________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૧૧ નમસ્કાર કરી ધર્મનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે સ્વામીએ મુનિ અને શ્રાવકના વ્રત તથા સંસારની ક્ષણભંગુરતાનું વર્ણન કર્યું અને સાગરચંદ્રના પૂર્વભવોનું પણ વર્ણન કર્યું. આ સાંભળીને સાગરચંદ્ર સંસાર, દેહ અને ભોગોથી વિરક્ત થઈને મુનિ થઈ ગયા અને નિરંતર જપ, તપ, સંયમમાં ઉત્તરોત્તર અધિકાધિક તત્પર રહેવા લાગ્યા. ઘણા વખત પછી સાગરચંદ્ર મુનિ ગુરુ સહિત વિહાર કરીને વીતશોકપુર નગરના ઉધાનમાં આવ્યા અને આ શરીર તપ, વ્રતાદિનું સાધન છે તેથી આયુષ્ય પ્રમાણ સ્થિર રહે અને ધર્મધ્યાનમાં કોઈ રીતે શિથિલ ન થઈ જાય, જેમ પૈડામાં તેલનું ઊંઝણ મૂકવાથી ગાડી અટક્યા વિના ચાલ્યા કરે છે, તેમ આ શરીર પણ શિથિલ થયા વિના મોક્ષ નગરીના દ્વાર સુધી અટક્યા વિના ચાલતું રહે, એમ ચિંતવીને ઉદાસીનવૃત્તિથી નગરમાં આહાર લેવા માટે પ્રયાણ કર્યું. ત્યાં શ્રાવકો મુનિઓની પ્રતિક્ષા કરી જ રહ્યા હતા એટલે તેમને નવધા ભક્તિ સહિત પડગાહન કરીને મુનિને આહાર આપ્યો. મુનિરાજે ‘અક્ષયદાન હો’ એવા આશીર્વાદ આપ્યા. મુનિદાનના પ્રભાવથી ત્યાં પંચાશ્ચર્ય (રત્નવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, ગંધોદકની વૃષ્ટિ, મંદ સુગંધી પવનનું ચાલવું અને દેવદુભિના નાદ) થયાં. તેથી સર્વ નગરજનોને આશ્ચર્ય થયું અને તેઓ આ કૌતુક જોવા ત્યાં ભેગા થઈ
ગયા.
એ જ વખતે શિવકુમાર નામનો રાજપુત્ર પણ ત્યાં આવ્યો અને મુનિને જોઈને મોહ પામી, વિનય સહિત નમસ્કાર કરી મોહ ઉત્પન્ન થવાનું કારણ પૂછ્યું. ત્યારે તેને સ્વામીએ પૂર્વ ભવોનું વૃતાંત સંભળાવ્યું. સાંભળતાં જ રાજપુત્રને મૂર્છા આવી ગઈ. આ વાત મંત્રી ઓએ જઈને રાજાને કહી અને ઉપચાર કરીને રાજપુત્રને સચેત કર્યો. રાજા રાણી સહિત તરત જ ત્યાં આવ્યા અને પુત્રને ઘેર લઈ જવા લાગ્યા. ત્યારે શિવકુમારે કહ્યું-“હું પિતા! આ ભોગ ભુજંગ સમાન છે, ક્ષણભંગુર છે. હવે હું ઘરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com