________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨).
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર,
સ્વામીએ વાતવાતમાં આઠ હજારની સેનાને નષ્ટભ્રષ્ટ કરી નાખી.
તે વખતે રાજા રત્નચૂલ, સ્વામીનું અતુલ પરાક્રમ અને પોતાના સૈન્યની દુર્દશા જોઈને સ્વયં સ્વામીની સન્મુખ આવ્યો. પેલી બાજુએ સ્વામીને અહીં લાવનાર ગગનગતિ વિધાધર આવી પહોંચ્યો તેણે સ્વામીને પોતાનું વિમાન અને કેટલાય દિવ્ય શસ્ત્રો આપ્યાં. હવે બન્ને વચ્ચે ધમાસણ યુદ્ધ થવા લાગ્યું. એક તરફ સ્વામી એકલા હતા અને બીજી તરફ પૂરા સૈન્ય સાથે રાજા રત્નચૂલ લડતો હતો.
રાજા મૃગાંકના બધા દૂતો ગઢ ઊપરથી કૌતુક જોઈ રહ્યા હતા, તેમણે જઈને મૃગાંકને બધા સમાચાર આપ્યા- “હે રાજન! કોઈ એક બળવાન દેવોથી પણ જીતી ન શકાય તેવો પુરુષ, અત્યંત રૂપવાન, તેજસ્વી, અલ્પવયનો સુભટ કોણ જાણે ક્યાંકથી આવ્યો છે, તે રાજા રત્નચૂલની આઠ હજારની સેનાને અસ્તવ્યસ્ત કરી, તેની સામે લડી રહ્યો છે. એક તરફ તે વીર એકલો છે અને બીજી તરફ પોતાના સંપૂર્ણ સૈન્યસહિત રત્નચૂલ છે. કોણ જાણે આ અનીતિ જોઈને કોઈ દેવ જ આવ્યો હોય અથવા રાજા શ્રેણિકે આપણી મદદ માટે કોઈને મોકલ્યો હોય!”
આ સમાચાર સાંભળી રાજા મૃગાંકે પણ તરતજ પોતાના સૈન્ય સહિત યુદ્ધક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું અને જોતાં જ આશ્ચર્ય પામીને સ્વામીને પ્રાર્થના કરી- “હે નાથ ! આપ રત્નચૂલનો સામનો કરો અને સૈન્યને હું જોઈ લઈશ.” આ તરફ રત્નચૂલે મૃગાંકની સેનાને આવતી જોઈ અને વિસ્મીત થઈને પૂછયું-“અરે મંત્રી ! આ કોની સેના આવી રહી છે?” મંત્રીએ ઉત્તર આપ્યો- “મહારાજ ! આ રાજા મૃગાંક સહાય મેળવીને સૈન્ય સાથે આવી રહ્યો છે.”
ત્યારપછી બન્ને સૈન્ય પરસ્પર આવેગપૂર્વક ટકરાઈ પડ્યું અને ધમાસણ યુદ્ધ થવા લાગ્યું. હાથી સામે હાથી, ઘોડા સામે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com