ્તક ઉપરથી ઉતારીને દાન દેવા લાગી. આ પ્રમાણે જ્યારે સ્વામી રણવાસમાં પધાર્યા ત્યારે રાણીએ આંગળી ઉપર દહીં લઈને સ્વામીને તિલક કર્યું તથા ગદગદ થઈને સ્તુતિ કરવા લાગી-“હે નાથ! મારું સૌભાગ્ય આજે આપે જ બચાવ્યું છે, આપના જ પ્રતાપે મને પતિના ફરીથી દર્શન થયા છે, આપના જેવું બીજું કોઈ અમારું હિતૈષી નથી. આપના પરોપકાર અને સાહસને ધન્ય છે કે સ્વદેશ છોડીને આપ અહીં પધાર્યા.” આ પ્રમાણે ઘણો જ ઉપકાર માન્યો. ત્યારે સ્વામીએ પણ યથાયોગ્ય મિષ્ટ વચનોથી ઉત્તર આપ્યો. પછી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૨૭] વિવિધ પ્રકારના પટસ ભોજન તૈયાર કર્યા. સ્વામી ભોજન કરીને શયનગૃહમાં સૂવા ચાલ્યા ગયા. આ પ્રમાણે તે રાજા મૃગાંકને ત્યાં એક દિવસ રહ્યા પછી બીજા દિવસે કહેવા લાગ્યા “મારી ઈચ્છા છે કે હવે હું રાજગૃહી જાઉં.” સ્વામીના આવા વચન કોને સારા લાગે ? તે બધા હાથ જોડીને બોલ્યા, “હે નાથ ! આપ થોડાક દિવસ તો અમ ગરીબને ત્યાં રહો. આપના રહેવાથી અમને પરમ શાંતિ મળે છે. પછી આપની ઈચ્છાનુસાર જે આજ્ઞા કરશો તે પ્રમાણે કરીશું. હા, આજે એક દૂત મારફત બધા કુશળ સમાચાર રાજગૃહી મોકલી આપીએ છીએ, જેથી આપના માતા-પિતાને તેમજ રાજા પ્રજાને સૌને શાંતિ થાય.” સ્વામીએ આ વાત સ્વીકારી. રાજા મૃગાંકે તરત સુબુધ નામના દૂતને બોલાવીને કહ્યું, “દૂત! તમે રાજગૃહી જાવ અને ત્યાંના રાજા શ્રેણિક તથા સ્વામીના પિતા અર્હદાસ શેઠ અને માતા જિનમતીને અહીંના બધા કુશળ સમાચાર કહો અને કહેજો કે દસ દિવસ પછી સ્વામી પણ પધારશે.” આમ કહીને તેમને યોગ્ય સ્વશક્તિ પ્રમાણે ભેટસોગાદ-વસ્ત્રાભૂષણ વગેરે પણ મોકલ્યા. રાજા રત્નચૂલ આ સાંભળીને બોલ્યો-“હે રાજન! જેવી એ આપની દિકરી છે તેવી જ હવે મારી પુત્રી પણ છે તેથી મારે ત્યાં અને આપને ત્યાં જે જે સારી વસ્તુઓ છે તે બધી તેની જ છે. આમ બન્ને રાજાઓએ વિચારીને ઘણા વિદ્યાધર સેવકોને બોલાવ્યા અને તેમને ઘણી સંપત્તિ આપીને વિદાય કર્યા. તે વિદ્યાધર સ્વામીની આજ્ઞા લઈને તરત જ હવાની જેમ આકાશ માર્ગે એક ક્ષણમાત્રમાં રાજગૃહી આવી પહોંચ્યા અને રાજા શ્રેણીકને નમસ્કાર કરીને, તેઓ જે ભેટ લાવ્યા હતા તે શ્રેણિકને અર્પણ કરી તથા કેવલપુરની જીત અને સ્વામીના આગમનના સમાચાર કહી સંભળાવ્યા. આ સાંભળીને રાજા અત્યંત પ્રસન્ન થયા, અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ | ૨૮) Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર તરત જ આ સમાચાર અને ભેટની સામગ્રી શ્રેષ્ઠી અર્હદાસ પાસે મોકલી આપી. શેઠ અને શેઠાણી અત્યંત પ્રસન્ન થયા તે આગંતુક વિદ્યાધરોને પૂછવા લાગ્યા કે- “તમે અમને કેવી રીતે ઓળખી કાઢયાં?' “તબ નભચર કર જોર કર, કહી સુનો હમ બાત; વિશ્વ-વિભૂષણ તુમ તનય, જગત ભયે વિખ્યાત.” બરાબર છે, સૂર્ય ઉપર ભલેને હજારો વાદળ છવાઈ જાય તોપણ તેનો નાશ કરી શકતા નથી. હે માતા-પિતાજી! આપના પુત્ર કુળના નહિ, દેશના નહિ પણ આખા વિશ્વના આભૂષણ છે, તો પછી આપને કોણ ન ઓળખે? જે દિશામાં સૂર્ય ઊગે છે, તેને ન જાણનાર કોણ અજ્ઞાની હોય? અર્થાત્ કોઈ જ ન હોય. આ વાર્તા સાંભળીને બધા નગરજનો તથા પેલા ચાર શેઠ જેમણે પોતાની કન્યા સ્વામીને આપવાનું સ્વીકાર્યું હતું, તે ખૂબ જ આનંદ પામ્યા. બધા લોકો કુમારના આવવાની ઘડીઓ ગણવા લાગ્યા કે ક્યારે આપણે સ્વામીના દર્શન કરીએ? સમય સતત ચાલ્યા જ કરે છે. કેરલપુરમાં તો દશ દિવસ દશ ઘડીની જેમ પસાર થઈ ગયા પરંતુ રાજગૃહીમાં દશ દિવસ દશ વર્ષથીયે વધારે મોટા લાગ્યા અને ઘણી કઠિનતાથી પૂરા થયા. તે યોગ્ય જ છે. - “જાત ન જાના જાત હૈ, સુખમેં સાગર કાલ; એક પલક ભી ના કહે, દુ:ખ વિયોગમે હાલ. દિવસ નગર રાજગૃહી, અરુ કેરલપુર માંહિ; ઉતકે જાત ન જાન હી, યહાં સુ બીતા નાંહિ. વસ્તુ જગત સબ એકસી, કહી ગુરુ બતલાય, રાગદ્વેષ વશ લખ પરે, ભલી બુરી અધિકાય. આ પ્રમાણે કેટલાક દિવસો બાદ એક દિવસ સ્વામીના મનમાં સંસારના ચરિત્રથી અત્યંત વિરક્તિ થઈ ગઈ. તેમને બધી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૨૯ વસ્તુઓ આડંબર રૂપ જણાવા લાગી તેઓ આમ વિચારીને કે હવે નિશ્ચિત દિવસો પુરા થઈ ગયા છે, હવે તરત જ ઘેર જઈને ઈચ્છિત કાર્ય કરીશ જિનદીક્ષા ધારણ કરીશ. આમ તેઓ જવાનો વિચાર કરતા હતા ત્યાં વિધાધર એમ વિચારતા હતા કે જો સ્વામી થોડા દિવસ વધારે રોકાય તો સારું, તેથી તેઓ અનેક પ્રકારના રાગરંગ કરતા હતા કે જેથી દિવસોની ગણના જ યાદ ન રહે. ઠીક છે “અપની અપની ગરજકો, ઇસ જગમેં નર સોય, કહા કહા કરતા નહીં, ગરજ બાવરી હોય.” પરંતુ સ્વામી ક્યાં ભૂલે તેમ હતા? તેમની તો દશા જ જાડી થઈ ગઈ હતી. સ્વામી મન વૈરાગ્ય અતિ, નભચર મન બહુ રંક; અવસર બના વિચિત્ર યહ, કરે બરકો સંગ.” તેમને તો આ બધા રંગરાગ હળાહળ વિષ અને તીક્ષ્ણ શસ્ત્રથીયે ભયંકર લાગતા હતા તેથી તેમણે રાજા મૃગાંકને બોલાવીને કહ્યું કે આપના કથન પ્રમાણે સમયની મર્યાદા પુરી થઈ ગઈ છે, હવે અમને વિદાય આપો અને રત્નચૂલને કહ્યું કે આપ પણ હવે આપના નગરમાં પધારો અને પ્રજાના સુખ દુઃખની ખબર લ્યો અને મને ક્ષમા કરો. આ વચન સાંભળીને બન્ને રાજા કહેવા લાગ્યા “આજ્ઞા સુનત કુમારકી, બોલે દ્રય ખગનાથ, રાજગૃહીતક હુમ ઉભય, ચલિ હૈં તુમ્હરે સાથ.” ત્યારે સ્વામીએ કહ્યું, જો આવવું હોય તો હવે મોડું ન કરો, જલ્દી જ જવું જોઈએ કેમ કે સમય અમૂલ્ય છે. જતાં ખબર નથી પડતી અને ગયેલું ફરી પાછું મળતું નથી. માટે ઉત્તમ પુરુષોએ જે કાર્ય કરવું હોય તે શીધ્ર જ કરી લેવું