SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ( ૩૩ 66 ,, લખ ન પરત હિત અનહિત કોઇ, જાકે ઉદય મોહ અતિ હોઈ. ” તેઓ સ્વામીને કહેવા લાગ્યા−“પુત્ર! આવા વચન શા માટે કહો છો! જેમ આંધળાને લાકડીનો ટેકો હોય છે, તેવી જ રીતે અમને તમારો આધાર છે. આ બાલ્યાવસ્થા છે. હજી આપનું શરીર તપકરવાને યોગ્ય નથી. થોડા દિવસો ભોગ ભોગવીને પછી યોગ લ્યો. જો કે સ્વજનો અને નગરજનો આ ખબર સાંભળીને આવ્યા હતા તે બધા ભિન્ન ભિન્ન પ્રકારે સ્વામીને સમજાવવા અને વિષયોમાં ફસાવવાનો પ્રયત્ન કરતા હતા તો પણ કુમારના ચિત્ત પર કાંઈ જ અસર કરી શકતા નહિ. ઠીક છે 66 અનુભવ કે અભ્યાસસે, રચ્યા જો આતમ રંગ; કહુ તાકો ત્રૈલોકયેં, કૌન ક૨ સકે ભંગ ? ” જ્યારે અર્હદાસ શેઠે જોયું કે સ્વામી કોઈ પ્રકારે માનતા નથી ત્યારે તેમણે પેલા ચાર શેઠ, જે પાતાની કન્યા સ્વામીને આપવા ઈચ્છતા હતા, તેમને આ સમાચાર મોકલ્યા. તે લોકો આ સમાચાર સાંભળીને અત્યંત વ્યાકુળ થયા અને પોતાની પુત્રીઓને બોલાવીને કહ્યું-“ હે પુત્રીઓ ! જંબૂકુમારને તો વૈરાગ્ય થયો છે અને તેઓ આજેજ દીક્ષા લેવા ઇચ્છે છે માટે હવે જે થયું તે ખરું. અમે તમારા માટે માટે બીજો કોઈ ઉત્તમ, રૂપવાન વર શોધી કાઢીશું. ” ત્યારે તે કન્યાઓ પોતાના પિતાના આ કુત્સિત વચન સાંભળીને બોલી–પિતાજી! 66 ઇસ ભવમેં ઠુમરે પતિ, હોર્ગેજંબુસ્વામી; ઔર સકલ ન૨ આપ સમ, માનો વચન અભિરામ. ,, માટે હવે આપ ફરીથી આવું વચન મોઢામાંથી ન કાઢશો. મહાન પુરુષોની કુલીન કન્યાઓ આ શબ્દો સાંભળી શકતી નથી. પ્રાણ છોડવા કરતાં પણ અત્યંત દુ:ખદાયક, ધૃણિત, લજ્જાજનક આ અપશબ્દો, હૈ પિતાજી! આપે ઉચ્ચારવા યોગ્ય નથી. શું કુળવાન કન્યા કોઈવાર સ્વપ્નમાં પણ એમ કરી શકે છે કે એક Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008255
Book TitleJambuswami Charitra
Original Sutra AuthorN/A
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size380 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy