________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | ૪૮).
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર થયા ત્યારે ગુરુની આજ્ઞા લઈને નગરમાં ભિક્ષા માટે પધાર્યા. નગરના નર-નારીઓ તેમને દેખવા ઉભા થયા. કોઈ કહેતું, અરે સખી ! આ એ જ બાળક છે જે રાજાનો પટ્ટબદ્ધ હાથી જ્યારે છૂટી ગયો હતો ત્યારે તેને પકડી લાવ્યા હતા. કોઈ કહેતું, આ એજ કુમાર છે જેમણે રત્નચૂલને બાંધીને, મૃગાંકને છોડાવીને, તેની પુત્રી શ્રેણિક રાજાને પરણાવી હતી. કોઈ કહે, આ એ જ કુંવર છે જેણે લગ્નને બીજે જ દિવસે દેવાંગનાં સમાન ચારે સ્ત્રીઓનો ત્યાગ કરી દીધો હતો. પરંતુ સ્વામી તો નીચી નજર રાખીને ધૂંસરી પ્રમાણ ભૂમિ જોતાં ચાલ્યા જતા હતા. ત્યારે જિનદાસ શેઠે પડગાહુન કરી, નવધા ભક્તિ સહિત તેમને આહારદાન કર્યું એ વખતે સ્વામીના મુખમાંથી “અક્ષયનિધિ' શબ્દ નીકળ્યા અને દેવોએ ત્યાં પંચાશ્ચર્ય કર્યા.
આ પ્રમાણે તેઓ આહાર લઈને વનમાં ગયા અને દિનપ્રતિદિન ઉગ્ર ઉગ્ર તપ કરવા લાગ્યા. તેમને શુક્લ ધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
અહો! તે દિવસ (જેઠ સુદ ૭) કેવો ઉત્તમ હતો કે જંબૂસ્વામીને કેવળજ્ઞાન થયું અને સુધર્મા સ્વામીને નિર્વાણપદ પ્રાપ્ત થયું. ધન્ય છે તે જીવો! કે જેમને આવો અવસર જોવા મળ્યો.
પછી સ્વામીએ કેટલાક દિવસ વિહાર કરીને અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો અને સ્વર્ગ નરકાદિ ચાર ગતિઓના દુઃખસુખ તથા મુનિ શ્રાવકના વ્રત, તત્ત્વનું સ્વરૂપ, હેય, શેય, ઉપાદેય આદિનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. તે વિહાર કરતાં કરતાં મથુરા નગરીમાં આવ્યા. ત્યાંના ઉધાનમાં શેષ અધાતિકર્મનો નાશ કરીને પરમપદની પ્રાપ્તિ કરી. અર્હદાસ શેઠ સંન્યાસમરણ કરીને છઠા સ્વર્ગમાં દેવ થયા. જિનમતી શેઠાણી પણ સ્ત્રીલીંગ છેદીને તે જ સ્વર્ગમાં દેવ થયા. પદ્મશ્રી આદિ ચારે સ્ત્રીઓએ પણ તપના પ્રભાવથી સ્ત્રીલિંગ છેદીને તે બ્રહ્મોત્તર સ્વર્ગમાં દેવની પ્રર્યાય પ્રાપ્ત કરી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com