________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | ૨૦)
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર આ વચન સાંભળીને સ્વામીએ કાંઈક ગુસ્સે થઈને કહ્યું- “જે રાજા અનીતિ કરે તેને નમસ્કાર શાના હોય?”
રાજાએ કહ્યું-“અરે બચ્ચા! તારા મગજમાં શું પવન ભરાઈ ગયો છે? કહે તો ખરો કે મેં કઈ અનીતિ કરી છે? બાળક જાણીને હું તો તને કાંઈ કહેતો નથી અને તું ઉલ્ટો મને દોષ દે છે? ત્યારે કુમારે હસીને કહ્યું કે આપને આપની અનીતિ દેખાતી નથી. બરાબર છે, પોતાના કપાળનું તિલક સીધું છે કે વાંકુ એ દર્પણ વિના પોતાને જણાતું નથી.” સાંભળો, આપની આ અનીતિ છે કે
“જાસુ માંગ સો હી વરે, દેશ દેશ યહુ રીતિ;
શ્રેણિક માંગ સુ તુમ ચહો, યહી સુ મા-અનીતિ.”
માટે હે વિદ્યાધર રાજ! આ ખોટી હઠ છોડી આપના દેશમાં જાવ અને સુખેથી રાજ્ય ભોગવો. જુઓ, પહેલાં રાવણ, કીચક વગેરે જે અનીતિવાન પરસ્ત્રીલંપટ રાજાઓ થયા, તેઓ આ ભવમાં પણ દુઃખ અને અપયશ પામ્યા અને અંતે નરકાદિ કુગતિ પામ્યા. માટે આ હુઠ સારી નથી. આ સાંભળતા જ રાજા ગુસ્સાથી બોલ્યો- “છોકરમત ન કર. હજી તને મારા પરાક્રમની ખબર નથી. વિચાર કર્યા વિના ધીઠ બનીને ગમેતેમ બકયા કરે છે પણ આજે જ હું મૃગાંકને બાંધીને તેની પુત્રીનું પાણિગ્રહણ કરીશ.”
ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો-“અરે રાજ! હજી પણ તમે ચેતો. જાણી જોઈને વિષભક્ષણ કરવું સારું નથી. જાઓ, કાગડો પણ આકાશમાં ઉડે છે પરંતુ બાણ વાગતાં જ પ્રાણ ખોઈ બેસે છે, માટે જો તમે તમારી કુશળતા ચાહતા હો તો આ દુરાશા છોડી દો, રાજા શ્રેણિક પાસે જઈને તેમની ક્ષમા માગો, નહીં તો તમારું ભલું નથી એમ સમજો.”
આવી ઉદ્ધતાઈ ભરેલી દૂતની વાણીથી રત્નચૂલથી રહેવાયું નહીં અને ક્રોધ કરીને બોલ્યો- “આણે પહેલાં તો મારો વિનય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com