________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૪).
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર આ જ રાજગૃહી નગરીમાં અર્હદાસ નામે એક શેઠ રહે છે, તેને જિનમતી નામની મહા શીલવતી સ્ત્રી છે. આ વિધુતવેગ દેવ કે જેનું આયુષ્ય ત્રણ દિવસ બાકી છે તે સ્વર્ગમાંથી ચ્યવીને તેને પેટે પુત્રરૂપે અવતરશે અને તપ કરીને ભવજાળ તોડી સ્વાત્માનુભૂતિ રૂપ સાચું સુખ મેળવશે.
ગૌતમસ્વામીના મુખથી આ કથન થઈ રહ્યું હતું ત્યાં એક યક્ષ ગદગદ થઈને ત્યાં નાચવા લાગ્યો એટલે રાજા શ્રેણિકે વિસ્યમ પામીને પૂછયું-“હે સ્વામીન! આ યક્ષ કેમ નાચે છે! સ્વામીએ ઉત્તર આપ્યો કે-“અર્હદાસનો સહોદર ભાઈ દ્ધદાસ હતો. તે અત્યંત કુરૂપ અને વ્યસનાસક્ત હતો. એક દિવસ તે પોતાનું બધું ધન જુગારમાં હારી ગયો એટલે ઉધાર લઈને રમ્યો અને તે પણ હારી ગયો. ઘરમાં પણ કાંઈ હતું નહિ એટલે ઉધાર લીધેલું ઋણ કેવી રીતે ચૂકવે? તેથી તેની સાથે રમનારા બીજા જુગારીઓએ, જેમની પાસેથી તેણે ઉધાર લીધેલું, તેમણે તેને પકડીને બાંધ્યો અને તે બેશુદ્ધ થઈ જાય ત્યાં સુધી માર્યો.
જ્યારે અર્હદાસને આ ખબર પડી ત્યારે તરત જ તેણે દ્રદાસને ખાટલામાં સૂવડાવી ઘેર બોલાવી લીધો અને તેની વેદના અંતિમ જાણી તેને સંન્યાસમરણ કરાવ્યું. તે દ્રદાસનો જીવ સંન્યાસના યોગે આ યક્ષ થયો છે અને હવે પોતાના વંશમાં મોક્ષગામી પુરુષની ઉત્પતિ સાંભળીને આનંદિત થઈને નાચી રહ્યો છે.”
ગૌતમસ્વામીના મુખથી આ વૃત્તાંત સાંભળી સભાજનોને અતિ આનંદ થયો તથા અર્વદાસ અને તેની પત્નીના આનંદનો તો પાર જ ન રહ્યો. ભીખારીને કુબેરની સંપતિ મળવાથી જેવો આનંદ થાય તેવો આનંદ આખા નગરમાં બધાને થયો. ઘેર ઘેર મંગળગાન થવા લાગ્યા. એક દિવસ શેઠાણી જિનમતી શયનગૃહમાં સુખનિદ્રા લઈ રહી હતી તે જ સમયે તે વિધુતવેગ દેવ બ્રહ્મોત્તર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com