જોઈએ. સ્વામીની આજ્ઞા પ્રમાણે તે બન્ને વિદ્યાધર રાજાઓ પોતપોતાના રણવાસ સહિત યોગ્ય ભેટ તથા પુત્રીને સાથે લઈને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર | ૩૦) આકાશ માર્ગે ક્ષણવારમાં રાજગૃહી આવ્યા. રાજા શ્રેણિક અને નગરજનો સ્વામીના આગમનના સમાચાર સાંભળીને આગળ આવ્યા અને બધા પરસ્પર ભેટયા, પરસ્પર “જુહાર' કહીને કુશળ સમાચાર પૂછયા. બધાએ મળીને નગરમાં પ્રવેશ કર્યો. અહો! “નિરખત કુંવર સબહિ હર્ષાયે, મનહુ અંધ ફિર લોચન પાય.” સૌથી પહેલાં તેઓ રાજમહેલમાં ગયા ત્યારે રાજા શ્રેણિકે તેમને અર્ધા સિંહાસન ઉપર બેસાડયા અને બીજા બધાને પણ યોગ્ય સ્થાન આપીને સન્માનિત કર્યા; કુશળ સમાચાર પૂછી રાજા સ્વામીની નમ્ર વચનોથી સ્તુતિ કરવા લાગ્યા “હે કુમાર! આપના પ્રભાવે અમને અલભ્ય વસ્તુની પ્રાપ્તિ થઈ. ધન્ય છે આપને કે જે કાર્ય અશક્ય હતું તે પણ આપે સુગમ કરી દીધું.” ત્યારે સ્વામીએ પણ શિષ્ટાચારપૂર્વક ઉચિત જવાબ આપ્યો અને પછી સાથે આવેલા વિદ્યાધર રાજાઓનો શ્રેણિકને પરિચય કરાવ્યો. બધા પરસ્પર નમસ્કાર કરીને પ્રેમપૂર્વક મળ્યા અને સ્વામીનો ઉપકાર માનવા લાગ્યા કે આપના જ પ્રતાપે આપણે બધા મળી શક્યા છીએ ઇત્યાદિ પ્રશંસાવચન કહ્યાં. પછી રાજા શ્રેણિકના લગ્ન રાજા મૃગાંકની પુત્રી સાથે બહુ આનંદથી થયા. સ્વામી ઘરમાં વિરકતપણે રહેતાં હતાં અને અવસરની પ્રતિક્ષા કરતા હતા કે ક્યારે એવો સમય આવે કે હું જિનદિક્ષા લઈને આ સંસારના કલેશનો નાશ કરે. બધા લોકો થોડા દિવસ રહ્યા અને પછી આજ્ઞા લઈને પોતપોતાના નિવાસસ્થાનમાં ચાલ્યા ગયા. રાજા શ્રેણિક પણ નિઃશંકપણે સુખપૂર્વક કાળ વ્યતીત કરવા લાગ્યા. આ પ્રમાણે કેટલાક દિવસો વીતી ગયા. એક દિવસ રાજા સભામાં બેઠા હતા ત્યાં વનપાળે આવીને વિનંતી કરી-“હે નાથ! આ નગરની સમીપમાં એક મહામુનિનાથ પધાર્યા છે જેથી વનની શોભા અત્યંત વધી ગઈ છે. સાપ અને નોળિયો, ઊંદર અને બિલાડી, સિંહું અને બકરી આદિ જાતિવિરોધી જીવો પણ પરસ્પર મૈત્રીભાવથી પાસપાસે બેઠા છે.” આ સમાચાર સાંભળી રાજાએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૩૧ | વનપાળને ઘણું ધન આપી સંતુષ્ટ કર્યો અને બધા નગરજનો સાથે કુમારને લઈને મુનિને વંદવા ચાલ્યા. જ્યારે પાસે આવ્યા ત્યારે વાહનમાંથી ઉતરીને ખુલ્લા પગે સન્મુખ જઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. મુનિએ “ધર્મવૃદ્ધિ” ના આશીર્વાદ આપ્યા અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. સ્વામીએ ગુરુની સ્તુતિ કરી, નમ્ર થઈને પૂછયું- “હે નાથ ! મારા ભવાંતર જણાવવાની કૃપા કરો તે અવધિજ્ઞાની મુનિ જંબૂસ્વામીના ભવાંતર કહેવા લાગ્યા. ભવાંતરની વાત સાંભળીને સ્વામીને અત્યંત વૈરાગ્યે થયો. યોગ્ય જ છે પહિલે હી સે જો વિરક્ત થે, તાપર સુન ભવસાર; ફેર ધર્મ ઉપદેશ સુન, અબ કો રોકનહાર ?” સ્વામી તરત કહેવા લાગ્યા “હે નાથ ! મેં આ ટૂંકા જીવનમાં પણ ઘોર કર્મોનો બંધ કર્યો છે. વાસ્તવમાં આ સંસાર મરુસ્થળ સમાન અસાર છે અને આપ કલ્પવૃક્ષ સમાન સુખદાતા છો, અનાદિકાળથી મોહનિદ્રામાં સૂતેલા જીવોને જાગૃત કરનાર છો, સાચા કરુણાસાગર છો. મને આપનો સેવક બનાવો, દીક્ષા આપીને સંસારથી પાર કરો.” સ્વામીના આવા વચન સાંભળીને મુનિવર બોલ્યા, “વત્સ, અત્યારે તું ઘેર જા, પછી આવજે ત્યારે તને દીક્ષા આપીશ.” ગુરુના આ વચનો સાંભળી રાજા હર્ષ પામ્યો અને પ્રશંસા કરવા લાગ્યો ધન્ય ધન્ય ગુરુ રાય તુમ, સબહીકો સુખદન; પરમવિવેકી સમય લખ, કહે ઉચિત યે વૈન.” તેણે ઉઠીને ગુરુને નમસ્કાર કર્યો, અને સ્વામીનો હાથ પકડી પોતાની સાથે જ રથમાં બેસાડીને નગરમાં લઈ ગયા. જોકે સ્વામીને નગરમાં જવું ગમતું નહોતું પરંતુ ગુરુજનોની આજ્ઞા લોપવી પણ ઉચિત નથી એમ સમજીને નગર તરફ પ્રયાણ કર્યું ઠીક છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨) શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ચાહે મન ભાવે નહિં, ત૬ ગુરુજનકી સીખ; કબહું ભૂલ નહિં લોપિયે, લોપે માંગે ભીખ.” સ્વામીને ઘેર આવેલા જોઈને માતાપિતા ખૂબ સુખી થયા અને સ્નેહથી કહેવા લાગ્યા-“પુત્ર! ઉઠો, મહેલમાં પધારો, આ ભોગોપભોગની સામગ્રી તૈયાર છે તે ભોગવો અને અમારી આંખો ઠારો. આપને આનંદિત જોઈને અમને આનંદ આવે છે. તે યોગ્ય જ છે ક્રિીડા કરત બાલ લખ સોઈ, માતુ પિત મન અતિસુખ હોઈ.” તે વખતે સંસારથી પરામુખ સ્વામી પોતના માતપિતાના આ સ્નેહપૂર્ણ વચનો સાંભળીને બોલ્યા- “હે પિતા! આ ઇન્દ્રિય ભોગ તો આપણે અનાદિકાળથી ભોગવ્યા છે. જયાં આપણે ઇન્દ્રાદિના વૈભવો ભોગવીને પણ તૃતિ પામ્યા નથી તો આ શુદ્ધ આયુષ્યવાળા મનુષ્યભવમાં શું તૃપ્તિ મળશે? મનુષ્યભવમાં તો એવું અપૂર્વ કામ કરવું જોઈએ કે જે તિર્યંચ, નારકી કે દેવ કરી શકતા નથી. ઇન્દ્રિયના વિષયો તો ચારેય ગતિમાં પ્રાપ્ત થઈ શકે છે પરંતુ અતીન્દ્રિય સુખની પ્રાપ્તિનું સાધન આ મનુષ્ય પર્યાય સિવાય બીજી કોઈપણ પર્યાયમાં થઈ શકતું નથી. માટે હે પિતા! મને શીઘ્ર તે અખંડ, અવિનાશી, ચિરસ્થાયી, સાચું આત્મિક સુખ પ્રાપ્ત કરવાની (જિનદીક્ષા લેવાની ) આજ્ઞા આપો કેમ કે પ્રથમ તો આ કાળે આયુષ્ય જ બહુ ટૂંકુ હોય છે. અને તેમાંથી પણ ઘણો ભાગ તો વીતી ગયો છે અને બાકીનો પણ પળ, ઘડી, દિવસ, પક્ષ, ઋતુ રૂપે વીતતો જાય છે અને ગયેલો સમય પાછો આવતો નથી, તેથી હવે વિલંબ કરવો યોગ્ય નથી. આજ્ઞા આપો, હું આજે જ દિક્ષા લઈશ.” - સ્વામીના આ વચનો જો કે અત્યંત હિતરૂપ હતા અને સ્વામીને તો શું દરેક સંસારી