________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | ૩૪).
( શ્રી જંબૂસ્વામી-ચરિત્ર | પુરુષની સાથે જ્યારે એનો સંબંધ નક્કી થઈ ગયો હોય અને જ્યારે તેમણે તેને પોતાના મનથી પરણવાનો સંકલ્પ કરી લીધો હોય તો પછી તે કોઈ બીજા સાથે પોતાના પુર્નવિવાહ સંબંધની વાત પણ કાને સાંભળે? શું આપે રાજીમતિ આદિ સતીઓનું ચરિત્ર સાંભળ્યું નથી ! માટે બીજી કલ્પનાઓ છોડી ઘો અને અત્યારે જ જંબૂસ્વામી પાસે જઈને તેમની પાસેથી એ વચન લઈ આવો કે આપ આજે અમારી કન્યાઓ સાથે લગ્ન કરો અને કાલે સવારમાં દીક્ષા લઈ લેજો. એમાં જ અમે અમારા કર્મની પરીક્ષા કરીશું. અમારા ઉદયમાં જે સુખ કે દુઃખ આવવાનું છે તેને કોણ રોકી શકવાનું છે? બસ હવે, આ જ અંતિમ ઉપાય છે. આપ જાવ, વિલંબ ન કરો.
જો કે આ શેઠિયાઓ કન્યાઓના કથનથી સંતુષ્ટ નહોતા પરંતુ કરે શું? કાંઈ વશમાં નહોતું. તેઓ નિરુત્તર થઈને સ્વામીની પાસે આવ્યા અને પહેલેથી છેલ્લે સુધીની વાત જણાવીને વિનંતિ કરી- “હે નાથ! હવે અમને એટલી ભિક્ષા મળવી જોઈએ કે આજ તો અમારી કન્યાઓ સાથે લગ્ન કરો અને આપ સવારમાં દીક્ષા લેજો. જો કે
સ્વામીને એકેક ક્ષણ ભારરૂપ લાગતી હતી તો પણ શેઠિયાઓને અત્યંત નમ્ર અને દુ:ખી જોઈને સ્વામીએ એ પ્રમાણે કરવાનું કબુલ્યું. તથા તે જ સમયે જાન જોડીને પરણવા ચાલ્યા. તે કન્યાઓ સાથે લગ્ન કરીને સાંજ પહેલાં જ વિદાય લઈને પાછા ફરી ગયા. જે ગૃહવ્યવહાર હતા તે થયા. જ્યારે એક પ્રહર રાત્રિ વીતી ગઈ ત્યારે દાસીએ શૈય્યા તૈયાર કરી અને સ્વામી પણ યથાયોધ્ય સ્વજનો પાસેથી વિદાય લઈને પલંગ પર જઈને સૂતા. ચારે સ્ત્રીઓ પણ મસલત કરીને ત્યાં ગઈ અને પોતપોતાની ચતુરાઈથી સ્વામીનું મન ચંચળ કરવા સ્ત્રીચરિત્ર કરવા લાગી.
- તે ચારમાંથી પ્રથમ પદ્મશ્રીએ પોતાની જાળ ફેલાવવાની શરૂઆત કરી. તે કહેવા લાગી-“હે પ્રીતમ! જો આપ મારું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com