________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
૭
તથા સંઘ સાથે અનેક દેશોમાં વિહાર કરતાં કરતાં બાર વર્ષ પછી ફરીથી તે જ વર્ધમાનપુરના ઉદ્યાનમાં આવ્યા.
એક દિવસ ભાવદેવ મુનિએ વિચાર્યું કે મારો નાનો ભાઈ ભવદેવ જે તીવ્ર મિથ્યાત્વમાં ફસાઈ રહ્યો છે તેને કોઈ ઉપાય સમજાવવો જોઈએ. આમ વિચારી શ્રીગુરુની આજ્ઞા લઈને નગરમાં જઈ પોતાના ભાઈના મકાનમાં પ્રવેશ કર્યો. એનો નાનો ભાઈ પોતાના મોટા ભાઈને આવેલા જોઈને પોતાનો જન્મ ધન્ય માની પ્રફુલ્લિત થઈ તેમની સ્તુતિ કરવા લાગ્યો. ‘નાનાએ મોટાનો વિનય કરવો ઉચિત જ છે.’ પછી તેમને ઊંચા આસને બેસાડી કુશળ સમાચાર પૂછયા.
ત્યારે મુનિએ તેને ‘ધર્મલાભ’ ના આશીર્વાદ આપીને કહ્યું કે જે પુરુષ નિશદિન જિનભગવાનના ચરણોમાં આસક્ત રહે છે, તેને સદૈવ કુશળતા જ હોય છે. ત્યારપછી મુનિવરે ત્યાં સભામંડપ, મીંઢળ બંધન, કેસરી વસ્ત્ર આદિની સામગ્રી અને સ્ત્રીઓને મંગળ-ગીત ગાતી જોઈને, ભવદેવને પૂછ્યું, –“ આ બધું શું છે?” ત્યારે ભવદેવે કહ્યું-આજ રાત્રે મારા લગ્ન થયા છે એનો આ બધો ઉત્સવ છે. ત્યારે મુનિરાજે કહ્યું કે આ બધી તો કર્મજંજાળ છે પરંતુ તમને કાંઈ ધર્મનું જ્ઞાન પણ છે કે નહિ ? એટલે ભવદેવે ભાવદેવ પાસે ધર્મશ્રવણ કરીને અણુવ્રત ગ્રહણ કર્યા અને મુનિએ સંઘ તરફ વિહાર કર્યો. મુનિવર તો નીચી દૃષ્ટિ રાખીને ઈર્યાપથનું પાલન કરતાં-ધર્મધ્યાનનું પાલન કરતાં જઈ રહ્યા હતા અને ભવદેવ ફક્ત લોકરીત અનુસાર તેમની પાછળ પાછળ એમ વિચારતો વિચારતો જતો હતો કે મોટાભાઈ મને ક્યારે પાછા ફરવાની આજ્ઞા આપે અને હું ક્યારે તરત જ ધરે જઈને મારી નવ વિવાહિતા સ્ત્રીને મળું? આમ તે બન્ને પોતપોતાના ધ્યાનમાં મગ્ન નગરથી લગભગ ૧ કોશ દૂર નીકળી ગયા, પરંતુ મુનિરાજે ભવદેવને પાછા જવાનું ન કહ્યું, ભવદેવ મનમાં વિચારવા લાગ્યો કે એક કોશ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com