________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ભવદેવ અને ભાવદેવ વિધામાં ઘણા નિપુણ હતા પરંતુ પિતાની જેમ તેઓ પણ મિથ્યાત્વથી બચી શક્યા નહોતા. કેટલોક કાળ વીત્યા બાદ તે બ્રાહ્મણ મરીને પોતાના કરેલા મિથ્યા કર્મોનો પ્રેરાયેલો દુર્ગતિમાં ચાલ્યો ગયો અને આ બન્ને બ્રાહ્મણ પુત્ર તે જ પ્રમાણે પોતાનો સમય વીતાવવા લાગ્યા.
ભાગ્યોદયથી એક દિવસે મહાતપસ્વી શ્રી દિગંબર મુનિ તે નગરના ઉધાનમાં વિહાર કરતા કરતા આવ્યા. તે વખતે બ્રાહ્મણ પુત્રો અને બીજા નગરજનો મુનિને વંદન કરવા ગયા અને વંદન બાદ શ્રીગુરુના મુખેથી ધર્મોપદેશ સાભળ્યો. બધા લોકોએ યથા શક્તિ વ્રતાદિ લીધા અને તે બ્રાહ્મણપુત્ર ભાવદેવ જે મોટો હતો તે સંસારનું સ્વરૂપ સાંભળી, વિષયભોગોથી વિરકત થઈ એમ વિચારવા લાગ્યો કે આ સમય વીતી જશે તો ફરીથી હાથમાં આવશે નહિ, કાળ અચાનક કોળિયો કરી જશે અને પછી બધા વિચારો અહીંના અહીં રહી જશે. સંસારમાં બધા સ્વાર્થના સગા છે. સંસારમાં જો કોઈ હિતકારી હોય તો આ શ્રી ગુરુ જ છે જે કોઈ પ્રયોજન વિના ભવસાગરમાં ડૂબતા એવાં આપણને હાથનો ટેકો આપી કિનારે લઈ જાય છે. બધી વસ્તુઓ ક્ષણભંગુર છે. જ્યાં આપણું શરીર જ નાશવાન છે તો પછી એની સાથે સંબંધવાળા પદાર્થો તો અવશ્ય નાશવાન છે માટે અવસર પામીને હાથમાંથી જવા ન દેવો જોઈએ.
આમ વિચારીને શ્રીગુરુ પાસે જિનદીક્ષા ધારણ કરી લીધી. યોગ્ય જ છે- “જેમ લોઢું પારસમણિના સ્પર્શથી સુવર્ણ બની જાય છે તેમ સત્સંગ પામીને શઠ પણ સુધરી જાય છે.” મહામૂઢ મિથ્યાષ્ટિ પણ સત્સંગના પ્રભાવથી ચતુર વિદ્વાન બની જાય છે. જુઓ, તે બ્રાહ્મણપુત્ર ભાવદેવ પરંપરાથી તીવ્ર મિથ્યાદષ્ટિ હતો તેણે પણ શ્રીગુરુના મુખે સાચો કલ્યાણકારી ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત કરી જિનદીક્ષા લીધી. તે ભાવદેવ મુનિ પોતાના ગુરુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com