________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૨૧ |
ન કર્યો અને પાછો મારી સામે નિંદા કરે છે, હમણાં ને હમણાં એને બહાર લઈ જઈને મારી નાખો.”
આ આજ્ઞા થતાં જ સુભટો કુમારને લઈને બહાર આવ્યા. એ જોઈને દર્શકો કણ પોકાર કરવા લાગ્યા કે શું આજે આ સુંદર બાળક મરણ પામશે? પરંતુ શું કરે? રાજાજ્ઞા શિરોધાર્ય ોય છે. યોગ્ય જ કહ્યું છે
પલિત જાનવર ભાર્યા, નૌકર બંધુઓ સોય;
પરાધીન ઈતને રહે; પંચ ન સુખ ઈન હોય.” નોકરને માલિકની હા એ હા કરવી પડે છે. સ્વામી ભલે અન્યાય કરે પરંતુ નોકરે તો તેને ન્યાય જ કહેવો પડે છે. નોકરી કરવી અને નકાર કરવો એમ બની શકતું નથી. વાસ્તવમાં તો પાપના ઉદયથી જ આ નીચ કૃત્ય એવી નોકરી કરવી પડે છે, સંસારમાં કાંઈ પણ સુખ હોય તો સ્વાધીનતામાં છે. એ સ્વાધીનતા સંસારીઓમાં ક્યાંથી હોય? એ તો તે પરમ પુરુષોને જ પ્રાપ્ત છે કે જે આ સંસારનો તૃણવત્ ત્યાગ કરી, સાચા સ્વાધીન, અતીન્દ્રિય સુખોનો અનુભવ કરી રહ્યા હોય છે, યથાર્થમાં તેઓ જ ધન્ય છે! નોકરો પણ આવી પરાધીનતાની નિંદા કરતાં કુમારને લઈ ગયા.
જ્યારે મૃત્યુક્ષેત્રમાં લઈ જઈને તેમણે સ્વામી ઉપરશસ્ત્ર પ્રહાર કર્યો, ત્યારે સ્વામીએ પોતાના હાથમાં રહેલા વજદંડથી પોતાનો બચાવ કર્યો અને વળતો પ્રહાર તેમના ઉપર કર્યો. દસવીસ સુભટો તો દડાની જેમ આમ તેમ ફેંકાઈ ગયા. પછી તો સ્વામીએ જાણે સિંહનું રૂપ ધારણ કર્યું હોય એમ લડવા લાગ્યા. આથી આખી સેના સ્વામી ઉપર એકદમ તૂટી પડી. તેમાંના કેટલાક તો સ્વામીના મુષ્ટિપ્રહારથી જ મૃત્યુ પામ્યા, કેટલાક ઘાયલ થયા અને કેટલાય ભાગીને પાછા રત્નચૂલ પાસે પહોંચ્યા. તેમણે કહ્યું કે આ રહી આપની નોકરી, કારણ કે જીવતા હોઈશું તો ગમે ત્યાં કમાઈ ખાશું. આમ કોઈ કાંઈ અને કોઈ કાંઈ કહેવા લાગ્યા. તાત્પર્ય એકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com