જીવોને સંસારના બંધનથી છોડાવનાર હતા પરંતુ મોહવશ માતા-પિતાના હદયમાં આ વચનોએ તીરનું કામ કર્યું. બરાબર છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ( ૩૩ 66 ,, લખ ન પરત હિત અનહિત કોઇ, જાકે ઉદય મોહ અતિ હોઈ. ” તેઓ સ્વામીને કહેવા લાગ્યા−“પુત્ર! આવા વચન શા માટે કહો છો! જેમ આંધળાને લાકડીનો ટેકો હોય છે, તેવી જ રીતે અમને તમારો આધાર છે. આ બાલ્યાવસ્થા છે. હજી આપનું શરીર તપકરવાને યોગ્ય નથી. થોડા દિવસો ભોગ ભોગવીને પછી યોગ લ્યો. જો કે સ્વજનો અને નગરજનો આ ખબર સાંભળીને આવ્યા હતા તે બધા ભિન્ન ભિન્ન પ્રકારે સ્વામીને સમજાવવા અને વિષયોમાં ફસાવવાનો પ્રયત્ન કરતા હતા તો પણ કુમારના ચિત્ત પર કાંઈ જ અસર કરી શકતા નહિ. ઠીક છે 66 અનુભવ કે અભ્યાસસે, રચ્યા જો આતમ રંગ; કહુ તાકો ત્રૈલોકયેં, કૌન ક૨ સકે ભંગ ? ” જ્યારે અર્હદાસ શેઠે જોયું કે સ્વામી કોઈ પ્રકારે માનતા નથી ત્યારે તેમણે પેલા ચાર શેઠ, જે પાતાની કન્યા સ્વામીને આપવા ઈચ્છતા હતા, તેમને આ સમાચાર મોકલ્યા. તે લોકો આ સમાચાર સાંભળીને અત્યંત વ્યાકુળ થયા અને પોતાની પુત્રીઓને બોલાવીને કહ્યું-“ હે પુત્રીઓ ! જંબૂકુમારને તો વૈરાગ્ય થયો છે અને તેઓ આજેજ દીક્ષા લેવા ઇચ્છે છે માટે હવે જે થયું તે ખરું. અમે તમારા માટે માટે બીજો કોઈ ઉત્તમ, રૂપવાન વર શોધી કાઢીશું. ” ત્યારે તે કન્યાઓ પોતાના પિતાના આ કુત્સિત વચન સાંભળીને બોલી–પિતાજી! 66 ઇસ ભવમેં ઠુમરે પતિ, હોર્ગેજંબુસ્વામી; ઔર સકલ ન૨ આપ સમ, માનો વચન અભિરામ. ,, માટે હવે આપ ફરીથી આવું વચન મોઢામાંથી ન કાઢશો. મહાન પુરુષોની કુલીન કન્યાઓ આ શબ્દો સાંભળી શકતી નથી. પ્રાણ છોડવા કરતાં પણ અત્યંત દુ:ખદાયક, ધૃણિત, લજ્જાજનક આ અપશબ્દો, હૈ પિતાજી! આપે ઉચ્ચારવા યોગ્ય નથી. શું કુળવાન કન્યા કોઈવાર સ્વપ્નમાં પણ એમ કરી શકે છે કે એક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | ૩૪). ( શ્રી જંબૂસ્વામી-ચરિત્ર | પુરુષની સાથે જ્યારે એનો સંબંધ નક્કી થઈ ગયો હોય અને જ્યારે તેમણે તેને પોતાના મનથી પરણવાનો સંકલ્પ કરી લીધો હોય તો પછી તે કોઈ બીજા સાથે પોતાના પુર્નવિવાહ સંબંધની વાત પણ કાને સાંભળે? શું આપે રાજીમતિ આદિ સતીઓનું ચરિત્ર સાંભળ્યું નથી ! માટે બીજી કલ્પનાઓ છોડી ઘો અને અત્યારે જ જંબૂસ્વામી પાસે જઈને તેમની પાસેથી એ વચન લઈ આવો કે આપ આજે અમારી કન્યાઓ સાથે લગ્ન કરો અને કાલે સવારમાં દીક્ષા લઈ લેજો. એમાં જ અમે અમારા કર્મની પરીક્ષા કરીશું. અમારા ઉદયમાં જે સુખ કે દુઃખ આવવાનું છે તેને કોણ રોકી શકવાનું છે? બસ હવે, આ જ અંતિમ ઉપાય છે. આપ જાવ, વિલંબ ન કરો. જો કે આ શેઠિયાઓ કન્યાઓના કથનથી સંતુષ્ટ નહોતા પરંતુ કરે શું? કાંઈ વશમાં નહોતું. તેઓ નિરુત્તર થઈને સ્વામીની પાસે આવ્યા અને પહેલેથી છેલ્લે સુધીની વાત જણાવીને વિનંતિ કરી- “હે નાથ! હવે અમને એટલી ભિક્ષા મળવી જોઈએ કે આજ તો અમારી કન્યાઓ સાથે લગ્ન કરો અને આપ સવારમાં દીક્ષા લેજો. જો કે સ્વામીને એકેક ક્ષણ ભારરૂપ લાગતી હતી તો પણ શેઠિયાઓને અત્યંત નમ્ર અને દુ:ખી જોઈને સ્વામીએ એ પ્રમાણે કરવાનું કબુલ્યું. તથા તે જ સમયે જાન જોડીને પરણવા ચાલ્યા. તે કન્યાઓ સાથે લગ્ન કરીને સાંજ પહેલાં જ વિદાય લઈને પાછા ફરી ગયા. જે ગૃહવ્યવહાર હતા તે થયા. જ્યારે એક પ્રહર રાત્રિ વીતી ગઈ ત્યારે દાસીએ શૈય્યા તૈયાર કરી અને સ્વામી પણ યથાયોધ્ય સ્વજનો પાસેથી વિદાય લઈને પલંગ પર જઈને સૂતા. ચારે સ્ત્રીઓ પણ મસલત કરીને ત્યાં ગઈ અને પોતપોતાની ચતુરાઈથી સ્વામીનું મન ચંચળ કરવા સ્ત્રીચરિત્ર કરવા લાગી. - તે ચારમાંથી પ્રથમ પદ્મશ્રીએ પોતાની જાળ ફેલાવવાની શરૂઆત કરી. તે કહેવા લાગી-“હે પ્રીતમ! જો આપ મારું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૩પ | કહેવું નહિં માનો તો હું મારી સખીઓને એમ કહીશ કે મારા પતિ મહામૂર્ખ છે. મારી તરફ જોતા જ નથી. તે શૃંગારરસ વિષે કાંઈ જાણતા નથી. તેમનામાં હાસ્યરસ પણ નથી, કળા ચતુરાઈમાં તો સમજતા જ નથી અને કોકશાસ્ત્રનું તો તેમણે નામેય સાંભળ્યું નથી. નાયિકાભેદ વિષેતો બિચારા શું જાણતા હોય? અરે બહેનો! ઉઠો, એમના મનમાં આવ્યું તે સાચું. હવે તપ કરો, ચાલો જલ્દી જેથી સ્વર્ગ મળી જાય. જુઓ તો ખરા! એમની બુદ્ધિની પહોંચ ! સરોવર (ઇન્દ્રિય વિષયો) ને છોડીને ઝાકળના ટીપા (સ્વર્ગ) ની આશા કરે છે. ભલા, જે ગોદમાં હોય તેને તો છોડી દે અને ગર્ભની આશા કરે, તેનાથી અધિક મૂર્ખ કોણ હોય? ત્યારે ત્રણે બોલી “બહેન! તું કહે તે સાચું.” ત્યારે પદ્મશ્રી પુનઃ કહેવા લાગી- “કોઈ ગામમાં એક ખેતી કરનાર કાછિયો રહેતો હતો. તેના ઘરે એક કમાઊ પુત્ર અને શ્રી હુતા. સમય થતાં શ્રી મૃત્યુ પામી. એટલે તે કાછિયાએ ફરીથી લગ્ન કર્યા. જ્યારે તે નવી કાછણ આવી ત્યારે તે પતિ ઉપર પ્રસન્ન ન થઈ. પતિએ કારણ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે “તમે તમારા દીકરાને મારી નાખો તો હું રાજી થાઉં કારણકે જ્યારે મારા પેટ પુત્ર અવતરશે ત્યારે આ તેને દાસ જેવો ગણશે અને બહુ દુઃખ આપશે ઇત્યાદિ.” તે કાછિયાએ કહ્યું કે “હાલી ! જો હું એને મારું તો રાજા મને શિક્ષા કરે, સગાવ્હાલા અને જ્ઞાતિપંચ મને નાતબહાર મૂકે, માટે આવું અધર્મ કાર્ય હું કેમ કરું?” ત્યારે સ્ત્રીએ કહ્યું “હું તમને ઉપાય બતાવું છું તે પ્રમાણે કરો. સવારમાં તમે બન્ને હળ લઈને ખેતરમાં જજો. અને તેમાંથી એક હળ પુત્રને આપીને તેને આગળ કરજો અને મારકણા બળદને