________________
ર૬)
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
એકદમ ઉભા થઈ ગયા અને બધા સિક્કા વેરવિખેર થઈ ગયા, છતાં તેમને એનું ધ્યાન રહ્યું નહિ. જે વજન કરતા હતા તે એવા વિહળ બની ગયા કે લોટને બદલે કાટલા ગ્રાહકોનાં ઠામમાં નાખવા લાગ્યા અને કાંઈના બદલે કાંઈ જોખી દેવા લાગ્યા, તાત્પર્ય એ હતું કે તે વખતે સ્ત્રી-પુરુષોની દશા કાંઈક વિચિત્ર બની ગઈ હતી. કોઈ કહેતું કે એ દેવ છે તો કોઈ કહેતું કે કામદેવ છે, એવી હાલત થઈ રહી હતી.
જ્યારે કુમાર રાજભવન પાસે પહોંચ્યા ત્યારે તેમણે રત્નચૂલને છોડી મૂક્યો, ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરાવીને કહ્યું-“રાજન્ ! મને ક્ષમા કરો, મેં અહીં આવીને તમને સૌને ખૂબ દુઃખ આપ્યું.” સ્વામીની આ વાત સાંભળી રત્નસૂલ વિનયપૂર્વક કહેવા લાગ્યો-“નાથ! આપ તો ક્ષમાવાન છો, આપની કેટલી પ્રશંસા કરું? મારા ધન્ય ભાગ્ય કે આપના જેવા પુરુષોતમના, ભાગ્યહીન એવા મને દર્શન થયા. આપના પ્રભાવથી હું દુરાચારમાંથી બચી ગયો. ઘણું શું કહું? આપ જ મને કુગતિમાં પડતો બચાવનાર છો. તેથી હે નાથ! મને વિશેષ લજ્જિત ન કરો.” રત્નચૂલના આવા દીનતાભરેલા વચનો સાંભળીને સ્વામીએ મિષ્ટ શબ્દોમાં તેને સંતોષ આપ્યો. રાજા મૃગાંકની રાણી સ્વામીના આગમનના શુભ સમાચાર સાંભળીને મંગળ કલશ લઈ સામે આવી અને રાજા મૃગાંકની પુત્રી મંજા વસ્ત્રાભૂષણો સહિત આવીને કુંવરના મસ્તક ઉપરથી ઉતારીને દાન દેવા લાગી. આ પ્રમાણે જ્યારે સ્વામી રણવાસમાં પધાર્યા ત્યારે રાણીએ આંગળી ઉપર દહીં લઈને સ્વામીને તિલક કર્યું તથા ગદગદ થઈને સ્તુતિ કરવા લાગી-“હે નાથ! મારું સૌભાગ્ય આજે આપે જ બચાવ્યું છે, આપના જ પ્રતાપે મને પતિના ફરીથી દર્શન થયા છે, આપના જેવું બીજું કોઈ અમારું હિતૈષી નથી. આપના પરોપકાર અને સાહસને ધન્ય છે કે સ્વદેશ છોડીને આપ અહીં પધાર્યા.” આ પ્રમાણે ઘણો જ ઉપકાર માન્યો. ત્યારે સ્વામીએ પણ યથાયોગ્ય મિષ્ટ વચનોથી ઉત્તર આપ્યો. પછી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com