________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
નમઃ સિદ્ધભ્યઃ
શ્રી જમ્બુસ્વામી-ચરિત્ર
પ્રથમ પ્રણમિ પરમેષ્ઠિ ગણ, પ્રણમોં શારદ પાય; ગુરુ નિગ્રંથ નોં સદા, ભવભવમેં સુખદાય. ધર્મ દયા હિરદે ધરૂં, સબ વિધિ મંગલકાર; જંબૂસ્વામી-ચરિતકી, કરૂં વનિકા સાર.
મધ્યલોકના અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો વચ્ચે એક લાખ યોજનના વ્યાસવાળો થાળીના આકાર જેવો ગોળ જંબૂ નામનો એક દ્વીપ છે. તેની મધ્યમાં નાભિસમાન શોભાદાયક એક સુદર્શન નામનો પર્વત પૃથ્વીથી ૯૦૦૦૦ યોજન ઊંચો છે અને તેના મૂળ પૃથ્વીમાં ૧૦૦૦૦ યોજન ઊંડા છે. આ પર્વત પર ચાર વન છે ભદ્રશાળ, નંદન, સૌમનસ અને પાંડુક આ ચારે વનોમાં ચારે તરફ ચાર ચાર અકૃત્રિમ, અનાદિનિધન જિનચૈત્યાલયો છે. ત્યાં દેવો, વિધાધરો તથા તેમની સહાયથી બીજા પુણ્યવાન પુરુષો દર્શન, પૂજન ધ્યાન કરીને પોતાનું આત્મકલ્યાણ કરે છે.
છેવટના પાંડુકવનમાં ચારે દિશામાં ચાર અર્ધચંદ્રાકાર શિલાઓ છે. ઇન્દ્ર શ્રી તીર્થંકરદેવના જન્મકલ્યાણક સમયે તેના ઉપ૨ બાળ તીર્થંકરને બિરાજમાન કરીને ક્ષીરસાગરના જળથી ૧૦૦૮ કળશો દ્વારા અભિષેક કરે છે. આ પર્વતની તળેટીમાં ચારે તરફ ચાર ગજદંત (હાથીના દાંત જેવા આકારવાળા) પર્વતો છે. એના ઉપર પણ અકૃત્રિમ ચૈત્યાલયો છે. આ પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં હિમવન, મહાહિમવન, નિષધ, નીલ, રુકિમ, અને શિખરી એવા છ મહાપર્વતો દંડાકારે પૂર્વથી પશ્ચિમ સમુદ્ર સુધી આડા ફેલાયેલા છે, જેમના કારણે જંબૂઢીપના સ્વાભાવિક સાત ભાગ થઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com