________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૧૫ |
સ્વર્ગમાંથી ચ્યવીને શેઠાણીના ગર્ભમાં આવ્યો શેઠાણીએ પાછલી રાત્રે આ શુભ સ્વપ્ન જોયું અને પોતાના પતિને તે સ્વપ્નનું ફળ પૂછયું. બરાબર છે, “સતી સ્ત્રીઓ લાભ-અલાભ જે કાંઈ પણ હોય તેના સાચા સમાચાર પોતાના પતિને જ કહે છે. ત્યારે શેઠે સ્વામીના મુખે સાંભળેલ વૃત્તાંત યાદ કરીને તથા નિમિત્ત શાસ્ત્રદ્વારા સ્વપ્નનું ફળ વિચારીને કહ્યું “પ્રિયે! તમારા ગર્ભમાં રૈલોક્યતિલક મોક્ષગામી પુત્રનું આગમન થયું છે. આ સાંભળી બધાને અતિ આનંદ થયો અને વખત વીતતાં કાંઈ ખબર પડી નહિ. પૂરા દસ મહિના પછી અર્હદાસ શેઠને ધેર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, ઘેર ઘેર મંગળગાન થવા લાગ્યા, યાચકોને ઈચ્છિત દાન આપવામાં આવ્યા. અને સ્વજન સુહૃદ ઇત્યાદિ પુરુષોનું પણ યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું આ બાળક દિન પ્રતિદિન એવો વધવા લાગ્યો જાણે ચંદ્ર પોતાની સંપૂર્ણ કળઓ સહિત વિસ્તાર પામી રહ્યો હોય ! જ્યોતિષીઓએ વિચાર કરીને તેનું શુભ નામ “ જંબૂસ્વામી” રાખ્યું. એનું રૂપ એવું અનુપમ હતું કે જેને જોતાં નગરવાસી રાજા પ્રજા સૌના ચિત્ત હર્ષ પામતા હતા.
જ્યારે સ્વામી દસ વર્ષના થયા ત્યારે વસ્ત્રાભૂષણ ધારણ કરીને પોતાની સાથે ખેલતા બાળકો વચ્ચે તારાઓના સમૂહમાં ચંદ્ર શોભે તેમ શોભતા હતા. નગરજનો ધન્ય ધન્ય બોલીને આશીર્વાદ આપતા હતા.
જ્યાં જે રસ્તેથી સ્વામી પસાર થતા ત્યાં લાખો લોકોની ભીડ જામી જતી, ત્યાં સુધી બનતું કે સ્ત્રી-પુરુષ પોતાના આવશ્યક કામ પણ ભૂલી જતાં.
એક દિવસ રાજા ક્રિીડા કરવા વનમાં ગયો હતો અને બધા નગરજનો પણ આનંદમગ્ન હતા. ત્યાં અચાનક રાજાનો પટ્ટબંધ હાથી છૂટી ગયો અને નગરમાં જ્યાં ત્યાં એવો ઘોર ઉપદ્રવ કરવા લાગ્યો કે જાણે પ્રલયકાળ આવ્યો હોય! સ્ત્રી-પુરુષો ભયભીત બનીને પોકાર પાડવા માંડ્યા. રસ્તા સૂના થઈ ગયા, દુકાનો બંધ થઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com