________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૪૫ | ચડતાં જોઈને રાજી થાય છે તે જ સાચા માતા, પિતા અને ગુરુજનો છે. અને જે તેમને ફસાવીને કુગતિમાં પહોંચાડે છે તેઓ હિતકારી નથી, તેમને શત્રુ ગણવા જોઈએ માટે હે ગુરુજનો! આપનું એ જ કર્તવ્ય છે કે હવે મને વિશેષ આ બાબતમાં લાચાર ન કરો અને મારો આ અમૂલ્ય સમય વ્યર્થ ન ખોવા દ્યો. જ્યારે વિધુતચરે આ વચન સાંભળ્યા અને જોયું કે હવે સમજાવવું વ્યર્થ છે અર્થાત્ આમાંથી કાંઈ સાર નીકળશે નહિ ત્યારે તેણે પોતાનો સાચો પરિચય આપ્યો અને કહ્યું- “ સ્વામી! મેં આપને ઘણી જૂઠી વાતો કહી છે. હું હસ્તિનાપુરના રાજા દુરદ્વન્દનો પુત્ર છું. હું બાલ્યાવસ્થા થી ચોરી કરતાં શિખ્યો એટલે પિતાએ મને દેશનિકાલ કર્યો એટલે બીજા ઘણા દેશોમાં જઈને ચોરી કરી અને વેશ્યાને ધન આપતો રહ્યો. આજે પણ હું ચોરી કરવાના હેતુથી જ અહીં આવ્યો હતો પરંતુ આ કૌતુક જોઈને ચોરી કરવાનું ભૂલી ગયો અને હવે અત્યંત વિરક્ત થયો છું. મહાન પુરુષો જે માર્ગ પર ચાલ્યા તે જ માર્ગે જવું શ્રેષ્ઠ છે. હવે હું સ્વામીનું! આપની પાસે એક વચન માગું છું તે મને આપો. આ ગરીબને આપના ચરણનો સેવક બનાવો અર્થાત્ આપની સાથે લઈ જાવ.”
એટલે સ્વામીએ એનો સ્વીકાર કર્યો અને તરત જ ઉઠીને ઊભા થઈ ગયા, આ જોઈને બધા લોકોના મોઢા પડી ગયા. પરંતુ ચિત્ર જેવા થઈ ગયા, કોઈના મુખમાંથી કોઈ શબ્દ નીકળતો નહોતો. બધાના મનમાં એમ જ લાગતું હતું કે કુંવર ઘરમાં જ રહે અને દીક્ષા ન લે. આખા શહેરમાં ખળભળાટ મચી ગયો. રાજા, પ્રજા બધા ત્યાં દોડી આવ્યા. સ્ત્રી પુરુષોની અપાર ભીડ થઈ ગઈ. લોકો જાતજાતના વિચારોની કલ્પના કરવા લાગ્યા કોઈ કહેતા- અહો ! ધન્ય છે કુમારને ! જે વિષયોથી પરાડ઼મુખ થઈને સંસારનો સંબંધ તોડવા જઈ રહ્યા છે. કોઈ કહેતા-ભાઈ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com