________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | 50) શ્રી જંબૂસ્વામી-ચરિત્ર તે પણ આ જૈનધર્મના પ્રભાવથી ભવદવ તો સર્વાર્થસિદ્ધિમાં અને તે ચારે સ્ત્રીઓ છઠા સ્વર્ગમાં સ્ત્રીલિંગ છેદીને દેવ થઈ. મોટાભાઈ ભાવદેવ જંબૂસ્વામી થઈને મોક્ષ પામ્યા. જાઓ, જેમણે ભય, લજ્જા અને માનવેશે પણ ધર્મ અંગીકાર કર્યો હતો તેઓ પણ નર સુરના ઉત્તમ સુખ ભોગવીને સદ્ગતિ પામ્યા તો જે ભવ્ય જીવ સાચા મનથી વ્રત પાળે અને ભાવના ભાવે તેમને ઉત્તમ ગતિની પ્રાપ્તિ કેમ ન થાય? અર્થાત્ અવશ્ય થાય જ. માટે હે ભવ્ય જીવો! સ્વપરની ઓળખાણ કરીને આ ધર્મ ધારણ કરો અને સ્વપરનું કલ્યાણ કરો. આ પ્રમાણે આ પુણોત્પાદક કથા પૂર્ણ થઈ. જે ભવ્ય જીવ, મન, વચન, કાયાથી તેને વાંચે, સાંભળે અને સંભળાવે તેના અશુભ કર્મોનો ક્ષય થાય. ૐ શાંતિ ! શાંતિ ! શાંતિ ! જબૂસ્વામી ચરિત જો, પઢે સુને મન લાય; મનવાંછિત સુખ ભોગકે, અનુક્રમ શિવપુર જાય. સંસ્કૃતસે ભાષા કરી, ધર્મબુદ્ધિ જિનદાસ; લમેચું નાથુરામ પુનિ, છંદબદ્ધકી તાસ. કિસનદાસ સુત મૂલચંદ, કરી પ્રેરણા સાર; જંબૂસ્વામી ચરિતકી, કરી વચનિકા સાર. તબ તિનકે આદેશસે, ભાષા સરલ વિચાર; લઘુમતિ નાથુરામ સૂત, દીપચંદ પરવાર. જગત રાગ અરુષ વશ, ચહું ગતિ ભ્રમે સદીવ; પામે સમ્યકરન જો, કાટે કર્મ અતીવ. ગત સંવત્ નિર્વાણકો, મહાવીર જિનરાય; એકમ શ્રાવણ શુક્લકો, કરી પૂર્ણ હર્ષાય. અંતિમ હું ઈક પ્રાર્થના, સુનો સુધી નરનાર; જો હિત ચાહો તો કરો, સ્વાધ્યાય પરચાર. - સમાપ્ત - Please inform us of any errors on rajesh@AtmaDharma.com