તમારા હળ સાથે જોડીને તમે પાછળ પાછળ હળ ચલાવજો અને પેલાને ધ્યાન ન પડે તેમ બળદને છૂટો કરી દેજો એટલે તે જઈને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬) શ્રી જંબૂસ્વામી-ચરિત્ર પેલાને શિંગડુ મારશે. બસ પછી તમે એને મારવા માંડજો અને રાડો પાડજો કે દોડો, દોડો બળદે મારા દીકરાને મારી નાખ્યો. આમ કાર્ય થઈ જશે અને કોઈને ખબરેય નહિ પડે. એટલે પેલો કામાંધ કાછી આ વાતમાં સંમત થયો પરંતુ આ બધી વાત કોઈ પણ રીતે તેના પુત્રે સાંભળી લીધી. જ્યારે સવાર પડી ત્યારે કાછિયાએ પુત્રને આજ્ઞા કરી કે હળ લઈને ખેતર ખેડવા ચાલ. છોકરાએ તે પ્રમાણે કર્યું. તે હળ લઈને ખેતરમાં ગયો અને જે ખેતરમાં ધાન્ય પાકી ગયું હતું તેમાં જ તે હળ ફેરવવા લાગ્યો. એટલામાં કાછી આવ્યો અને ગુસ્સાથી કહેવા લાગ્યો- ‘અરે મૂર્ખ! તેં આ શું કર્યું? ચાર મહિનાની કમાણી ખોઈ નાખી.' છોકરાએ જવાબ આપ્યો- ‘પિતાજી! આમાં શું અનાજ થવાનું? હવે એને ખેડીને એમાં ઘઉં અને ચણા વાવીશું એટલે વૈશાખમાં ખાઈ શકીશું.” ત્યારે કાછિયાએ કહ્યું કે ‘બેટા! તું અત્યંત મૂર્ખ છે. અત્યારે પાકીને તૈયાર થયેલું ધાન્ય તો તું નષ્ટ કરે છે અને ભવિષ્યની આશા કરે છે? આગળ કોણ જાણે શુંય થાય? આ સાંભળીને પુત્ર બોલ્યો-“ પિતાજી ઠીક છે, તો પછી મને મારીને આપને પુત્ર થશે કે નહિ, અથવા કેવો થશે, એનો આપે કેમ ભરોસો કર્યો છે? આ સાંભળીને ખેડૂત શરમાઈ ગયો. અને બન્ને મળીને ઘેર ગયા માટે સ્વામિન ! પ્રસન્ન થાવ. શા માટે આપણી મજાક થાય તેવું કરો છો ? આ પ્રમાણે પદ્મશ્રીએ જ્યારે પોતાની ચાતુરી બતાવી ત્યારે સ્વામીએ કહ્યું–“હું સુન્દરી ? સાંભળો, મહાનદીના કિનારા ઉ૫૨ એક મરેલો હાથી પડયો હતો. ઘણા કાગડા તેને ચાંચ મારી મારીને ખાતા હતા. અચાનક પૂર આવવાથી તે મડદું પાણી ઉપર વહેવા લાગ્યું. એટલે ઘણા ખરા કાગડા તો ઉડી ગયા પરંતુ એક અતિશય લોભી કાગડો તેને ખાતો ખાતો તેની સાથે જ તણાવા લાગ્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૩૭. આ પ્રમાણે તે દશબાર ગાઉ સુધી આગળ નીકળી ગયો. એટલામાં એક મોટો મગર નીકળ્યો. અને તે મડદાને ગળી ગયો એટલે પેલો લોભી કાગડો ઉડ્યો અને ઇચ્છયું કે હવે ક્યાંક નીકળી જાઉં. પણ જાય ક્યાં ? ચારે તરફ તો પાણી વહી રહ્યું હતું. તે આમતેમ ઘણું ભટક્યો પણ ક્યાંય જઈ ન શક્યો. છેવટે લાચાર થઈને તે જ નદીના પ્રવાહમાં પડીને તણાઈ ગયો. જો તે કાગડો અધિક લોભ ન કરતાં બીજા કાગડાની જેમ ઉડી ગયો હોત તો આ પ્રમાણે પ્રાણ કેમ ગુમાવત? “વાયસ જો તૃષ્ણા કરી, બૂડો સાગર માંહ મો બૂડતો કાઢિ હૈ, સો તુમ દેહુ બતાય.” આ કથા સાંભળી પદ્મશ્રી નિરુત્તર થઈ ગઈ. ત્યારે બીજી સ્ત્રી કનકશ્રી કહેવા લાગી-“હે નાથ! સાંભળો, એક પહાડ ઉપર એક વાંદરો રહેતો હતો તે એક વખત પગ ખસી જવાથી નીચે પથ્થર પર પડીને મરી ગયો અને કર્મના સંયોગે વિદ્યાધર થયો, એક દિવસ તેણે મુનિ પાસે જઈને પોતાના ભવાંતર પૂછયાં. મુનિએ તેના પૂર્વભવની હકીકત કહી સંભળાવી. એ સાંભળીને વિદ્યાધર ઘેર ગયો અને પોતાની પત્નીને બધી વાત સાંભળાવીને કહ્યું કે એકવાર હું પહાડ પરથી પડ્યો તો વાંદરામાંથી માણસ થયો અને હવે જો પડીશ તો દેવ થઈશ. તેની પત્નીએ તેને ખૂબ સમજાવ્યો પણ તે મૂર્ખ માન્યો નહિં અને હઠ કરીને પર્વત ઉપરથી પડતું મૂકયું. ખગ હઠકર ગિરિસે ગિરા, બંદર હુઆ નિદાન; ત્યાં સ્વામી હઠ કરત હો, આગે દુઃખ નિદાન.” “હે નાથ! હુંઠ સારી નથી, પ્રસન્ન થાવ.” ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો-“સાંભળો! વિંધ્યાચલ પર્વત ઉપર એક વાંદરો રહેતો હતો. તે ખૂબ કામી-વિષયી હતો. તેથી પોતાના બધા સાથીઓને મારી નાખીને એકલો વિષયમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ | ૩૮). Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર આસક્ત બની વનમાં રહેવા લાગ્યો. તેને જે કાંઈ સંતાન થતા તેને પણ તે તરત જ મારી નાખતો. એક વાર કોઈ વાંદરાએ વાંદરાને જન્મ આપ્યો અને તેની ખબર વૃદ્ધ વાંદરાને પડી નહિ. હવે પેલો વાંદરો જુવાન થયો અને આ કામી વાંદરો વૃદ્ધ થયો હતો અને તેની ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હતી. એકવાર તે બન્ને વાંદરા આપસમાં લડી પડયા. વૃદ્ધ વાંદરો હારીને ભાગ્યો અને તરસ લાગવાથી પાણી પીવા માટે કાદવિયા ખાબોચિયામાં પેઠો અને કાદવમાં ફસાઈને ત્યાં જ મરી ગયો. માટે હે સુંદરી! – કપિ તૃષ્ણા કર ભોગકી, પાયો દુ:ખ અકલ્થ; મેં ચહું ગતિ જબ ડૂબિ હોં, કાઢન કો સમરત્યે?” આ કથા સાંભળીને જ્યારે કનકશ્રી નિરુત્તર બની એટલે વિનયશ્રી નામની ત્રીજી સ્ત્રી કહેવા લાગી-“હે સ્વામી! સાંભળો, કોઈ ગામમાં એક કઠિયારો રહેતો હતો. જેણે અતિ પરિશ્રમ કરીને દિવસોના દિવસો ભૂખ્યા રહીને એક વીંટી બનાવરાવી અને એમ વિચારીને તેને જમીનમાં દાટી મૂકી કે એ સંકટના સમયે કામમાં આવશે. એક દિવસની વાત છે કે કોઈ વટેમાર્ગુ તે જંગલમાંથી પસાર થતો હતો. તેની પાસે થોડું દ્રવ્ય હતું. પરદેશ જતાં તેને પણ એજ વિચાર આવ્યો અને પોતાનું દ્રવ્ય તે જ જંગલમાં દાટીને ચાલ્યો ગયો. પેલો કઠિયારો તે જોઈ ગયો. તેણે ખોદ્યું તો તેને ઘણું દ્રવ્ય મળ્યું. તે ખૂબ રાજી થયો અને પોતાની વીંટી પણ તેની સાથે જ દાટી દીધી. તેને આ દાટતાં કોઈ બીજો વટેમાર્ગ જોઈ ગયો. તેના ગયા પછી વટેમાર્ગુએ ત્યાંથી ખોદીને બધું દ્રવ્ય લઈ લીધું અને ચાલ્યો ગયો. જ્યારે બીજે દિવસે કઠિયારો ત્યાં આવ્યો તો જમીન ખોદેલી જોઈ અને દ્રવ્ય જોયું નહિ તેથી હાય હાય