________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૪૯ વિધુતચર નામના મહાતપસ્વી મુનિરાય વિહાર કરતા કરતા મથુરાના વનમાં આવ્યા. ત્યાં એક વનદેવી આવીને બોલી- “હું સ્વામી! આ વનમાં એક દાનવ રહે છે, તે ઘણો જ દુષ્ટ સ્વભાવી છે અને જે કોઈ અહીં રહે છે તેને રાત્રે આવીને સપરિવાર ઘોર દુઃખ દે છે માટે હે સ્વામીન્! આપ કૃપા કરીને અહીંથી બીજા કોઈ ક્ષેત્રે જઈને ધ્યાન કરો.” ત્યારે વિદ્યુતચર કહેવા લાગ્યા કે જે ડરથી કાયર થાય છે, તે મુનિઓનો સિંહવૃત્તિ ગુણ નષ્ટ થઈ જાય છે અને શિયાળવૃત્તિથી તે તપથી ભ્રષ્ટ થઈ નીચ ગતિને પામે છે. આજ તો અમારે પ્રતિજ્ઞા છે તેથી અમે અહીં જ ધ્યાન કરીશું. જે હોનહાર હશે તે થશે, એમ કહીને યોગીએ ધ્યાન ધારણ કર્યું. જ્યારે અર્ધરાત વીતી ગઈ ત્યારે તે દાનવ આવ્યો અને ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો. ભિન્ન ભિન્ન પ્રકારના રૂપ ધારણ કરીને ડરાવવા લાગ્યો. આ સમયે વિદ્યુતચરે ઘોર ઉપસર્ગ સમજીને સંન્યાસ ધારણ કર્યું. અંતે જ્યારે દાનવ થાકી ગયો અને મુનિને ચળાવી ન શક્યો એટલે પોતાની માયા સંકેલી લઈને મુનિ પાસે ક્ષમા માગીને ચાલ્યો ગયો.
જ્યારે સવાર થયું ત્યારે નગરના નરનારીઓ આ સમાચાર સાંભળી તેમને જોવા આવ્યા અને મસ્તક નમાવીને તેમની સ્તુતિ કરી પરંતુ મુનિરાજ તો મેરુ સમાન અચળ ધ્યાનમાં મૌનસહ સ્થિત રહ્યા.
આ પ્રમાણે વિદ્યુતચર મહામુનિરાજ બાર વર્ષ સુધી તપશ્ચરણ કરીને, અંતે સમાધિમરણ કરીને સર્વાર્થસિદ્ધિમાં અહમિન્દ્ર થયા. ત્યાંથી ચ્યવીને મનુષ્ય જન્મ લઈને સિદ્ધપદને પામશે.
બીજા પણ જે મુનિઓએ જેવું તપ કર્યું તે જ પ્રમાણે ઉત્તમ ગતિએ પામ્યા. આ પ્રમાણે તે બ્રાહ્મણના મહામિથ્યાત્વી પુત્ર જૈનધર્મના પ્રભાવથી મોક્ષ અને સર્વાર્થસિદ્ધિનું પદ પામ્યા. જુઓ, ભવદેવનાનોભાઈ મોટાભાઈનું માન રાખવા માટે અને તે શેઠની ચારે સ્ત્રીઓ, જે પતિ વિરક્ત થવાથી અને પતિ દ્વારા નાક, કાન આદિ અંગોપાંગ છેદાવાથી દુઃખી થઈને આર્થિકા બની ગઈ હતી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com