________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ( ૧૯
છે. લગામ અને અંકુશ નાના જ હોય છે તો પણ ઘોડા અને હાથીને વશ કરી લે છે, રામ અને લક્ષ્મણ ભૂમિગોચરી જ હતા તો પણ પ્રતિવાસુદેવ રાવણને જીતીને સીતાજીને પાછા લઈ આવ્યા અને લંકા પણ પોતાને તાબે કરી. માટે હું વિદ્યાધર! નાની વસ્તુને નિર્બળ ન સમજવી.” વિધાધરને આમ કહીને રાજા શ્રેણિકને પ્રાર્થના કરી-“હે
નાથ! આ કોઈ અઘરું કામ નથી. આપ આજ્ઞા આપો તો હું જઈને તે અન્યાયીનો ગર્વ ઉતારી તે કન્યાને લઈ આવું ? ”
રાજાએ સ્વામીની વાત સાંભળી પ્રસન્ન થઈ કુંવરને બીડું આપ્યું અને વિદ્યાધરને કહ્યું-“ કુંવરને કુશળતાથી લઈ જાવ.
,,
વિદ્યાધરે સહર્ષ સ્વીકાર કર્યો. સ્વામીએ ત્યાંથી ઘરે આવી પોતાના માતા પિતાની આજ્ઞા લઈને પ્રયાણ કર્યું અને થોડી જ વારમાં વિદ્યાધર સાથે વિમાન દ્વારા કેરલપુર પહોંચ્યા અને ત્યાંના બધા સમાચાર પૂછતા માલુમ પડયું કે મૃગાંક તો કિલ્લામાં ડરનો માર્યો ભરાઈ બેઠો છે અને રત્નચૂલનું સૈન્ય ચારે તરફ ફેલાઈ ગયું છે.
આ સમાચાર જાણીને સ્વામી દૂતનો વેષ ધારણ કરી રત્નચૂલની સેનામાં ગયા અને સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં દોઢી ઉપર પહોંચ્યા. તેમણે દ્વારપાળને કહ્યું કે રાજાને ખબર આપો કે રાજા મૃગાંકનો દૂત આવ્યો છે અને આપની સાથે લગ્ન સંબંધી કાંઈ વાત કરવા ઇચ્છે છે, દ્વારપાળે અંદર જઈ રાજાને વિનયપૂર્વક હકીકત કહી અને તરત જ સ્વામીને અંદર લઈ ગયો. સ્વામીએ અંદર આવી રાજાને નમસ્કાર ન કર્યા. ફકત એમ જ ઉભા રહ્યા. રાજાએ આવી ઉદ્ધતાઈ જોઈને કહ્યું ‘અરે અજ્ઞાની ! કયા મૂર્ખાએ તને દૂત બનાવ્યો છે? તને દૂતના વ્યવહારની તો કશી ખબર લાગતી નથી. તે આવીને નિયમ પ્રમાણે નમસ્કાર કેમ ન કર્યા?’
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
—