________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮).
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર |
આવી ગયા, હવે કોણ જાણે કેટલે દૂર જશે? જો મને આજ્ઞા આપી હોત તો હું ઘેર ચાલ્યો જાત, આગળ જઈને પણ કોણ જાણે એ મને પાછો આવવા દેશે કે નહિ? ઇત્યાદિ સંકલ્પ કરતો કરતો ચાલી રહ્યો હતો. મુનિરાજ ન તો એને કહેતા હતા કે સાથે આવ કે ન પાછા જવાની આજ્ઞા આપતા હતા. તે તો મૌન ધારણ કરીને ચાલ્યા જ જતા હતા. તે મનમાં વિચારતા હતા કે જો ભવદેવ ગુરુ પાસે પહોંચીને આ અસાર સંસારનો ત્યાગ કરી દે તો સારું કેમકે એના આત્માએ મિથ્યાત્વ વશ થઈને અશુભ કર્મનો બંધ કર્યો છે તે જિનેશ્વરી તપશ્ચરણથી છૂટી જશે અને તે ઉત્તમ સુખ પામશે.
અહા! ભાતૃસ્નેહ આનું જ નામ કહેવાય કે ભવસમુદ્રમાં ગોથા ખાતા પોતાના ભાઈને તેમાંથી કાઢીને સાચા સુખના માર્ગ પર લાવે. સંસારમાં બીજા આવા ભાઈ વિરલ જ હોય છે જે તેને વિષય કષાયોથી છોડાવે. ફસાવનારા તો અનેક હોય છે. ભારદેવે ભવદેવ પ્રત્યે જે સાચો પ્રેમ પ્રગટ કર્યો તે અનુકરણીય છે.
આ પ્રમાણે પોતપોતાના વિચારોમાં નિમગ્ન થયેલા તે બન્ને ભાઈઓ શહેરથી લગભગ ત્રણ કોશ દૂર વનમાં જઈ પહોંચ્યા, કે જ્યાં શ્રીગુર સંઘ સહિત સ્થિર થયા હતા. બન્નેએ ગુરુને યથાયોગ્ય વિનયસ નમસ્કાર કર્યા અને પોતપોતાને યોગ્ય સ્થાને બેસી ગયા. તે વખતે સંઘના બીજા મુનિઓએ પૂછ્યું- “આપની સાથે આ બીજું કોણ છે?' ભાદેવ મુનિએ ઉત્તર આપ્યો- “આ મારો નાનો ભાઈ છે કે જે શ્રીગુરુના દર્શન કરવા માટે આવ્યો છે. એ ગુરુની કૃપાથી સાચા માર્ગ પર આવી જશે.” આ સાંભળીને મુનિઓ પ્રશંસા કરવા લાગ્યા –“હે મુનિ! તમે આ બધું સારું કર્યું કે સંસારસાગરમાં તણાતાને કિનારે પહોંચાડ્યો. હવે તેણે જિનેશ્વરી દીક્ષા લેવી જોઈએ કે જેથી તે કર્મોનો નાશ કરી અવિચળ, અવિનાશી સુખની પ્રાપ્તિ કરે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com