કરવા લાગ્યો, પોતાના કાર્ય બદલ પછતાવો કરવા લાગ્યો કે બીજાનું દ્રવ્ય તો ગયું પણ મારી ગાંઠની અંગૂઠી પણ સાથે ચાલી ગઈ. કોઈએ ઠીક જ કહ્યું છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ teck http://www.tmadharma.com for updates Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર જો નર બહુ તૃષ્ણા કરે, ચોરે પરકા વિત્ત; સો ખોઈ બેંઠ આપનો, સાથહિં પરકે વિત્ત.” આ પ્રમાણે કે સ્વામીન! “પરિપૂરણ ધન હોત ભી, ભોગે દુ:ખ અપાર; તિસ સમ નાથ ન કીજિયે, કરું વિનય હિતકાર.” આ વાર્તા સાંભળી સ્વામી બોલ્યા “સુંદરી ! સાંભળો, કોઈ ભયાનક વનમાં એક પ્રવાસી ચાલ્યો જતો હતો, તેને હાથીએ જોયો અને તેની પાછળ પડ્યો એટલે પેલો ભાગતા ભાગતા એક કૂવાના કિનારે વૃક્ષ જોઈને તેની ડાળી પકડીને કૂવામાં લટકી રહ્યો. તે કૂવાના તળિયે એક અજગર મોઢું ફાડીને બેઠો હતો. પાસે ચારે બાજુ ચાર સાપ ફેણ માંડીને ફૂંફાડા મારતા હતા. તેની ડાળી સફેદ અને કાળા રંગના બે ઉંદરો કાપી રહ્યા હતા. વૃક્ષ ઉપર મધપૂડો હતો. ત્યાં હાથીએ આવીને તે વૃક્ષ હલાવ્યું એટલે પેલી મધમાખીઓ ઉડીને પ્રવાસીના શરીર ઉપર ચોંટી ગઈ. એટલામાં મધપૂડામાંથી મધનું એક ટીપું તે પ્રવાસીના મોઢામાં પડ્યું, પેલો પોતાના બધા દુઃખ ભૂલીને તે મધનું ટીપું ખૂબ પ્રેમથી ચાટવા લાગ્યો. એટલામાં એક વિધાધર આવ્યો અને તેને સમજાવીને કહેવા લાગ્યો કે “ભાઈ, જો તું કહેતા હો તો હું તને આ દુઃખના કૂવામાંથી બચાવી લઉં.' ત્યારે પ્રવાસી બોલ્યો- “મિત્ર! વાત તો તમારી સારી છે. પણ એક બીજું મધનું ટીપું પડી જવા ઘો, ત્યારપછી હું તમારી સાથે આવીશ.' એમ કહીને તે ફરી પાછો ઉપર મધના ટીપા તરફ જોવા લાગ્યો. અહીં વિદ્યાધર પણ પોતાના માર્ગે ચાલ્યો ગયો. પેલી તરફ ઉંદરડાઓએ ડાળી કાપી નાખી એટલે તે પ્રવાસી તરતજ અજગરના મૂખમાં જઈ પડ્યો. માટે હે સુંદરી ! “પંથી ઇન્દ્રિય વિષયવશ, અજગર મુખ ગયો સોય; મેં જુ પડું ભવકૂપમેં, તો કાઢેગા કોય? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦) શ્રી જંબુસ્વામી-ચરિત્ર ભવ વન, પંથી જીવ, ગજ; કાલ, સર્પ ગતિ જાન, કુઆ ગોત્ર, માખી સ્વજન, આયૂ જડ પહિચાન. નિગોદ અજગર હૈ મહા, ઘોર દુ:ખ કી ખાન; વિષય સ્વાદ મધુ બુંદ જ્ય, સેવત જીવ અજ્ઞાન. સમ્યક રત્નત્રય સહિત, સંવર કરે નિદાન; વિનયશ્રી ! ઇમ જાનિયો, સોઈ પુરુષ પ્રધાન.” આ કથા સાંભળી વિનયશ્રી નિરુત્તર થઈ ગઈ એટલે ચોથી રૂપશ્રી નામની સ્ત્રી કહેવા લાગી- “સ્વામી! આપે મારી ત્રણે બહેનોને છેતરી લીધી. હવે મને છેતરો તો આપની ચતુરાઈ હું માનું. આમ ગર્વીલ બની તે કહેવા લાગી-“હે નાથ ! સાંભળો, એક વખત ખૂબ જ વરસાદ વરસ્યો એટલે ગૂફા વગેરેમાં પણ પાણી ભરાઈ ગયા એટલે એક ગૂફાવાસી જીવ દુઃખી થઈને ત્યાંથી નીકળીને ભાગ્યો. તેને જોઈને એક સાપ પણ પાછળ પડયો. જ્યારે તે પ્રાણી ગૂફામાં ઘૂસ્યું તો સાપ પણ તેની પાછળ ઘૂસ્યો અને જતાં જ તે પ્રાણીને પોતાનું ભક્ષ્ય બનાવી લીધું પરંતુ એટલાથી તે સાપની તૃષ્ણા મટી નહિં અને તે આમતેમ બીજા પ્રાણીઓની ખોજ કરવા લાગ્યો કે અચાનક ત્યાં એક નોળિયો આવી ગયો. તેણે સાપને પકડીને તેના ટૂકડે ટૂકડા કરી નાખ્યા. તેથી હે સ્વામી! – “નાગ લોભ અતિશય ક્યિો, ખોયે અપને પ્રાણ; તાતે હુઠ સ્વામી તજો, તુમ હો દયા નિધાન.” ત્યારે સ્વામી આ વાર્તા સાંભળીને કહેવા લાગ્યા “હે સુંદરી ! કોઈ વનમાં બહુ જ ભૂખ્યો જંગલી બિલાડો ફરતો હતો. એક દિવસ તે કોઈ નગર પાસે મરેલા પડેલા બળદના સડલા મડદાને જોઈને તેનું ભક્ષણ કરવા લાગ્યો. જ્યારે ખાતા ખાતા સવાર થઈ ગયું અને બધા નગરજનો બહાર નીકળ્યા તો પણ તે લોભી બિલાડો તૃષ્ણાવશ ત્યાં જ બેસીને ખાતો રહ્યો. નગરવાસીઓએ તેને ત્યાં જઈને તરત તેને પકડી લીધો, કોઈએ તેનું પૂંછડું કાપી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૪૧ | નાખ્યું, કોઈએ કાન કાપ્યા, કોઈએ દાંત ઉખાડી નાખ્યા અને આવી હાલતમાં લોકોએ તેને છોડયો ત્યાં કૂતરાઓએ તેનો પીછો કર્યો અને ચૂંથી ચૂંથી મારી નાખ્યો. જો તે બિલાડો પોતાની ભૂખ જેટલું ખાઈને ક્યાંક ભાગી ગયો હોત અને તૃષ્ણા ન કરી હોત તો તેના પ્રાણ અવશ્ય બચી જાત. માટે હું સુંદરી ! “જૈસે વહુ ગીદડ મુવો, તષ્ણાવશ નિર્ધાર; તૈસે મુઝ ભવજલધિસે, કૌન ઉતારે પાર.” આ પ્રમાણે સ્વામી પોતાની ચાર સ્ત્રીઓને જવાબ આપીને સમાધાન કરતાં સવાર પડી ગઈ. બધા માણસો ઉઠી ઉઠીને પોતાના કામે વળગવા લાગ્યા. સ્વામીની માતાને રાત્રે નિંદ્રા ન આવી. તે ચિંતાતુર થઈને બેઠી હતી. એટલામાં દરવાજાની પાસે એક ચોરને ઉભેલો જોયો. માતાએ તેને પૂછયું-“હે ભાઈ ! તું કોણ છે અને શા માટે અહીં આવ્યો છે?” ત્યારે ચોરે જવાબ આપ્યો “હે માતા! હું ચોર છું અને આપના ઘરમાંથી કેટલુંય દ્રવ્ય ઘણીવાર ચોરીને લઈ ગયો છું. મારું નામ વિધુતચર છે. હું રાજપુત્ર છું પણ બાળપણથી જ મને ચોરી કરવાની કુટેવ પડી ગઈ છે એટલે દેશ છોડીને અહીં આવ્યો છું.” ત્યારે માતા પોતાનો ખજાનો બતાવીને તેને કહેવા લાગી “હું ભાઈ ! આ બધું ધન, સંપતિ, રત્નરાશિમાંથી જેટલું જોઈએ એટલું લઈ જા.” ચોરે કહ્યું કે “હે માતા, તમે ઘડીક ઘરમાં જાવ છો અને ઘડીમાં બહાર આવો છો તથા આવી રીતે બિસ્કુલ નિઃસ્પૃહ બનીને દ્રવ્ય લઈ જવાની આજ્ઞા આપો છો તો એનું શું કારણ છે?” ત્યારે માતાએ કહ્યું- “હુમણાં જ પ્રાત:કાળમાં મારો પુત્ર દીક્ષા લઈને જવાનો છે અને તેની આ ચારે સ્ત્રીઓ જે તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨) શ્રી