________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૩૧ |
વનપાળને ઘણું ધન આપી સંતુષ્ટ કર્યો અને બધા નગરજનો સાથે કુમારને લઈને મુનિને વંદવા ચાલ્યા. જ્યારે પાસે આવ્યા ત્યારે વાહનમાંથી ઉતરીને ખુલ્લા પગે સન્મુખ જઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. મુનિએ “ધર્મવૃદ્ધિ” ના આશીર્વાદ આપ્યા અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. સ્વામીએ ગુરુની સ્તુતિ કરી, નમ્ર થઈને પૂછયું- “હે નાથ ! મારા ભવાંતર જણાવવાની કૃપા કરો
તે અવધિજ્ઞાની મુનિ જંબૂસ્વામીના ભવાંતર કહેવા લાગ્યા. ભવાંતરની વાત સાંભળીને સ્વામીને અત્યંત વૈરાગ્યે થયો. યોગ્ય જ છે
પહિલે હી સે જો વિરક્ત થે, તાપર સુન ભવસાર; ફેર ધર્મ ઉપદેશ સુન, અબ કો રોકનહાર ?” સ્વામી તરત કહેવા લાગ્યા
“હે નાથ ! મેં આ ટૂંકા જીવનમાં પણ ઘોર કર્મોનો બંધ કર્યો છે. વાસ્તવમાં આ સંસાર મરુસ્થળ સમાન અસાર છે અને આપ કલ્પવૃક્ષ સમાન સુખદાતા છો, અનાદિકાળથી મોહનિદ્રામાં સૂતેલા જીવોને જાગૃત કરનાર છો, સાચા કરુણાસાગર છો. મને આપનો સેવક બનાવો, દીક્ષા આપીને સંસારથી પાર કરો.”
સ્વામીના આવા વચન સાંભળીને મુનિવર બોલ્યા, “વત્સ, અત્યારે તું ઘેર જા, પછી આવજે ત્યારે તને દીક્ષા આપીશ.” ગુરુના આ વચનો સાંભળી રાજા હર્ષ પામ્યો અને પ્રશંસા કરવા લાગ્યો
ધન્ય ધન્ય ગુરુ રાય તુમ, સબહીકો સુખદન;
પરમવિવેકી સમય લખ, કહે ઉચિત યે વૈન.” તેણે ઉઠીને ગુરુને નમસ્કાર કર્યો, અને સ્વામીનો હાથ પકડી પોતાની સાથે જ રથમાં બેસાડીને નગરમાં લઈ ગયા. જોકે સ્વામીને નગરમાં જવું ગમતું નહોતું પરંતુ ગુરુજનોની આજ્ઞા લોપવી પણ ઉચિત નથી એમ સમજીને નગર તરફ પ્રયાણ કર્યું ઠીક છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com