________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨)
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર સમજાવી રહી છે તે હજી કાલે જ તેને પરણીને આવી છે. પુત્ર આજ દીક્ષા લેશે પછી આ ધન કોણ ભોગવશે ? એટલે તું ઠીક આવ્યો હવે તું જ એને લઈ જા, એ ભારરૂપ જ છે. હું એ જ ચિંતામાં બહાર જાઉં છું અને અંદર આવું છું, મને ક્યાંય પણ ચેન પડતું નથી.
,,
66
ચોર બોલ્યો- “માતા! મને હવે ધનની ઈચ્છા નથી. આપ મને આપના પુત્રની ભેટ કરાવો. હું તેને વનમાં જતો રોકીશ અને જો તે નહિ માને તો જે તેની ગતિ થશે તે જ મારી પણ થશે.”
((
,,
આ સાંભળીને માતા ગદગદ સ્વા૨ે બોલી- “બેટા ! જો તું એ કામ કરે તો મારું મહાન ભાગ્ય હશે. તું જલ્દી ઉપાય કર. આમ વાત કરીને માતા કુમારના મહેલમાં ગયા અને દરવાજો ખખડાવ્યો. માતાનું આગમન થયું જાણીને સ્વામીએ દ્વાર ખોલ્યા અને નમ્રપણે પૂછ્યું- “હું માતા! અવસર વિના પરિશ્રમ લેવાનું શું પ્રયોજન છે? આ સેવકને માટે ક્યું કાર્ય છે?”
ત્યારે વાત ફેરવીને માતાએ કહ્યું, “ બેટા! તારા મામા બાર વર્ષથી પરદેશ ગયા હતા, તે લગ્નના સમાચાર સાંભળીને મળવા આવ્યા છે, કહો તો અહીં બોલાવું.” સ્વામીએ કહ્યું- “ખુશીથી બોલાવો, મારા અને એમના વચ્ચે અંતર જ ક્યાં છે?”
માતાએ પછી મામા (વિદ્યુતચર ચોર) ને બોલાવ્યા. એટલે ચારે સ્ત્રીઓ તો દૂર ખસી ગઈ અને એમની સાથે વાતચીત થવા લાગી પ્રથમ જ પરસ્પર શિષ્ટાચારપૂર્વક કુશળ સમાચાર પૂછીને પછી મામા યુદ્ધની અનેક પ્રકારની વાતો કરીને સ્વામીના ચિત્તને બદલવાનો પ્રયાસ કરવા લાગ્યા. કોઈવાર દેશની, કોઈવાર દ્રવ્યની, કોઈવાર સ્ત્રીઓની, કોઈવાર યુદ્ધની, કોઈવાર ભોજનની, એમ ચતુરાઈ પૂર્વક જુદી જુદી કથાઓ કેટલાયે દેશની ચિત્ર વિચિત્ર ભાષા સંભળાવવા લાગ્યા. પણ જેમ ચીકણા ઘડા ઉપર પાણી ટકતું નથી એમ સ્વામીના ચિત્તપર કાંઈ પણ અસર થઈ નહિ. તેણે રાવણ વગેરે અનેક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com