________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૧૩ |
ગઈ અને સમાધિમરણ કરીને આ જ છઠ્ઠી સ્વર્ગમાં ચારે દેવી થઈ છે. તે બન્ને દેવો (જંબૂસ્વામી, વિધુતચરના જીવો રૂપે) અને આ દેવીઓ અહીંથી ચ્યવીને સાથે જ દીક્ષા લેશે.” એનું વિશેષ વર્ણન આ પ્રમાણે છે તે સાંભળો-“હસ્તિનાપુરના રાજા દુરદન્દને ત્યાં શિવકુમારનો જીવ છઠ્ઠી સ્વર્ગમાંથી ચ્યવીને વિધુતચર નામનો પુત્ર થયો. તે મહાબળવાન, પ્રતાપી અને સર્વ વિદ્યાઓમાં નિપુણ હતો. ત્યાં સુધી કે તેણે ચોરી કરવાની કળા પણ શીખી લીધી. પહેલી જ વાર તેણે રાજભંડાર ચોરવા માટે મહેલમાં પ્રવેશ કર્યો કે તેને કોટવાળ પકડી લઈ રાજાની સામે ખડો કર્યો. રાજા પોતાના પુત્રની આ દશા જોઈને ખૂબ દુઃખી થયા અને બોલ્યા કે હે પુત્ર! તું આ બધો રાજભંડાર લઈ જા પરંતુ ચોરી કરવાનું છોડી દે કેમ કે ઇચ્છિત વસ્તુ મળી જાય પછી કોઈ ચોરી કરતું નથી. પરંતુ વિદ્યુતચર એકનો બે ન થયો. રોગીને કુપથ્ય જ સારું લાગે છે પછી ભલે તેનાથી તેના પ્રાણ પણ ચાલ્યા જતા હોય છેવટે રાજાએ અત્યંત ખેદપૂર્વક કહ્યું કે “જો તું આ દુષ્ટ કાર્ય નહિ છોડ તો કોઈને કોઈ દિવસ અવશ્ય તારા પ્રાણ જશે અને તારે ઘણું દુઃખ ભોગવવું પડશે.” ત્યારે વિધુતચરે કહ્યું “પિતાજી! મારાથી આ કામ છૂટશે નહિ. હું તો ચોરી કરીને આખા રાજ્યમાં લૂંટ કરીને ખાઈશ અથવા આપનું રાજ્ય છોડી વિદેશમાં ચાલ્યો જઈશ.” આ સાંભળી રાજાએ લાચાર થઈને તેને દેશનિકાલની આજ્ઞા આપી દીધી. સત્ય છે, ન્યાયી પુરુષોનું એ જ કર્તવ્ય છે કે ચાહે પોતાનો પુત્ર હોય કે પિતા હોય અથવા ગમે તેવો સ્નેહી હોય, તે જો અપરાધ કરે તો તેને અવશ્ય યોગ્ય શિક્ષા કરે છે, પક્ષપાત કદી કરતા નથી.
રાજપુત્ર વિધુતચર ત્યાંથી નીકળીને કેટલાક દિવસો પછી રાજગૃહી આવ્યો અને કમળા વેશ્યાને ત્યાં રહેવા લાગ્યો. ત્યાં તે આખા નગરમાંથી ચોરી કરીને વેશ્યાનું ઘર ભરવા લાગ્યો અને આ પ્રમાણે કાળ વ્યતીત કરવા લાગ્યો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com