________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
કાળ : -
| ૪૪)
એટલામાં ઊંઘ ઉડી ગઈ અને ત્યાં કાંઈ પણ ન જોયું એટલે અતિ વિહળ થઈને આમતેમ ભટકવા લાગ્યા પરંતુ પાણી ન મળવાથી વિશેષ દુઃખી થઈ ગયા. માટે હે મામા! આ ઈન્દ્રિયોના ભોગ તો સ્વપ્ન સમાન છે, એમાં સુખ ક્યાં છે? આ પ્રમાણે સ્વામીએ બીજી પણ અનેક પ્રકારની કથાઓ કહીને સંસારની અસારતાનું વર્ણન કર્યું.”
ત્યારે મામા કહેવા લાગ્યા- “હે નાથ! શા માટે અમને બધાને દુઃખી કરો છો? શાંત ચિત્ત બનીને ઘરમાં રહો. આમ કહીને પોતાની પાઘડી ઉતારીને કુમારના ચરણોમાં મૂકી દીધી અને માથું નમાવીને નમ્ર થઈને કહેવા લાગ્યા, તમને તમારી માતાના સોગંદ છે. અરે! મારા આગમનની લાજ તો રાખો. માતા પિતાદિ ગુરુજનોના વચન પ્રમાણે ચાલવું એ જ કુલીનોનું કર્તવ્ય છે, પરંતુ અહીં તો તે જ દશા હતી
જ્યાં ચિકને ઘટ ઉપરે, નીર ખૂંદ ન રહાય; ત્ય સ્વામીકા અચલ મન, કોઈ ન સક્ત ચલાય.”
એટલે જ્યારે ઘણો સમય થઈ ગયો અને સવાર પડી ગઈ ત્યારે સ્વામીએ કહ્યું- હે સ્વજનવર્ગ! પથ્થરમાં કમળ ઉગાડવાની, જળમાંથી માખણ મેળવવાની અને રેતી પીલીને તેલ કાઢવાની ઈચ્છા કરવી જેમ વ્યર્થ છે તેમ હવે વીતરાગના રંગે રંગાયેલ આ પુરુષને રાગી બનાવવાનું અસંભવ છે. આ ત્રણ લોકની વસ્તુઓ મને તૃણ સમાન તુચ્છ દેખાઈ રહી છે, વિષયભોગ કાળા નાગ સમાન ભયંકર લાગે છે, આ રાગરૂપ વચન ઝેરી બાણ જેવા લાગે છે, ઘર કારાગાર સમાન છે, સ્ત્રી મજબૂત બેડી છે, સંસાર મહાભયાનક વન છે. તેમાં સ્વાર્થી જીવો સિંહ, વાઘ આદિની જેમ વિચરી રહ્યા છે. માટે જાણી જોઈને આવા ભયંકર સ્થાનમાં રહેવું બુદ્ધિમાનોને માટે ઉચિત નથી, સમય પ્રાપ્ત કરીને તેને વ્યર્થ ખોઈ નાખવો તે ઉચિત નથી. જે પોતાના સંતાનોને ઊંચા સ્થાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com