________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૧૭ | હું ઇચ્છું છું કે આપ નિત્ય દરબારમાં આવતા રહો.” સ્વામીએ તેનો સ્વીકાર ર્યો. ત્યાર બાદ રાજાએ છત્ર, ચામર, રથ, પાલખી આદિ આપીને તેમને વિદાય કર્યા.
એક દિવસ અર્હદાસ શેઠ પોતાના ઘરમાં સુખાસન ઉપર બેઠા હતા ત્યાં ચાર ખૂબજ ધનવાન શેઠ આવીને તેમને વિનંતિ કરવા લાગ્યા-“હે શેઠજી, અમારે ત્યાં ચાર અત્યંત રૂપવતી અને ગુણવતી કન્યાઓ છે. તે કન્યાઓ આપના સુપુત્ર જંબૂકુમારને આપવા અમે ઇચ્છીએ છીએ. અમને આશા છે કે આપ અમારી આ તુચ્છ ભેટનો સ્વીકાર કરશો.” અર્હદાસ શેઠે આગંતુક મહેમાનોને આદરસહિત બેસાડીને પોતાની પત્ની જિનમતી પાસે જઈને તેને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને શેઠાણી અત્યંત આનંદથી બોલી “સ્વામી! આ વ્યવહાર ઉચિત જ છે, તે અવશ્ય કરવો જોઈએ.” આ પ્રમાણે પતિ-પત્નીએ સંમતિપૂર્વક શુભ મુહૂર્તમાં સગાઈ કરી નાખી અને ઉત્સવ કર્યો, સ્વામી નિયમાનુસાર નિત્ય રાજદરબારમાં જવા લાગ્યા.
એક દિવસ અંગકીટ નામનાં પર્વત ઉપર રહેતો ગગનગતિ નામનો વિદ્યાધર સભામાં આવીને કહેવા લાગ્યો-“હે રાજ! આ અંગકીટ પર્વત ઉપર કેરલપુર નામનું નગર છે, ત્યાં મારા બનેવી રાજા મૃગાંક સુખેથી રાજય કરે છે, તેને મંજા નામની એક કન્યા છે. એક દિવસ રાજાએ કોઈ મુનિને પૂછ્યું કે આ પુત્રીનો વર કોણ થશે? ત્યારે મુનિવરે કહ્યું કે “રાજગૃહીના રાજા શ્રેણિક તેના વર થશે.” આ સાંભળીને રાજાએ તે કન્યા આપને આપવાનો નિશ્ચય કર્યો છે. પરંતુ જયારે આ વાતની ખબર રાજા રત્નચૂલને પડી ત્યારે તેણે રાજા મૃગાંક પાસે પોતાનો દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે જો તમે. તમારી કુશળતા ચાહતા હો તો તમે તમારી કન્યા મંજુ મને આપી ધો. દૂતના વચન સાંભળીને રાજા ચિંતાતુર થઈ ગયા અને પછી ગુસ્સાપૂર્વક દૂતને જણાવી દીધું કે તું જઈને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com