________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૨૯ વસ્તુઓ આડંબર રૂપ જણાવા લાગી તેઓ આમ વિચારીને કે હવે નિશ્ચિત દિવસો પુરા થઈ ગયા છે, હવે તરત જ ઘેર જઈને ઈચ્છિત કાર્ય કરીશ જિનદીક્ષા ધારણ કરીશ. આમ તેઓ જવાનો વિચાર કરતા હતા ત્યાં વિધાધર એમ વિચારતા હતા કે જો સ્વામી થોડા દિવસ વધારે રોકાય તો સારું, તેથી તેઓ અનેક પ્રકારના રાગરંગ કરતા હતા કે જેથી દિવસોની ગણના જ યાદ ન રહે. ઠીક છે
“અપની અપની ગરજકો, ઇસ જગમેં નર સોય,
કહા કહા કરતા નહીં, ગરજ બાવરી હોય.”
પરંતુ સ્વામી ક્યાં ભૂલે તેમ હતા? તેમની તો દશા જ જાડી થઈ ગઈ હતી.
સ્વામી મન વૈરાગ્ય અતિ, નભચર મન બહુ રંક;
અવસર બના વિચિત્ર યહ, કરે બરકો સંગ.”
તેમને તો આ બધા રંગરાગ હળાહળ વિષ અને તીક્ષ્ણ શસ્ત્રથીયે ભયંકર લાગતા હતા તેથી તેમણે રાજા મૃગાંકને બોલાવીને કહ્યું કે આપના કથન પ્રમાણે સમયની મર્યાદા પુરી થઈ ગઈ છે, હવે અમને વિદાય આપો અને રત્નચૂલને કહ્યું કે આપ પણ હવે આપના નગરમાં પધારો અને પ્રજાના સુખ દુઃખની ખબર લ્યો અને મને ક્ષમા કરો. આ વચન સાંભળીને બન્ને રાજા કહેવા લાગ્યા
“આજ્ઞા સુનત કુમારકી, બોલે દ્રય ખગનાથ,
રાજગૃહીતક હુમ ઉભય, ચલિ હૈં તુમ્હરે સાથ.”
ત્યારે સ્વામીએ કહ્યું, જો આવવું હોય તો હવે મોડું ન કરો, જલ્દી જ જવું જોઈએ કેમ કે સમય અમૂલ્ય છે. જતાં ખબર નથી પડતી અને ગયેલું ફરી પાછું મળતું નથી. માટે ઉત્તમ પુરુષોએ જે કાર્ય કરવું હોય તે શીધ્ર જ કરી લેવું જોઈએ.
સ્વામીની આજ્ઞા પ્રમાણે તે બન્ને વિદ્યાધર રાજાઓ પોતપોતાના રણવાસ સહિત યોગ્ય ભેટ તથા પુત્રીને સાથે લઈને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com