________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪).
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ત્યારે મૃગાંક ક્રોધથી કહેવા લાગ્યો-હજી કાંઈ મનમાં રહી ગયું હોય તો હુજી આવી જા સામો. ત્યારે રત્નચૂલે સ્વામીને પ્રાર્થના કરીને કહ્યું, “નાથ ! કૃપા કરીને મને થોડીવાર છૂટો કરો એટલે આને એની મજા ચખાડું. આ સાંભળી સ્વામીએ એને છોડી મૂક્યો. પછી તે બન્ને વચ્ચે ફરીથી યુદ્ધ થયું. અંતે રત્નચૂલે નાગપાશ વડે રાજા મૃગાંકને બાંધી લીધાં અને ઘર તરફ લઈને ચાલતો થયો.
આ હાલ જોઈને સ્વામીએ કહ્યું-“અરે દુર! તું મારા દેખતાં એને ક્યાં લઈ જાય છે? છોડી દે અને જો તારી કુશળતા ચાહતો હો તો મૃગાંકને નમસ્કાર કર.” આ સાંભળી રત્નચૂલ પોતાના પૂર્વબંધનની હકીકત ભૂલી જઈ, કૂપિત થઈને સ્વામી સન્મુખ યુદ્ધ કરવા આવ્યો. બરાબર છે
હોનહાર મિટતી નહીં, લાખ કરો કિન કોય;
કર્મ ઉદય આવે જિસો, તૈસી બુદ્ધિ હોય.” આથી ફરીવાર ઘોર સંગ્રામ થવા લાગ્યો. અલબત્ત થોડીવારમાં જ સ્વામીએ રત્નચૂલને ફરીથી બાંધી લીધો, ત્યારે પુષ્પવૃષ્ટિ થવા લાગી, દેવદુંદુભી વાજા વાગવા માંડ્યા. મૃગાંકની સેનામાં હર્ષ અને રત્નચૂલની સેનામાં શોક ફેલાઈ ગયો. સ્વામીએ રાજા રત્નચૂલની નાસતી સેનાને ધીરજ આપી.
પછી રાજા મૃગાંકે સ્વામી સહિત હાથી ઉપર બેસીને નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે રાજા મૃગાંકસ્વામી ઉપર છત્ર ધારણ કરીને, ચામર ઢોળતો ચાલતો હતો. શહેરને ખૂબ શણગારવામાં આવ્યું હતું અને ઘેર ઘેર આનંદની વધાઈ વાગતી હતી. તે વખતની શોભાનું વર્ણન શબ્દોથી થઈ શકે નહિ. ઠેક ઠેકાણે સ્ત્રીઓના વૃંદ મંગળ કળશ લઈને ખડા હતા. એક તો વિજયનો આનંદ અને બીજું સ્વામીના અપૂર્વ દર્શનનો લાભ. પછી આનંદનો પાર રહે ખરો! લોકો પોતાના સદ્ભાગ્યની પ્રશંસા કરતા હતા- “અહો ધન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com