જંબૂસ્વામી-ચરિત્ર સમજાવી રહી છે તે હજી કાલે જ તેને પરણીને આવી છે. પુત્ર આજ દીક્ષા લેશે પછી આ ધન કોણ ભોગવશે ? એટલે તું ઠીક આવ્યો હવે તું જ એને લઈ જા, એ ભારરૂપ જ છે. હું એ જ ચિંતામાં બહાર જાઉં છું અને અંદર આવું છું, મને ક્યાંય પણ ચેન પડતું નથી. ,, 66 ચોર બોલ્યો- “માતા! મને હવે ધનની ઈચ્છા નથી. આપ મને આપના પુત્રની ભેટ કરાવો. હું તેને વનમાં જતો રોકીશ અને જો તે નહિ માને તો જે તેની ગતિ થશે તે જ મારી પણ થશે.” (( ,, આ સાંભળીને માતા ગદગદ સ્વા૨ે બોલી- “બેટા ! જો તું એ કામ કરે તો મારું મહાન ભાગ્ય હશે. તું જલ્દી ઉપાય કર. આમ વાત કરીને માતા કુમારના મહેલમાં ગયા અને દરવાજો ખખડાવ્યો. માતાનું આગમન થયું જાણીને સ્વામીએ દ્વાર ખોલ્યા અને નમ્રપણે પૂછ્યું- “હું માતા! અવસર વિના પરિશ્રમ લેવાનું શું પ્રયોજન છે? આ સેવકને માટે ક્યું કાર્ય છે?” ત્યારે વાત ફેરવીને માતાએ કહ્યું, “ બેટા! તારા મામા બાર વર્ષથી પરદેશ ગયા હતા, તે લગ્નના સમાચાર સાંભળીને મળવા આવ્યા છે, કહો તો અહીં બોલાવું.” સ્વામીએ કહ્યું- “ખુશીથી બોલાવો, મારા અને એમના વચ્ચે અંતર જ ક્યાં છે?” માતાએ પછી મામા (વિદ્યુતચર ચોર) ને બોલાવ્યા. એટલે ચારે સ્ત્રીઓ તો દૂર ખસી ગઈ અને એમની સાથે વાતચીત થવા લાગી પ્રથમ જ પરસ્પર શિષ્ટાચારપૂર્વક કુશળ સમાચાર પૂછીને પછી મામા યુદ્ધની અનેક પ્રકારની વાતો કરીને સ્વામીના ચિત્તને બદલવાનો પ્રયાસ કરવા લાગ્યા. કોઈવાર દેશની, કોઈવાર દ્રવ્યની, કોઈવાર સ્ત્રીઓની, કોઈવાર યુદ્ધની, કોઈવાર ભોજનની, એમ ચતુરાઈ પૂર્વક જુદી જુદી કથાઓ કેટલાયે દેશની ચિત્ર વિચિત્ર ભાષા સંભળાવવા લાગ્યા. પણ જેમ ચીકણા ઘડા ઉપર પાણી ટકતું નથી એમ સ્વામીના ચિત્તપર કાંઈ પણ અસર થઈ નહિ. તેણે રાવણ વગેરે અનેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૪૩ | પુરુષોના દષ્ટાંત આપ્યા પણ કાંઈ ફળ ન થયું. ત્યારે લાચાર બનીને કહ્યું કે “હે બાળક, આમ તો સંસારમાં બીજા ઘણા માણસો છે, ત્યાં કોણ કોને સમજાવવા જાય છે? પરંતુ તું અમારા ઘરનો પુત્ર છો માટે વડીલોનું કહેવું માનવું તે જ ઉચિત છે. જાઓ, જે ઘણી તૃષ્ણા કરે છે તે અવશ્ય દુઃખ પામે છે. સાંભળ, એક કથા કહું છું કે કોઈ જંગલમાં એક ઊંટ ચરવા માટે ગયું હતું એવામાં કૂવાની પાસેના એક વૃક્ષનાં પાંદડા તોડી તોડીને ખાવા લાગ્યું. ખાતા ખાતા જેવું પાંદડું તોડવા માટે મોટું ઊંચું કર્યું ત્યાં અચાનક ઝાડ ઉપરના મધપૂડામાંથી મધનું એક ટીપું આવીને મોઢામાં પડ્યું, તેનો મીઠો સ્વાદ સારો લાગ્યો એટલે વધારેની ઈચ્છા કરીને ઉપર જોવા લાગ્યું અને જ્યારે લાંબ સમય સુધી ટીપું પડ્યું નહિ એટલે મોટું ઊંચે લંબાવ્યું પણ મધપૂડો ઊંચે હોવાથી મોટું ત્યાં સુધી પહોંચી શક્યું નહિ. એટલે ઊંચે કૂદકો માર્યો અને કૂદતા જ કૂવામાં જઈને પડ્યું અને ત્યાંજ તરફડી તરફડી મરી ગયું. માટે હું બાળક ! “તૃષ્ણા પરભવકી તજો, ભોગો સુખ ભરપૂર વર્તમાન તજ આગવત, દેખે સો નર કૂર. તન ધન યૌવન સુલંદજન, ઘર સુન્દરિ વર નાર; ઐસા સુખ ફિર નહિં મિલે, કરે કોટિ ઉપચાર.” ત્યારે સ્વામીએ કહ્યું- “મામા! એક કથા હું કહું. એક શેઠ પરદેશ જતા હતા. રસ્તામાં તેમને તરસ લાગી એટલે તે વ્યાકુળ બનીને એક વૃક્ષ નીચે જઈને બેઠા. ત્યાં તેમને ચોરોએ ઘેરી લીધા અને. તેમનું બધું ધન લૂટી લીધું. પહેલાની એક તો તરસનું દુઃખ અને બીજું ધન લુંટાઈ ગયાનું દુઃખ એમ તેમનું દુ:ખ બમણું થઈ ગયું. તે ત્યાં ઉદાસ થઈને પડી રહ્યા. તેમને કોઈ પણ રીતે ઊંઘ આવી ગઈ. તેમણે સ્વપ્નમાં એક નિર્મળ જળથી ભરેલો ગંભીર સમુદ્ર જોયો. એટલે તરત પાણી પીવા માટે જીભ ફેરવવા લાગ્યા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર કાળ : - | ૪૪) એટલામાં ઊંઘ ઉડી ગઈ અને ત્યાં કાંઈ પણ ન જોયું એટલે અતિ વિહળ થઈને આમતેમ ભટકવા લાગ્યા પરંતુ પાણી ન મળવાથી વિશેષ દુઃખી થઈ ગયા. માટે હે મામા! આ ઈન્દ્રિયોના ભોગ તો સ્વપ્ન સમાન છે, એમાં સુખ ક્યાં છે? આ પ્રમાણે સ્વામીએ બીજી પણ અનેક પ્રકારની કથાઓ કહીને સંસારની અસારતાનું વર્ણન કર્યું.” ત્યારે મામા કહેવા લાગ્યા- “હે નાથ! શા માટે અમને બધાને દુઃખી કરો છો? શાંત ચિત્ત બનીને ઘરમાં રહો. આમ કહીને પોતાની પાઘડી ઉતારીને કુમારના ચરણોમાં મૂકી દીધી અને માથું નમાવીને નમ્ર થઈને કહેવા લાગ્યા, તમને તમારી માતાના સોગંદ છે. અરે! મારા આગમનની લાજ તો રાખો. માતા પિતાદિ ગુરુજનોના વચન પ્રમાણે ચાલવું એ જ કુલીનોનું કર્તવ્ય છે, પરંતુ અહીં તો તે જ દશા હતી જ્યાં ચિકને ઘટ ઉપરે, નીર ખૂંદ ન રહાય; ત્ય સ્વામીકા અચલ મન, કોઈ ન સક્ત ચલાય.” એટલે જ્યારે ઘણો સમય થઈ ગયો અને સવાર પડી ગઈ ત્યારે સ્વામીએ કહ્યું- હે સ્વજનવર્ગ! પથ્થરમાં કમળ ઉગાડવાની, જળમાંથી માખણ મેળવવાની અને રેતી પીલીને તેલ કાઢવાની ઈચ્છા કરવી જેમ વ્યર્થ છે તેમ હવે વીતરાગના રંગે રંગાયેલ આ પુરુષને રાગી બનાવવાનું અસંભવ છે. આ ત્રણ લોકની વસ્તુઓ મને તૃણ સમાન તુચ્છ દેખાઈ રહી છે, વિષયભોગ કાળા નાગ સમાન ભયંકર લાગે છે, આ રાગરૂપ વચન ઝેરી બાણ જેવા લાગે છે, ઘર કારાગાર સમાન છે, સ્ત્રી મજબૂત બેડી છે, સંસાર મહાભયાનક વન છે. તેમાં સ્વાર્થી જીવો સિંહ, વાઘ આદિની જેમ વિચરી રહ્યા છે. માટે જાણી જોઈને આવા ભયંકર સ્થાનમાં રહેવું બુદ્ધિમાનોને માટે ઉચિત નથી, સમય પ્રાપ્ત કરીને તેને વ્યર્થ ખોઈ નાખવો તે ઉચિત નથી. જે પોતાના સંતાનોને ઊંચા સ્થાને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૪૫ | ચડતાં જોઈને રાજી થાય છે તે જ સાચા માતા, પિતા અને ગુરુજનો છે. અને જે તેમને ફસાવીને કુગતિમાં પહોંચાડે છે તેઓ હિતકારી નથી, તેમને શત્રુ ગણવા જોઈએ માટે હે ગુરુજનો! આપનું એ જ કર્તવ્ય છે કે હવે મને વિશેષ આ બાબતમાં લાચાર ન કરો અને મારો આ અમૂલ્ય સમય વ્યર્થ ન ખોવા દ્યો. જ્યારે વિધુતચરે આ વચન સાંભળ્યા અને જોયું કે હવે સમજાવવું વ્યર્થ છે અર્થાત્ આમાંથી કાંઈ સાર નીકળશે નહિ ત્યારે તેણે પોતાનો સાચો પરિચય આપ્યો અને કહ્યું- “ સ્વામી! મેં આપને ઘણી જૂઠી વાતો કહી છે. હું હસ્તિનાપુરના રાજા દુરદ્વન્દનો પુત્ર છું. હું બાલ્યાવસ્થા થી ચોરી કરતાં શિખ્યો એટલે પિતાએ મને દેશનિકાલ કર્યો એટલે બીજા ઘણા દેશોમાં જઈને ચોરી કરી અને વેશ્યાને ધન આપતો રહ્યો. આજે પણ હું ચોરી કરવાના હેતુથી જ અહીં આવ્યો હતો પરંતુ આ કૌતુક જોઈને ચોરી કરવાનું ભૂલી ગયો અને હવે અત્યંત વિરક્ત થયો છું. મહાન પુરુષો જે માર્ગ પર ચાલ્યા તે જ માર્ગે જવું શ્રેષ્ઠ છે. હવે હું સ્વામીનું! આપની પાસે એક વચન માગું છું તે મને આપો. આ ગરીબને આપના ચરણનો સેવક બનાવો અર્થાત્ આપની સાથે લઈ જાવ.” એટલે સ્વામીએ એનો સ્વીકાર કર્યો અને તરત જ ઉઠીને ઊભા થઈ ગયા, આ જોઈને બધા લોકોના મોઢા પડી ગયા. પરંતુ ચિત્ર જેવા થઈ ગયા, કોઈના મુખમાંથી કોઈ શબ્દ નીકળતો નહોતો. બધાના મનમાં એમ જ લાગતું હતું કે કુંવર ઘરમાં જ રહે અને દીક્ષા ન લે. આખા શહેરમાં ખળભળાટ મચી ગયો. રાજા, પ્રજા બધા ત્યાં દોડી આવ્યા. સ્ત્રી પુરુષોની અપાર ભીડ થઈ ગઈ. લોકો જાતજાતના વિચારોની કલ્પના કરવા લાગ્યા કોઈ કહેતા- અહો ! ધન્ય છે કુમારને ! જે વિષયોથી પરાડ઼મુખ થઈને સંસારનો સંબંધ તોડવા જઈ રહ્યા છે. કોઈ કહેતા-ભાઈ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર | ૪૬) કુમારનું શરીર તો કેળના સ્તંભ જેવું કોમળ છે અને આ જિનેશ્વરી દીક્ષા ખડગની ધાર જેવી છે, કેવી રીતે તે સહન કરી શકશે? કોઈ માતાની દશા જોઈને કહેતું હતું એક પૂત જન્મો રી માય, ઘર સૂનો કર તપકો જાય.” ઇત્યાદિ કલ્પના પ્રમાણે બોલતા હતા. પરંતુ સ્વામીનું ધ્યાન તો વનમાં મુનિના ચરણકમળોમાં લાગેલું હતું. બધા લોકો શું બોલે છે અને શું કરે છે, તે તરફ બિલકુલ ધ્યાન નહોતું. જ્યારે સ્વામીના પ્રયાણ કરવાનો નિશ્ચય જ થઈ ગયો ત્યારે રાજાએ રત્નજડિત પાલખી મંગાવી અને સ્વામીને સ્નાન કરાવીને કેશર, ચંદનાદિ સુગંધિ પદાર્થોનું વિલેપન કર્યું, પાર્ટબરાદિ ઉત્તમોત્તમ વસ્ત્ર અને સર્વ આભષણ પહેરાવ્યા; અહા ! આ સમયે સ્વામીના શરીરની કાંતિ એવી અપૂર્વ હતી કે સૂર્ય પણ શરમાઈ જતો હતો. રાજાએ સ્વામીને પાલખીમાં બેસાડીને એક તરફ તે પોતે જોડાયા અને બીજી તરફ શેઠ જોડાયા. આ પ્રમાણે પાલખી લઈને વનમાં ચાલ્યા. આગળ વાજા વાગતા જતા હતા. આ સમયે માતાએ જઈને આ સમાચાર તેમની વહૂઓને કહ્યા. તે સાંભળતા જ તેઓ મૂર્ણિત બની ગઈ. જ્યારે સખીઓએ શીતોપચાર કરીને તેમની મૂછ દુર કરી ત્યારે તે ચારે પોતાનું ભાન ભૂલીને પડતી આખડતી દોડી અને તે ચારેએ સ્વામીની પાલખીના ચારે પાયા પકડીને કહ્યું “સુનો પ્રભુ ! ગુણખાન, કીનો બહુત મુલાહજી; અબ હમ તજૈ સુપ્રાણ, જો આગે કો ચાલ હો.” આ સાંભળીને અને તે સ્ત્રીઓની આવી દશા જોઈને સ્વામીએ પાલખી રોકી અને દયાળુ ચિત્તથી અમૃત સમાન વચનોથી તેમને સમજાવવા લાગ્યા- “હે સુંદરીઓ! વિચાર કરો, આ જગત શું છે અને કોના પિતા તથા પુત્ર છે? કોની માતા અને કોની સ્ત્રી ? આ તો બધા અનાદિ કર્મની સંતતિ છે. અનેક જન્મોમાં અનેકાનેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ૪૭ સંબંધો થયા છે, જેનો કોઈ અંત નથી. મેં મોહવશ બનીને આ સંસારમાં અનાદિકાળથી અનેકવાર જન્મ-મરણ કર્યો પરંતુ કોઈનામાં બચાવવાની શક્તિ આવી નથી. હવે આ સુયોગ્ય સમય આવ્યો છે કે જેમાં આ ચાર ગતિની બેડી છુટી શકે છે. હવે મને વિઘ્ન ન કરો. મોહવશ તમારો અને મારો સમય ન બગાડો. ચાલો, તમે પણ ગુરુ પાસે આવીને આ પરાધીન પર્યાયથી છૂટીને સ્વાધીન સુખ મેળવવાનો ઉપાય પૂછો. ,, આ સાંભળીને માતા અને ચારે સ્ત્રીઓનું મન બદલાઈ ગયું. તેમણે પાલખી છોડી દીધી. તે બધાં ચાલતાં ચાલતાં જે વનમાં સુધર્માસ્વામી તપ કરતા હતા ત્યાં પહોંચ્યા, તેઓ વિનય સહિત સાષ્ટાંગ નમસ્કાર કરીને બેઠા. મુનિનાથે ‘ધર્મવૃદ્ધિ ના આશીર્વાદ આપ્યા. ત્યારે સ્વામીએ હાથ જોડીને પ્રાર્થના કરી- “હે નાથ ! આ અગમ, અથાહ, અતટ સંસારથી પાર ઉતારો. ,, ,, ત્યારે ગુરુએ કહ્યું- “હું કુમાર ! હવે તમે વેષ છોડી ધો. આ સાંભળી સ્વામીએ પ્રમુદિત બનીને તરત જ વસ્ત્રાદિ આભૂષણો ઉતારી નાખ્યાં અને પોતાના કોમળ કરોથી પોતના વાળ ઘાસની પેઠે ઉખાડી નાખ્યા તથા ગુરુની સન્મુખ નમ્ર બનીને વ્રતોની યાચના કરી. પરમ દયાળુ, કર્મ-શત્રુઓથી છોડાવનાર ગુરુજી કુમારને દીક્ષા આપીને મુનિઓના આચારનું વર્ણન કહેવા લાગ્યા. તે સાંભળીને સ્વામીની માતા જિનમતી અને ચારે સ્ત્રીઓ પણ ભવભોગથી વિરક્ત થઈ અને પાંચેયે ગુરુની પાસે આર્થિકાના વ્રત લીધા. વિદ્યુતચરે પણ તે જ સમયે સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી મુનિવ્રત ધારણ કર્યું. બીજા નગરના સ્ત્રીપુરુષોએ શક્તિ અનુસા૨ મુનિવ્રત કે શ્રાવકવ્રત લીધા. પછી રાજા અને અન્ય ગૃહસ્થો પોતપોતાને સ્થાનકે ગયા. જંબુસ્વામી તપશ્ચરણ કરવા લાગ્યાં. જ્યારે ઉપવાસ પૂરા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | ૪૮). શ્રી જંબૂસ્વામી-ચરિત્ર થયા ત્યારે ગુરુની આજ્ઞા લઈને