________________
| ૨૮)
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર તરત જ આ સમાચાર અને ભેટની સામગ્રી શ્રેષ્ઠી અર્હદાસ પાસે મોકલી આપી. શેઠ અને શેઠાણી અત્યંત પ્રસન્ન થયા તે આગંતુક વિદ્યાધરોને પૂછવા લાગ્યા કે- “તમે અમને કેવી રીતે ઓળખી કાઢયાં?'
“તબ નભચર કર જોર કર, કહી સુનો હમ બાત; વિશ્વ-વિભૂષણ તુમ તનય, જગત ભયે વિખ્યાત.”
બરાબર છે, સૂર્ય ઉપર ભલેને હજારો વાદળ છવાઈ જાય તોપણ તેનો નાશ કરી શકતા નથી. હે માતા-પિતાજી! આપના પુત્ર કુળના નહિ, દેશના નહિ પણ આખા વિશ્વના આભૂષણ છે, તો પછી આપને કોણ ન ઓળખે? જે દિશામાં સૂર્ય ઊગે છે, તેને ન જાણનાર કોણ અજ્ઞાની હોય? અર્થાત્ કોઈ જ ન હોય.
આ વાર્તા સાંભળીને બધા નગરજનો તથા પેલા ચાર શેઠ જેમણે પોતાની કન્યા સ્વામીને આપવાનું સ્વીકાર્યું હતું, તે ખૂબ જ આનંદ પામ્યા. બધા લોકો કુમારના આવવાની ઘડીઓ ગણવા લાગ્યા કે ક્યારે આપણે સ્વામીના દર્શન કરીએ? સમય સતત ચાલ્યા જ કરે છે. કેરલપુરમાં તો દશ દિવસ દશ ઘડીની જેમ પસાર થઈ ગયા પરંતુ રાજગૃહીમાં દશ દિવસ દશ વર્ષથીયે વધારે મોટા લાગ્યા અને ઘણી કઠિનતાથી પૂરા થયા. તે યોગ્ય જ છે. -
“જાત ન જાના જાત હૈ, સુખમેં સાગર કાલ;
એક પલક ભી ના કહે, દુ:ખ વિયોગમે હાલ. દિવસ નગર રાજગૃહી, અરુ કેરલપુર માંહિ; ઉતકે જાત ન જાન હી, યહાં સુ બીતા નાંહિ. વસ્તુ જગત સબ એકસી, કહી ગુરુ બતલાય,
રાગદ્વેષ વશ લખ પરે, ભલી બુરી અધિકાય.
આ પ્રમાણે કેટલાક દિવસો બાદ એક દિવસ સ્વામીના મનમાં સંસારના ચરિત્રથી અત્યંત વિરક્તિ થઈ ગઈ. તેમને બધી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com