________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬)
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર |
ગઈ, કોઈ બહાર નીકળી શકતું નહિ. આ ખબર રાજા સુધી પહોંચી, ત્યાંથી મોટા મોટા યોદ્ધાઓ આવી પહોંચ્યા પરંતુ કાંઈ પરિણામ આવ્યું નહિ. એ જ સમયે સ્વામી જંબૂકુમાર પોતાના મિત્રો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. તેને જોતાં હાથી સૂંઢ ઊંચી કરીને તેમની તરફ આવ્યો, જાણે કે તે સૂંઢ ઊંચી કરીને સ્વામીને નમસ્કાર ન કરતો હોય! આ જોઈને બધા સાથીઓ તો ડરીને ભાગી ગયા પરંતુ સ્વામી તે હાથીની ચેષ્ટા જોઈને હસ્યા. નગરવાસીઓ તો હાય હાય કરતા પોકારવા લાગ્યા કે કોણ જાણે આ હાથી આ બાળકને છોડશે કે નહિ? દોડો, બચાવો વગેરે બૂમો પાડવા લાગ્યા. પણ સ્વામીને જરાપણ ભય લાગ્યો નહોતો. તેમણે હાથીની સામે આવીને કપડાને વળ દઈને જોરથી હાથીને માથું જેથી હાથી ચીસ પાડતો નાસવા લાગ્યો એટલે સ્વામીએ તેનું પૂંછડું પકડી તેને રોકી લીધો અને તેના ઉપર બેસીને સાત વાર આમતેમ ખૂબ દોડાવ્યો. રાજા અને નગરજનો આ કૌતુક જોઈને હર્ષ અને આશ્ચર્યચક્તિ થઈ ગયા. સ્વામીને હાથી ઉપર બેસીને ઘેર આવેલો જોઈને માતાપિતાએ ઝટ તેને ગોદમાં લઈ તેનું મુખ ચૂમવા અને ઓવારણા લેવા લાગ્યા. તેને આશ્ચર્યપૂર્વક પૂછયું- “પુત્ર! તારા આવા પલ્લવ સમાન કોમળ હાથે તે કઈ રીતે આવા મન્દોન્મત્ત હાથીને પકડી લીધો?' સ્વામીએ વિનયપૂર્વક જવાબ આપ્યો-“પિતાજી, આપના ચરણોના પ્રસાદથી જ પકડયો છે. ઠીક જ કહ્યું છે –
બડે બડાઈ ના કરે, કરે અપૂરવ કામ;
હીરા મુખસે ના કહે, લાખ હમારો દામ. એવામાં સ્વામીને બોલાવવા માટે રાજદૂત આવ્યો અને ખૂબ સન્માનપૂર્વક રાજ દરબારમાં લઈ ગયા. સ્વામીને દરબારમાં આવતા જોઈને સભાજનોએ ઉઠીને નમસ્કાર કર્યો ને રાજાએ પણ ઉઠીને આગળ આવી તેને અર્ધા સિંહાસન ઉપર બેસાડ્યા. પછી ઘણી પ્રીતિપૂર્વક વાતચીત થયા પછી રાજાએ કહ્યું-“કુમાર!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com