નગરમાં ભિક્ષા માટે પધાર્યા. નગરના નર-નારીઓ તેમને દેખવા ઉભા થયા. કોઈ કહેતું, અરે સખી ! આ એ જ બાળક છે જે રાજાનો પટ્ટબદ્ધ હાથી જ્યારે છૂટી ગયો હતો ત્યારે તેને પકડી લાવ્યા હતા. કોઈ કહેતું, આ એજ કુમાર છે જેમણે રત્નચૂલને બાંધીને, મૃગાંકને છોડાવીને, તેની પુત્રી શ્રેણિક રાજાને પરણાવી હતી. કોઈ કહે, આ એ જ કુંવર છે જેણે લગ્નને બીજે જ દિવસે દેવાંગનાં સમાન ચારે સ્ત્રીઓનો ત્યાગ કરી દીધો હતો. પરંતુ સ્વામી તો નીચી નજર રાખીને ધૂંસરી પ્રમાણ ભૂમિ જોતાં ચાલ્યા જતા હતા. ત્યારે જિનદાસ શેઠે પડગાહુન કરી, નવધા ભક્તિ સહિત તેમને આહારદાન કર્યું એ વખતે સ્વામીના મુખમાંથી “અક્ષયનિધિ' શબ્દ નીકળ્યા અને દેવોએ ત્યાં પંચાશ્ચર્ય કર્યા. આ પ્રમાણે તેઓ આહાર લઈને વનમાં ગયા અને દિનપ્રતિદિન ઉગ્ર ઉગ્ર તપ કરવા લાગ્યા. તેમને શુક્લ ધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અહો! તે દિવસ (જેઠ સુદ ૭) કેવો ઉત્તમ હતો કે જંબૂસ્વામીને કેવળજ્ઞાન થયું અને સુધર્મા સ્વામીને નિર્વાણપદ પ્રાપ્ત થયું. ધન્ય છે તે જીવો! કે જેમને આવો અવસર જોવા મળ્યો. પછી સ્વામીએ કેટલાક દિવસ વિહાર કરીને અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો અને સ્વર્ગ નરકાદિ ચાર ગતિઓના દુઃખસુખ તથા મુનિ શ્રાવકના વ્રત, તત્ત્વનું સ્વરૂપ, હેય, શેય, ઉપાદેય આદિનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. તે વિહાર કરતાં કરતાં મથુરા નગરીમાં આવ્યા. ત્યાંના ઉધાનમાં શેષ અધાતિકર્મનો નાશ કરીને પરમપદની પ્રાપ્તિ કરી. અર્હદાસ શેઠ સંન્યાસમરણ કરીને છઠા સ્વર્ગમાં દેવ થયા. જિનમતી શેઠાણી પણ સ્ત્રીલીંગ છેદીને તે જ સ્વર્ગમાં દેવ થયા. પદ્મશ્રી આદિ ચારે સ્ત્રીઓએ પણ તપના પ્રભાવથી સ્ત્રીલિંગ છેદીને તે બ્રહ્મોત્તર સ્વર્ગમાં દેવની પ્રર્યાય પ્રાપ્ત કરી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૪૯ વિધુતચર નામના મહાતપસ્વી મુનિરાય વિહાર કરતા કરતા મથુરાના વનમાં આવ્યા. ત્યાં એક વનદેવી આવીને બોલી- “હું સ્વામી! આ વનમાં એક દાનવ રહે છે, તે ઘણો જ દુષ્ટ સ્વભાવી છે અને જે કોઈ અહીં રહે છે તેને રાત્રે આવીને સપરિવાર ઘોર દુઃખ દે છે માટે હે સ્વામીન્! આપ કૃપા કરીને અહીંથી બીજા કોઈ ક્ષેત્રે જઈને ધ્યાન કરો.” ત્યારે વિદ્યુતચર કહેવા લાગ્યા કે જે ડરથી કાયર થાય છે, તે મુનિઓનો સિંહવૃત્તિ ગુણ નષ્ટ થઈ જાય છે અને શિયાળવૃત્તિથી તે તપથી ભ્રષ્ટ થઈ નીચ ગતિને પામે છે. આજ તો અમારે પ્રતિજ્ઞા છે તેથી અમે અહીં જ ધ્યાન કરીશું. જે હોનહાર હશે તે થશે, એમ કહીને યોગીએ ધ્યાન ધારણ કર્યું. જ્યારે અર્ધરાત વીતી ગઈ ત્યારે તે દાનવ આવ્યો અને ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો. ભિન્ન ભિન્ન પ્રકારના રૂપ ધારણ કરીને ડરાવવા લાગ્યો. આ સમયે વિદ્યુતચરે ઘોર ઉપસર્ગ સમજીને સંન્યાસ ધારણ કર્યું. અંતે જ્યારે દાનવ થાકી ગયો અને મુનિને ચળાવી ન શક્યો એટલે પોતાની માયા સંકેલી લઈને મુનિ પાસે ક્ષમા માગીને ચાલ્યો ગયો. જ્યારે સવાર થયું ત્યારે નગરના નરનારીઓ આ સમાચાર સાંભળી તેમને જોવા આવ્યા અને મસ્તક નમાવીને તેમની સ્તુતિ કરી પરંતુ મુનિરાજ તો મેરુ સમાન અચળ ધ્યાનમાં મૌનસહ સ્થિત રહ્યા. આ પ્રમાણે વિદ્યુતચર મહામુનિરાજ બાર વર્ષ સુધી તપશ્ચરણ કરીને, અંતે સમાધિમરણ કરીને સર્વાર્થસિદ્ધિમાં અહમિન્દ્ર થયા. ત્યાંથી ચ્યવીને મનુષ્ય જન્મ લઈને સિદ્ધપદને પામશે. બીજા પણ જે મુનિઓએ જેવું તપ કર્યું તે જ પ્રમાણે ઉત્તમ ગતિએ પામ્યા. આ પ્રમાણે તે બ્રાહ્મણના મહામિથ્યાત્વી પુત્ર જૈનધર્મના પ્રભાવથી મોક્ષ અને સર્વાર્થસિદ્ધિનું પદ પામ્યા. જુઓ, ભવદેવનાનોભાઈ મોટાભાઈનું માન રાખવા માટે અને તે શેઠની ચારે સ્ત્રીઓ, જે પતિ વિરક્ત થવાથી અને પતિ દ્વારા નાક, કાન આદિ અંગોપાંગ છેદાવાથી દુઃખી થઈને આર્થિકા બની ગઈ હતી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | 50) શ્રી જંબૂસ્વામી-ચરિત્ર તે પણ આ જૈનધર્મના પ્રભાવથી ભવદવ તો સર્વાર્થસિદ્ધિમાં અને તે ચારે સ્ત્રીઓ છઠા સ્વર્ગમાં સ્ત્રીલિંગ છેદીને દેવ થઈ. મોટાભાઈ ભાવદેવ જંબૂસ્વામી થઈને મોક્ષ પામ્યા. જાઓ, જેમણે ભય, લજ્જા અને માનવેશે પણ ધર્મ અંગીકાર કર્યો હતો તેઓ પણ નર સુરના ઉત્તમ સુખ ભોગવીને સદ્ગતિ પામ્યા તો જે ભવ્ય જીવ સાચા મનથી વ્રત પાળે અને ભાવના ભાવે તેમને ઉત્તમ ગતિની પ્રાપ્તિ કેમ ન થાય? અર્થાત્ અવશ્ય થાય જ. માટે હે ભવ્ય જીવો! સ્વપરની ઓળખાણ કરીને આ ધર્મ ધારણ કરો અને સ્વપરનું કલ્યાણ કરો. આ પ્રમાણે આ પુણોત્પાદક કથા પૂર્ણ થઈ. જે ભવ્ય જીવ, મન, વચન, કાયાથી તેને વાંચે, સાંભળે અને સંભળાવે તેના અશુભ કર્મોનો ક્ષય થાય. ૐ શાંતિ ! શાંતિ ! શાંતિ ! જબૂસ્વામી ચરિત જો, પઢે સુને મન લાય; મનવાંછિત સુખ ભોગકે, અનુક્રમ શિવપુર જાય. સંસ્કૃતસે ભાષા કરી, ધર્મબુદ્ધિ જિનદાસ; લમેચું નાથુરામ પુનિ, છંદબદ્ધકી તાસ. કિસનદાસ સુત મૂલચંદ, કરી પ્રેરણા સાર; જંબૂસ્વામી ચરિતકી, કરી વચનિકા સાર. તબ તિનકે આદેશસે, ભાષા સરલ વિચાર; લઘુમતિ નાથુરામ સૂત, દીપચંદ પરવાર. જગત રાગ અરુષ વશ, ચહું ગતિ ભ્રમે સદીવ; પામે સમ્યકરન જો, કાટે કર્મ અતીવ. ગત સંવત્ નિર્વાણકો, મહાવીર જિનરાય; એકમ શ્રાવણ શુક્લકો, કરી પૂર્ણ હર્ષાય. અંતિમ હું ઈક પ્રાર્થના, સુનો સુધી નરનાર; જો હિત ચાહો તો કરો, સ્વાધ્યાય પરચાર. - સમાપ્ત - Please inform us of any errors on rajesh@AtmaDharma.com