________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪)
જંબૂસ્વામી-ચરિત્ર
વનમાળીને ભેટ આપી દીધા અને નગરીમાં ઘોષણા કરાવી કે મહાવીર પ્રભુનું સમવસરણ વિપુલાચલ પર્વત પર આવ્યું છે તેથી નગરના સર્વ નરનારીઓ વંદના કરવા ચાલો. આ ઘોષણા સાંભળીને નગરજનો અત્યંત હર્ષ પામ્યા અને પોતાની શક્તિ અનુસારના અષ્ટદ્રવ્યો લઈને પ્રભુની વંદના કરવા ચાલ્યા. તે પ્રજાની સાથે જતો રાજા, ઇન્દ્ર પોતાની સેના સાથે દર્શન કરવા આવ્યો હોય એવો લાગતો હતો. જ્યારે તેઓ સમવસરણ પાસે પહોંચ્યા ત્યારે રથમાંથી નીચે ઉતરીને પગપાળા ચાલવા લાગ્યા. સૌથી પહેલાં જેના દર્શનમાત્રથી માની પુરુષોનું માન ગળી જાય છે તે માનસ્તંભના દર્શન કરીને સમવસરણમાં પ્રવેશ કર્યો અને ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરી, શ્રીજીની પૂજા કરી મનુષ્યોના કોઠામાં જઈને બેઠો. પછી અનેક પ્રકારે સ્તુતિ કરીને વિનતિ કરી કે – “હે નાથ! કૃપા કરીને મને સંસારથી પાર ઉતારનાર ધર્મનો ઉપદેશ આપો.” તે સમયે ભગવાનની દિવ્યધ્વનિ છૂટી અને તદનુસાર ચાર જ્ઞાનના ધણી પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ કહ્યું:- “હે રાજા ! સાંભળ, આ અનાદિનિધન સંસારમાં આ જીવ અનાદિથી કર્મોને વશ થઈને બહાવરાની પેઠે ચાર ગતિમાં ભ્રમણ કરતો નાના પ્રકારના જન્મ-મરણાદિ દુ:ખો ભોગવે છે. આ જીવ મિથ્યાભ્રમથી પરવસ્તુઓમાં પોતાપણું માનીને પોતાને ભૂલી જાય છે અને પોતાની અતીન્દ્રિય સંપતિ અને અવિનાશી સુખનો અનુભવ ન કરતાં, ઇન્દ્રિયવિષયોમાં આસક્ત થઈ સુખી થવા ઇચ્છે છે પરંતુ જ્યાં તૃષ્ણારૂપી અગ્નિ જલતી હોય ત્યાં ભોગ સામગ્રીરૂપ બળતણથી તૃતિ કેવી રીતે થાય? જેમ જેમ વિષયભોગની સામગ્રી મળતી જાય છે તેમ તેમ વિષય તૃષ્ણાની ઇચ્છાઓ વધતી જ રહે છે. પ્રત્યેક જીવને એટલી તૃષ્ણા છે કે ત્રણલોકની સામગ્રી પણ કદાચ તેને મળે, તોપણ આ જીવની તૃષ્ણારૂપ ખાડાનો અસંખ્યાતમો ભાગ પણ ન ભરાય પરંતુ લોક તો એક છે અને જીવ અનંતાનંત છે અને દરેક જીવને આવી તૃષ્ણાઓ છે માટે એમાં સુખની ઈચ્છા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com