________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦)
શ્રી જંબુસ્વામી-ચરિત્ર ભવ વન, પંથી જીવ, ગજ; કાલ, સર્પ ગતિ જાન, કુઆ ગોત્ર, માખી સ્વજન, આયૂ જડ પહિચાન. નિગોદ અજગર હૈ મહા, ઘોર દુ:ખ કી ખાન; વિષય સ્વાદ મધુ બુંદ જ્ય, સેવત જીવ અજ્ઞાન. સમ્યક રત્નત્રય સહિત, સંવર કરે નિદાન; વિનયશ્રી ! ઇમ જાનિયો, સોઈ પુરુષ પ્રધાન.”
આ કથા સાંભળી વિનયશ્રી નિરુત્તર થઈ ગઈ એટલે ચોથી રૂપશ્રી નામની સ્ત્રી કહેવા લાગી- “સ્વામી! આપે મારી ત્રણે બહેનોને છેતરી લીધી. હવે મને છેતરો તો આપની ચતુરાઈ હું માનું. આમ ગર્વીલ બની તે કહેવા લાગી-“હે નાથ ! સાંભળો, એક વખત ખૂબ જ વરસાદ વરસ્યો એટલે ગૂફા વગેરેમાં પણ પાણી ભરાઈ ગયા એટલે એક ગૂફાવાસી જીવ દુઃખી થઈને ત્યાંથી નીકળીને ભાગ્યો. તેને જોઈને એક સાપ પણ પાછળ પડયો. જ્યારે તે પ્રાણી ગૂફામાં ઘૂસ્યું તો સાપ પણ તેની પાછળ ઘૂસ્યો અને જતાં જ તે પ્રાણીને પોતાનું ભક્ષ્ય બનાવી લીધું પરંતુ એટલાથી તે સાપની તૃષ્ણા મટી નહિં અને તે આમતેમ બીજા પ્રાણીઓની ખોજ કરવા લાગ્યો કે અચાનક ત્યાં એક નોળિયો આવી ગયો. તેણે સાપને પકડીને તેના ટૂકડે ટૂકડા કરી નાખ્યા. તેથી હે સ્વામી! –
“નાગ લોભ અતિશય ક્યિો, ખોયે અપને પ્રાણ;
તાતે હુઠ સ્વામી તજો, તુમ હો દયા નિધાન.”
ત્યારે સ્વામી આ વાર્તા સાંભળીને કહેવા લાગ્યા “હે સુંદરી ! કોઈ વનમાં બહુ જ ભૂખ્યો જંગલી બિલાડો ફરતો હતો. એક દિવસ તે કોઈ નગર પાસે મરેલા પડેલા બળદના સડલા મડદાને જોઈને તેનું ભક્ષણ કરવા લાગ્યો. જ્યારે ખાતા ખાતા સવાર થઈ ગયું અને બધા નગરજનો બહાર નીકળ્યા તો પણ તે લોભી બિલાડો તૃષ્ણાવશ ત્યાં જ બેસીને ખાતો રહ્યો. નગરવાસીઓએ તેને ત્યાં જઈને તરત તેને પકડી લીધો, કોઈએ તેનું પૂંછડું કાપી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com